અલ-દાઈ અલ-અજલ સૈયદના તાહેર ફખરુદ્દીન (ત.ઉ.શ.) એ આજ જુમોઆ ના દિવસે પેહલી વાઅઝ માં ઇસ્લામ અને ઈમાન ની ઝિકર માં ફરમાવ્યું કે મૌલાના અલી અને મૌલાતોના ફાતેમા ની શાદી થઇ તો ઇસ્લામ અને ઈમાન ની શાદી થઇ. મૌલાતોના ફાતેમા ના સબબ રસુલુલ્લાહ અને મૌલાના અલી ની નસલ માં ઇમામત નો સિલસિલો કયામત લગ બાકી  રહેશે.

હુસૈન ની શહાદત ના સબબ ઇસ્લામ બાકી છે. આપની નસલ માં અઈમ્મત નસ્સ બ-નસ્સ કાઈમ થાતા રેહશે અને ઇસ્લામ અને  ઈમાન ને આપે કાઈમ કીધું. ઈમામ ના સતર ના નઝદીક દુઆત ઈમામ ની રઝા થી હકીકતન (ખરેખર) ઇસ્લામ અને ઈમાન કાયમ રાખે  છે અને અને એને સંભાળે છે. અને એના વાસ્તે પોતાના જાન ભી ફિદા કરી દઈ છે. સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન (ર.અ.) ફરમાવે છે કે દોઆતો નો રૂતબો કરબલા ના શોહદા કરતા કમ નથી. દોઆતો ની કોશિશો ના લીધેજ, જેમ રસૂલુલ્લાહ (સ.અ.) નમાઝ પઢતા હતા એમજ અપન આજે નમાઝ પઢિયે છે, એમ બુરહાનુદ્દીન મૌલા ફરમાવતા હતા. ૫૨ અને ૫૩ માં દાઈ ના વારિસ મુમિનીન ને બિશારત આપતા અમીરુલ મુમિનીન ના ખુત્બા માં સી બિશારતો સંભળાવી અને દાવત ની મજલિસ ની ખૂબી કેમ છે કે ઈમામ અને એના દાઈ ની રઝા સી તે થાય છે. એ હક નું અમલ છે. અઈમ્મત ના ઝમાન માં ઈમામ હસીર પર બેસતા અને ઈમામ હુસૈન નો ગમ અને બુકા કરતા. ઈમામ હુસૈન ના નામ પર જમણ જમાડતા. કયામત ના દિવસ રસૂલુલ્લાહ (સ.અ.), જે મરદો હુસૈન પર રોયા હશે અને માતમ કરો હશે એને હાથ પકડી ને જન્નત માં દાખલ કરી દેશે. અને મૌલાતેના ફાતેમા મુમેનાત ની શફાઅત કરશે. મુમિનીન ના રેહબર વસીયત કરતા હુઆ ફરમાયૂ કે ઘણો વધારે માતમ કરો. આંખો થી આંસૂ એટલા નિકળે કે વેહતાજ રહે. માતમ ની ફલસફત (અર્થ) સમજી ની માતમ કરો. સૈયદના કુત્બુદ્દિન (રી. અ) ફરમાવતા હતા કે માતમ અને આંસુ ના પાછળ કારણો છે, યે સમજી ને માતમ કરો.

અશરા મુબારક ની મજલિસ માં આલે મોહમ્મદ ના ઇલ્મ ના જવાહીરો બયાન થાય છે. એ ખજાના માં સી કોઈ ને થોડુ ભી હાંસિલ કરે તો દુનિયા સી એ છેતરાસે નહિ. અમીરુલ મુમિનીન ફરમાવે છે કે ઇસ્લામ નું નામ ખુદા ના નામ સી લેવા માં આયુ છે. ખુદા નું નામ અસ સલામ છે. ઇસ્લામ હક્ નું અસલ (મૂળ) છે. ઇસ્લામ હક્ નો રસ્તો બતાવે છે. ઇસ્લામ કરતા કોઈ શરાફ મોટુ નથી. સૈયદના તાહેર સૈફુદ્દીન ફરમાવે છે કે ઇસ્લામ એક ઝાત છે, દુનિયા ની બધી ભલાઈ ઇસ્લામ માં છે. કુરઆંન માં અલ-ઇસ્લામ ની ૬ આયત છે, એમાં ૫ પંજતન અને ૧ ઈમામ ના ઉપર અને ઈમામ પરદા માં હોય તો દાઈ ના પર દલાલત (ઈશારો) કરે છે. અને આપ મૌલા એ આ ૬ આયત ની માના (અર્થ) સમજાવ્યો.

રસુલુલ્લાહ ઇસ્લામ નું દીન કલેમતુસ – શહાદત પઢી ને કાયમ કર્યું  અને તોહીદ ની તરફ દાવત કીધી. જે ફક્ત જબાન સી કલેમતુસ – શહાદત પઢે, એના ખૂન અને માલ ને અમાન છે, પણ એહનો હિસાબ ખુદાના હાથમાં છે. પણ, જો કોઈ દિલ ની સચ્ચાઈ સી પઢે તો જન્નત માં દાખિલ થઇ ચૂકો. રસુલુલ્લાહ ને ખુદા નો હુકુમ થયો કે ઇસ્લામ માટે  લોગો સાથે જીહાદ કરે, મગર ઈમાન માં કોઈ જબરદસ્તી નથી. ઈમાન તો દિલ સી કબૂલ કરે તોજ સહી કેહવાય. મીસાક ભી દિલ સી આપે તોજ ગણાય છે.

જુમોઆ ના દિન નું મહત્વ બયાન કીધું, જુમોઆ ના દિન સલવાત પઢવાની અહમ્મિયત બયાન કીધી અને મુમિનીન વાસ્તે સીખામણો ફરમાવી. ઇસ્લામ અને શરીઅત ના હિસાબે જીંદગી ગુજારસે તો એહનો આખેરત નો તોશો થાતો જાશે અને હર અમલ માં સવાબ થતું જશે. આપ મૌલા યે ગયા વર્ષ ની અખબાર ની ઝીક્ર કીધી, જેમાં ફર્માયું કે ઘણા ગામો ના લોગો મીસાક આપી રહ્યા છે. આપ મૌલા એ ઈરાદો ફર્માયો કે ઈન્ટરનેટ ના માધ્યમ સી બેઠક ભી થાય, શરીઅત ના બાબત ના સવાલો અને જવાબો ભી ઈન્ટરનેટ પર મુકાઈ. આપ મૌલા યે ઘણી દુઆઓ ફરમાવી, સારા અખલાક (ચરીત્ર) અપનાવા વાસ્તે પ્રોત્સાહિત કીધા. એના પછી હમ્દ સલવાત અને ઈમામ હુસૈન ની શહાદત પર વઆઝ તમામ કીધી.