૯ મી મોહર્રમુલ હરામ ઈમામ હસન સ.અ. ની મજલીસ માં સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ મુમિનીન ને ખિતાબ કરીને ફરમાયુ કે એ હક્ક ની દાવત ને જવાબ ના દેનાર લોગો, પંજેતન ની મોહબ્બત ના કરનાર, અને હર ઝમાન માં એના વારીસ અઈમ્મત બરરત નસ્સ બ નસ્સ કાઈમ થતા રહે છે તાકે એકવીસ માં ઈમામ તૈયબ સ.અ. તશરીફ લાવે છે તો હવે દાવત તૈયેબીયાહ સી ઓળખાઈ છે, એમાં પંજેતન ની બરકત છે .

તૈયબ ઈમામ અ.સ. ના અદદ “૨૧” થાય છે, "ط" ફાતેમા નો છે, "ي" અલી નો છે, અને "ب" નબી નો છે, અને જે “ي” ઉપર તશ્દીદ છે તે શબર અને શુબૈર નો છે .

મોહબ્બત નું બયાન ફરમાયુ એમાં મૌલાનલ મિનઆમ ત.ઉ.શ. સૈયદના તાહેર સૈફુદ્દીન ની બૈત તિલાવત કીધી.

وجهت وجهي اليكم اٰل ياسينا * وما اتخذت سوٰى حبي لكم دينا

એ આલે યાસીન આપ સગલા ની તરફ મારો કિબલો છે, હમારું દીન શું છે કે આપ સગલાની મોહબ્બત.

ઈમામ બાકિર અ.સ. સાથે ઝિયાદ બિન અલ અસ્વદ ની ઝિકર તફસીર સી ફરમાવી. ઝિયાદ દૂર દરાઝ સી ઈમામ ની હઝરત માં ચલી ને આયા. આપના પગ ફાટી ગયા છે. એ દેખીને ઈમામ ના આંખ માં આંસુ આવી ગયા છે . ઈમામ ફરમાવે છે કે હલીદ દીનો ઈલ્લલ હુબ, નથી દીન મગર મોહબ્બત, ઈમામ એ મીસલ ત્રણ વાર ફર્માયું.

ઈમામ ની હઝરત માં જાવું તે હકીકી હજ છે . ઝાહેર માં હજ ના અરકાન છે એમાં બરકત છે, મગર એના મમસૂલ નો મકામ ઘણો બલંદ છે .

હજ માં ઇસ્તેતાઅતુસ સબીલ હોઈ તો હજ વાજિબ થાય છે . ઇસ્તેતાઅતુસ સબીલ ની માઅના ની ઝિકર કીધી.

ઈમામ હસન અ.સ. અને ઈમામ હુસૈન અ.સ. એ ચલતા ના હાલ માં પંદર વખ્ત હજ કીધી છે .

રસુલુલ્લાહ સ.અ. આપ ની ઉમ્મત ને નવાઝતા હુઆ ફરમાવે છે કે જે મુમિનીન જુમોઆ ની નમાઝ તરફ ચલીને જાઈ, તો તે મારી ઉમ્મત ના ફોકોરા ની હજ છે . મારેફત ના સાથે અમલ કરે તો એની હજ ગણાય છે અને એના અમલ નું એને સવાબ મળે છે . નહિ તો જે મિસલ ઈમામ અલી ઝૈનુલ આબેદીન અ.સ. એ ફરમાયુ કે ચીખ પુકારનાર ઘણા છે અને હજ કરનાર ઘણા કમ છે . ફરઝદક, જે શાયર હતા એ લિખે છે કે જો આ હજરે અસ્વદ ને ખબર પડે કે એને ચૂમવા કૌન આયુ છે, તો ઈમામ ના કદમો માં ગીરી જાઈ. હજરુલ અસ્વદ એક વજેહ માં દાઈ પર મસલ છે .

રસુલુલ્લાહ સ.અ. હજરુલ અસ્વદ ના પાસે ખડા રહીને હિન્દ ની તરફ દેખી ને ફરમાયુ  કે અજબ મારો શૌખ છે એ સગલાને દેખવાનો, એ સગલા મારા ભાઈઓ છે – આપ ની મુરાદ સતર ના દોઆતો ની છે.

સૈયદના અલી બિન મૌલા મોહમ્મદ બિન અલ વલીદ રી.અ. સૈયદના હાતિમ રી.અ. ની  શાન માં કસીદા માં કહે છે કે આપ મારા કાબા છો, જેની તરફ મુમિનીન મુતવજ્જેહ થઇ ને નમાઝ પઢે છે .

દાઈ ની હઝરત માં આવવું એમાં હજ નું સવાબ છે . એના મજરા માં ઝીકર ફરમાવી કે સૈયદના હેબતુલ્લાહ મોઅય્યદ ફિદદીન રી.અ.  ના ઘર માં શાદી હતી, તો સૈયદના અબ્દુતતૈયબ ઝકીયુદ્દીન રી.અ. એ ઇઝન ના કાગઝ માં એમ લખે છે કે તમે શાદી માં આવસો તો ત્રણ સવાબ થાસે. પહેલું દાઈ ના દિલ ને ખુશ કરસો. બીજું સૈયદના ઈબ્રાહીમ વજીહુદ્દીન ની ઝીયારત થાશે અને ત્રીજું દાઈ ની હઝરત માં આવવાનું સવાબ થાસે.

દાવત ના રુતબા માં આવ્યા પછી જે દોઆતો હજ વાસ્તે પધારા એની ઝિકર ફરમાવી. સૈયદના અબ્દુલકાદિર નજમુદ્દીન રી.અ. હજ વાસ્તે પધારા. તે ઝમાન માં સફર ઘની મુશ્કિલ હોઈ, તો આપ સૈયદી અબ્દેઅલી ઈમાદુદ્દીન સાહેબ પર નસ્સ કરીને પધારા હતા. સૈયદના બુરહાનુદ્દીન રી.અ. એ સૈયદના કુત્બુદ્દીન રી.અ. પર ૧૭ મી શાબાન ના દિન નસ્સ ફરમાવી અને ઇઝન ના આલા રુતબા માં કાઈમ ફરમાયા તે બાદ સૈયદના બુરહાનુદ્દીન રી.અ. પહેલી વાર હજ વાસ્તે પધારા તો રાતે સૈયદના કુત્બુદ્દીન ને યાદ ફરમાયા અને ફરમાયુ કે ભાઈ સગલું જાને છે, દાવત નો કારોબાર જાણે છે. મેં કહી ચૂકો છું કે મારા પછી ભાઈ ને દાવત ના રુતબા માં ખિદમત કરવાની છે .

મુખાલેફીન લોગો જૂઠ અને ખોરાફાત ની વાત કરે છે અને  લાલ કિતાબ બનાવીને બેઠા છે. સૈયદના કુત્બુદ્દીન રી.અ. લિસાનુદ સિદ્ક છે, સચ્ચાઈ ની ઝબાન છે .

અબૂઝર જેના વાસ્તે રસુલુલ્લાહ સ.અ. એ સચ્ચાઈ ની મોહર કીધી છે, યે બૈતુલ્લાહ ના પરદા પકડીને લોગો ને ખિતાબ કરે છે કે તમે સગલા જે ખુદા અને ખુદા ના રસૂલએ જેને આગળ કીધાં યાનિ અલી ને માન્યા હોતે, અલી ને દાવત સોંપી હોતે તો નબી ની ઉમ્મત ગુમરાહ ના થાતે.

જે વખત તૂફાન આવે છે મુશ્કિલ આવે છે ત્યારે પાની નું વેહેણ ઘણું હોઈ છે તેમાં ખેંચાઈ જવાઈ છે . જે સફીના માં સવાર થાય છે તે બચી જાઈ છે .

ઈમામ હસન ની મજલીસ માં ذرية بعضها من بعضની ઝિકર માં જે આરાબી એ એહરામ ની હાલત માં શાહમૃગ ના બેદા ખાઈ ગયો હતો એની કફારત ના બારા માં પૂછે છે અને એનો જવાબ ઈમામ હસન એ નાની ઉમર માં શાન સી જવાબ ફરમાયો એ ઝિકર ફરમાવી.

ઇનના અન્ઝલ્નાહો ની સૂરત ની બાકી તૌજીહ મૌલાનલ મિનઆમ એ બયાન ફરમાવી.

સતર ના દોઆતો ની શાન ઘની બલંદ છે .  રસુલુલ્લાહ સ.અ. ફરમાવે છે કે એ સગલાનો મકામ ફરિશ્તા કરતા ભી અફઝલ છે. બશરી કાલીબ માં ગોયા ફરિશ્તા છે . સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ફરમાવે છે કે અલ્લાહ ના મકામ માં ઈમામ છે, અને સફીનતુન નજાત ને ચલાવાનું દોઆતો ને ફરમાયુ છે . દાવતુલ હક્ક ના ધણી એહને બનાવ્યા છે .

મૌલાનલ મિનઆમ ત.ઉ.શ. એ દોઆતો ના નામ ની તસ્બીહ કરીને અને દોઆતો માં જે સગલા સફીના ના કપ્તાન તૂફાન માં શાન સી દાવત ને સંભાળી છે, તાવીલ અને હકીકત ના કિતાબો લખીને ઈમામ ઉઝ ઝમાન ના ફૈઝ ની બરકત સતર ના ઝમાન માં મુમિનીન ને પોહ્ચાવી રહ્યા છે એની તફસીર સી ઝિકર ફરમાવી.

મૌલાનલ મિનઆમ ત.ઉ.શ. મૌએઝત કરતા હુઆ ફરમાયુ  કે દુનિયા ની ઝીંદગી કઈ તરહ ગુઝારે.

રસુલુલ્લાહ સ.અ. જંગ સી પાછા ફરી રહ્યા હતા ત્યારે સગલાને ફરમાયુ લાકડાઓ જમે કરો. રેગીસ્તાન માં કઈ મિલે નહિ તો સગલા નાની નાની લાકડીઓ ઓ લાવ્યા, અને જમે કરતા એનો પહાડ થઇ ગયો. આપ ફરમાવે છે આ મીસલ હસનત સવાબ જમે થાય છે અને એજ મીસલ સય્યેઅત (ખતા). વરસ શરુ થાય છે ઈમામ હુસૈન ની ઝિકર અને માતમ સી તો એની સઆદત ઝ્યાદા થતી જાઈ છે . મુમિનીન ખુદા ની ખુશી હાંસિલ કરવાની કોશિશ કરો, તેમ ફરમાયુ.

મૌલાનલ મિનઆમ જોશ માં ફરમાયુ કે તમે ઈમામ હુસૈન પર રોસો તો મેં ઈમામ ઉઝ ઝમાન ને અરઝ કરીસ કે મેં તમારો જન્નત નો ઝામિન છું, અને ઘની દોઆઓ સી  મુમિનીન ને નવાઝા છે .

મૌલાનલ મિનઆમ તે બાદ હમ્દ અને સલવાત પઢીને, આકા હુસૈન ની શહાદત પઢી, અને ઈમામ હસન ની શહાદત પર વાઅઝ તમામ થઇ.