આકા મૌલા સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ મુમિનીન ને ખિતાબ કરી ને ફરમાવ્યું કે એ મોહમ્મદ મુસ્તફા ની ઉમ્મત ખાસ્સા. અલીયુલ મુર્તઝા ના શીઆ ખોલસા. બેવે મકામૈન ઇલહિયેન મીમ અને ઐન ની મોહબ્બત કરનાર લોગો તમે છો. એમ અકીદો રાખી ને કે મોહમ્મદ અને અલી બેવે હમ પલ્લા છે હમ શાન છે.

મૌલાનલ મિનઆમ એ ઝિકર ફરમાવી કે સૂરજ નું ઝવાલ, સાતમી ઘડી માં થાય છે, એમાં ઝોહોર ની નમાઝ પઢાઈ. એનું તાવીલ શું કે મોહમ્મદ ના ચારહરફ છે અને અલી ના ત્રણ. મોહમ્મદ અને અલી સાથે થાય તો દાવત કાયમ થાય છે.

રસૂલુલ્લાહ ફરમાવે છે કે તમે અને મેં એ ભાઈ અલી એક નૂર સી પૈદા થયા. મૌલાના ત.ઉ.શ. એ એક મોજીઝો બયાન ફરમાવ્યો કે જેમાં એક સાકડી જગ્યા માં સી રસૂલુલ્લાહ અને મૌલાના અલી બન્ને એક બીજા માં સી પસાર થયા. જેમ મૂસા અને હારુન એમ મોહમ્મદ અને અલી. એક માના માં ખુદા ના બન્ને રસૂલ સાથે આવે છે.

રસૂલુલ્લાહ શમ્સુલ ઇબ્દા છે અને મૌલાના અલી કમરુલ ઈમ્બેઆસ છે. રસૂલુલ્લાહ ઇનશિકાકુલ કમર નો મોજીઝો બતાવે છે અને અલી ના વાસ્તે સૂરજ પાછા રદ થાય છે.

મૌલાના એ ફરમાવ્યું કે રસૂલુલ્લાહ સૈયદુલ અંબિયાએ વલ મુરસલીન છે અને અલી સૈયદુલ અવસીયા છે. રસૂલુલ્લાહ ની શેહઝાદી ફાતેમા સૈયેદતુન નિસા છે. રસૂલુલ્લાહ ના નવાસા હસન અને હુસૈન સૈયદા શબાબે અહલિલ જન્નત છે. આ પંજતન ની શાન છે. પંજતન ના વારિસ અઈમ્મત તાહેરીન છે, જે સગલા સરદારો છે.

આજે મોહમ્મદ રસૂલુલ્લાહ ની મજલિસ છે જેને ખુદા એ રેહમતુન લિલ આલમીન બનાવી ને મોકલા.

સૈયેદનલ મોઅય્યદ હુજ્જત કરી ને બયાન કરે છે કે શું રસૂલુલ્લાહ ના પછી નેમત બંધ થઇ ગઈ?ખુદા એ જેમ અવ્વલીન માં અદલ કીધું એમ આખિર ઝમાન ના લોગો  વાસ્તે ભી કરશે.  હર ઝમાન માં એક ઇમામ રસૂલુલ્લાહ ના રેહમત ના ખમીરા ના વારિસ હાઝિર અને મૌજૂદ છે. ઇમામ પરદા માં છે તો દોઆતો ના હાથ પર એ રેહમત ની બરકાત મળી રહી છે. સૈયદના અલી બિન મોહમ્મદ બિન અલ-વલીદ સૈયેદના હાતિમ ને અરઝ કરે છે કે હમે એમ કેહતાંજ નથી કે ઇમામ પરદા માં છે કે જે વખ્ત આપ, એ ખુદા ની રેહમત, એ ઇમામુઝ ઝમાન ના દાઈ, આપ હમારા દરમિયાન મૌજૂદ છો. ઇમામ ની રેહમત ની ગાદી પર દાઈ ને બેઠાયા છે. દાઈ મુમિનીન ને રેહમત સી નવાઝે છે.

દોઆતો ના દામન સી વલગે તો ઇમામો ના દામન સી વલગા. મૌલાના ત.ઉ.શ. એ ઇમામ સાદિક સ.અ. એ બિશારત આપી  એની ઝિકર ફરમાવી કે કયામત ના દિન નાના નબી નો દામન હમારા હાથ માં હશે, હમારો દામન તમારા હાથ માં હશે. તો ભલા તમે કહા જતા હશો? ઇમામ જોશ માં ફરમાવે છે કે વલ્લાહે ઇલલ જન્નતે ઇન્શાઅલ્લાહ, ખુદા ના કસમ જન્નત ની તરફ ઇન્શાઅલ્લાહ.

સૈયદનલ કાઝી અલ નોમાન શરહુલ અખબાર માં ઇમામ સાદિક ની બીજી ઝિકર ફરમાવી કે જેમાં મુમિન વાસ્તે એના મૌત ની વકત શું રેહમત છે, એની બિશારત છે. એ ઝિકર મૌલાના એ ફરમાવી.

મૌલાના એ ફરમાવ્યું કે આ રેહમત કૉના સબબ મળી છે કે હુસૈન ઈમામ ના સબબ. બાકિર ઇમામ સ.અ.  ફરમાવે છે કે જે હુસૈન ની મુસીબત યાદ કરી ને રોસે, મચ્છર ના પાંખ ના બરાબર આંસુ વહાવશે તો ખુદા એના ગુનાહ માફ કરી દેશે. ત્યારે એક શખ્સ હતો જે એ આપને સાચાયા નહિ. એને સપનું થયું જેમાં મૌલાતોના ફાતેમા એના સી ખફા થયા અને એને કૌસર સી મેહરૂમ રાખા, પછી એ ઈમામ ના નઝદીક આવીને ઇસ્તેગ્ફાર કીધો.

મૌલાના એ ઈખ્વાનુસ સફા માં સી એક અંધા અને એક લૂલા શખ્સ ની હિકાયત બયાન ફરમાવી જેમાં ફરમાવ્યું કે રેહમત ના સાહેબ રેહમત કરે છે અને કોઈ જો એનો કુફુર કરે તો અઝાબ થાય છે. મસલ સી બયાન કરે છે કે દાવત ની તારીખ માં બનું છે કે દાઈ ના ઘર માં એવા હાલાત બના છે. માલિક તો રેહમત કરે પણ એવા લોગો હોઈ છે જે ફસાદ કરે.

આજે રસૂલુલ્લાહ ની મજલિસ માં રેહમત ના બારિશ વરસી રહ્યા છે. સૈયદના કુતબુદ્દીન ફરમાવતા કે વાસન સીધું હોઈ તો પાની ભરાઈ. પહેલા વાસન ચોખ્ખું હોઈ - અકીદો સાફ હોઈ, કબુલીયત હોઈ. પછી ઇસ્તિરશાદ નો સવાલ હોઈ તો પૂછવો જોવે. સવાલ માં વાંધો કરવાની નિયત ન હોઇ.

આજ ની વાઅઝ માં આકા મૌલા એ સૂરતુર રહમાન ની આયતો ની સાતફસલ બયાન ફરમાવી:

પહેલી ફસલ માં અર-રાહમાન સી મુરાદ અકલે અવ્વલ. બીજી ફસલ માં અર-રહમાન સી મુરાદ આશિર મુદબ્બિર અને તીસરી ફસલ માં આદમુલ કુલ્લી, પહેલા ઈમામ.

ચોથી ફસલ માં અર-રહમાન સી મુરાદ રસૂલુલ્લાહ સ.અ. મૌલાના એ રસૂલુલ્લાહ સ.અ. ની અખબાર ની મુખ્તસર ઝિકર ફરમાવી. કુરાને મજીદ રસૂલુલ્લાહ નો મોજીઝો છે એમ ફરમાવ્યું.

મૌલાના એ વહયે ના 3 કિસમ નું બયાન કીધું જેમાં આલા ઈશારાત છે.

મૌલાના એ આ ઝિકર ફરમાવી કે રસૂલુલ્લાહ એ હિજરત ના બાદ સગલા ને આપસ માં ભાઈ બનાયા, મગર અલી ને આપના વાસ્તે રહેવા દીધા. રસુલુલ્લાહ એ મૌલાના અલી ને ફરમાવ્યું કે આપ તો મારા ભાઈ છો દુનિયા અને આખેરત માં. મૌલાના હમીદુદ્દીન ફરમાવે છે કે આ ઈશારો નસ્સ નો નથી તો શું છે..

મૌલાના એ ફરમાવ્યું કે બુરહાનુદ્દીન આકા રી.અ. એ અજબ શાન સી અમલ કીધું. સૈયદના કુતબુદ્દીન રી.અ. પર ગુરફા માં નસ્સ ફરમાવી. ફરમાવ્યું કે ભાઈ ને મારા પછી દાવત ના રુતબા માં ખિદમત કરવાની છે. એમ બતાવ્યું કે મારા પછી દાઈ તમે છો. પછી વાઅઝ માં ઇઝન ના આલા રુતબા માં કાયમ ફરમાયાં, આપના વાસ્તે અલ વલદુલ અહબ. દાઈ ના વલદ કોન કે એના મનસૂસ, આવતા દાઈ. ઈશારો કીધો કે આપ મનસૂસ છે. સમજનાર આલીમો સમજી ગયા, ઘણા લોગો કુત્બુદ્દીન મૌલા ને  સજદો બજાવતા. કસીદા માં એમ લખતા કે બુરહાનુદ્દીન મૌલા એ આપ ને મૂસા ના હારુન જેમ બનાયા. પછી હાલાત આયા. દૌલત, દુનિયા ની રિયાસત નો ઘૂમો, શૈતાન અલગ અલગ તરહ હરકત કરે છે. લૂલો અને અંધો મળી ને દાવત માં ફસાદ કરે છે.

મૌલાના એ ફરમાવ્યું કે તન્ઝીલ નું તાવીલ મૌલાના અલી સ.અ. બયાન કરે છે. મૌલાના અલી ની ઈલ્મ ની શાન ની ઝિકરો બયાન ફરમાવી. ખુદા ના હમનામ અલી છે. મૌલાના એ કેહફુર રહમાન નો મોજીઝો બયાન કીધો.

તાવીલ અલી નો મોજીઝો છે. ઘણા લોગો તાવીલ માં નથી માનતા. સૈયદના ફખરુદ્દીન મિસર માં કૉલેજ પધારતા હતા વહાં આપે બહસ વખ્તે જે જવાબ ફર્માયો એની ઝિકર ફરમાવી.

મૌલાના એ સાદિક ઇમામ અને અબુ હનીફા ની ઝિકર ફરમાવી, રસુલુલ્લાહ ની ડાંગ ની ઝિકર કીધી, અબુ હનીફા આપને સચાવતો નથી. તે બાદ આપ મૌલા એ બરકત ની ચીઝો ની ઝિકર ફરમાવી. સૈયદના બુરહાનુદ્દીન અને સૈયદના કુતબુદ્દીન અશરા મુબારકા માં સૈયદના તાહેર સૈફુદ્દીન ને બરકતી કપડા પેહની ને પધારતા એની ઝિકર ફરમાવી. સૈયદના કુતબુદ્દીન ને સૈયદના તાહેર સૈફુદ્દીન એ આશુરા માં તખત પર સી બરકત આપવાને રૂમાલ આપો, એ ઝિકર ફરમાવી અને ફરમાવ્યું કે આજ મેં બરકત વાસ્તે એ રૂમાલ લાવું છું. સૈયદના બુરહાનુદીન ના થાલ પર સી સૈયદના કુતબુદ્દીન સૈયદના બુરહાનુદ્દીન ના તનાવુલ કીધેલા જમન માં સી પોતાના ફરઝંદો ને બરકત આપતા એની ઝિકર ફરમાવી અને ફરમાવ્યું કે એમ શાન સી બરકત લેતા, ઇખલાસ સી અમલ કરતા. જુઠ્ઠું બોલનાર લોગો કલામ કરે. હર ઝમાન માં એવા લોગો હોઈ છે.

મૌલાના એ 3 કિસમ ના ગુનાહ ની ઝિકર ફરમાવી જેમાં ઇમામ ફરમાવે છે કે હમે ગુનાહ માફ કરાવી દેશું.

સૈયદના એ ફરમાવ્યું કે કુરાન નું હકીકી ઈલ્મ ઇમામ ના નઝદીક છે અને ઇમામ પરદે થઇ જાય તો દાઇ ને કાયમ કરે છે દાવત કાયમ કરવાને.

સાતમી ફસલ માં દોઆત મુત્લકીન પર વસલ ફરમાવી. મૌલાના એ ફરમાવ્યું કે પંજતન, અઈમ્મત અને દોઆત ની ગિનતી કરો તો ૭૮થાય છે. (૫૪દોઆત, ૨૧અઈમ્મત, નબી વસી અને ફાતેમા). સૂરતુર રહમાન ની ભી ૭૮આયત છે. 

રેહમત, ફૈઝ, ઇમામ સી દાઈ ની તરફ આંખ ની મિચકાર ભી બંધ નથી થતું.

રેહમતુન લિલ આલમીન  રસૂલુલ્લાહ ના દાઈ છે. દોઆતો ની દોઆ ના સબબ, ખાસસતન સૈયદના બુરહાનુદ્દીન અને સૈયદના કુતબુદ્દીન ની બરકત સી બારિશ આયો એની ઝિકર ફરમાવી. દાઈ ની દોઆ મુસ્તજાબ છે.

મૌલાના એ ફરમાવ્યું કે ઇમામ જે કુરાને કુલ છે એની દાઈ મારેફત કરાવે છે અને મુમિનીન ની દીની તરબીયત કરે છે. હકીકત ના અસરાર બયાન કરે છે.

સૈયદના એ શિખામણ ની ઝિકર માં સાતદેઆમત પર બરાબર અમલ કરવાની ઝિકર ફરમાવી અને અમીરુલ મુમિનીન ની ઝિકર ફરમાવી. આપ ફરમાવે છે કે શીઆ ની કેવી સીરત હોવી જોઈએ. ફકત ઝબાન સી દેખાવ ખાતર કહે કે હમે શીઆ છે એ કિફાયત નથી.

મૌલાના એ ફરમાવ્યું કે લા ઇલાહા ઇલ્લલ્લાહ મોહમ્મદુન રસૂલુલ્લાહ અલીયુન વલીયુલ્લાહ, કલેમતુશ શહાદત, રસૂલુલ્લાહ ખુદ શહાદત દે છે કે મોહમ્મદ રસૂલુલ્લાહ છે. કોર્ટ માં એ લોગો કહે છે કે ખુદ ના નસ્સ ની કેમ સાક્ષી આપે. રસૂલુલ્લાહ ખુદ આપના મકામ ની શહાદત દે છે, ખુદ નો મકામ બતાવે છે. મૌલાના હમીદુદ્દીન એ ફરમાવ્યું છે કે હઝારો લોગો ભી શહાદત દે પણ નસ્સ ન થઇ હોઈ તો ગણાય નહિ. મૌલાના અલી ફરમાવતા કે સગલા એક તરફ હોઈ તો ભી મેં હક પર છું.

મૌલાના એ હમ્દ સલવાત અને દોઆ ના બાદ હુસૈન ઇમામ ની શહાદત પઢી અને રસૂલુલ્લાહ ની શહાદત પર વાઅઝ મુબારક તમામ કીધી. સગલા મુમિનીન ઘણા રોયા અને ઘણો માતમ કીધો.