મોહર્રમુલ હરામ ની ૬ ઠી તારીખ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ મુમિનીન ને ખિતાબ કરીને એમ ફરમાયુ કે એ મોહમ્મદુલ મુસ્તફા સરવરે કાએનાત સૈયદલ અન્બીયા એ વલ મુરસલીન ની ઉમ્મત ખાસ્સા, મૌલાનલ મિનઆમ ત.ઉ.શ. એ રસુલુલ્લાહ સ.અ., અમીરુલ મુમિનીન સ.અ. ના મકામ ની મારેફત કરાવતા હુઆ આ ફરમાયુ કે બેવે મકામૈન ને હમશાન હમપલ્લા માને, કમ યા ઝ્યાદા નહિ.

રસુલુલ્લાહ સ.અ. નો અઝીમ મોઅજીઝો છે, આપના વાસ્તે ચાંદ અર્ધા થયા અને અમીરુલ મુમિનીન વાસ્તે સુરજ પાછા રદ થાય છે . આ સગલા મઆજીઝ હકીકત છે. હક ની વાત છે એમ ફરમાયુ.

રસુલુલ્લાહ સ.અ. જે હિદાયત દીધી એહના બદલા માં આપ કઈ અજર નથી માંગતા, એમાં કુરઆન મજીદ ની આયત છે  "قل لا اسئلكم اجرا الا المودة في القربى"મને તમારા નઝદીક થી કઈ અજર નથી જોઈતું , ઇલ્લા કે મારા કરાબત ની મોહબ્બત કરો. કરાબત કૌન છે કે અલી અને ફાતેમા, અને ફાતેમા ના ફર્ઝંદો અઈમ્મત તાહેરીન.

અમીરુલ મુમિનીન સ.અ. એ ભી વસીયત ફરમાવી કે રસુલુલ્લાહ એ જે અજર માંગુ એને બરાબર વફા કરજો. મોહબ્બત ફર્ઝ કીધી છે . અગર એની મોહબ્બત ના કરે તો ગોયા મોહમ્મદ સાથે ઝગડો કીધો કેહવાશે.

રસુલુલ્લાહ રેહમત મુશખ્ખસા ના સાહેબ છે અને આપના પછી અલી રેહમત ના વારીસ છે . ખુદા નું અદલ છે કે હે ઝમાન માં લોગો ને યે રેહમત મિલતી રહે, તો હર ઝમાન માં યે રેહમત ના ખમીરા ના વારીસ હોવા જ જોઈએ. એ કૌન કે ઈમામ ઉઝ ઝમાન, ઈમામ ઉઝ ઝમાન ની મોહબ્બત કીધી તો યકીન રાખજો કે રસુલુલ્લાહ ની મોહબ્બત કીધી અને દોઆત ની મોહબ્બત કીધી તો ઈમામ ઉઝ ઝમાન ની મોહબ્બત કીધી. દોઆત ના હાથ પર હિદાયત મિલે છે . ઈમામ ની મારેફત દોઆત ના સબબ થાય છે. સૈયદના અલી બિન મૌલા મોહમ્મદ બિન અલ વલીદ, સૈયદના હાતિમ ની શાન માં ફરમાવે છે કે"ولا نقول امام العصر مستتر * وانت يا رحمة الرحمن داعينا"હમે કેહ્તાજ નથી કે ઈમામ પરદા માં છે,  જ્યારે આપ રેહમત ઉર રેહમાન હમારા દાઈ મૌજૂદ છો.

આ આયત ની તૌજીહ બયાન ફરમાવી,

 "يا ايها النبي انا ارسلناك شاهدا ومبشرا ونذيرا وداعيا الى الله باذنه وسراجا منيرا".

આ આયત માં ૩ વુજૂહ ફરમાયા.

પેહલો વજેહ સૈયદના કાઝી અલ નોઅમાન ના બયાન માં સી અને બીજો સૈયદના તાહેર સૈફુદ્દીન કરે છે .

આ આયત માં ૫ સિફતો છે , શાહિદ, મુબશ્શીર, નઝીર, દાઈયન ઈલલ્લાહે બે ઇઝનેહી, અને સિરાજે મુનીર. આ ૫ સિફત અન્બીયા પર વસલ કીધી અને રસુલુલ્લાહ સાથે જોડીને કરી ને તફસીર સી ઝિકર ફરમાવી.

બીજા વજેહ માં સૈયદના તાહેર સૈફુદ્દીન ની તૌજીહ માં સી બરકત લઇ ને બયાન ફરમાયુ . આ ૫ સિફત ને પંજેતન સાથે વસલ કરી ને તફસીર સી ઝીકર ફરમાવી.

શાહિદ – રસુલુલ્લાહ, હુઝુરે આલી યે રસુલુલ્લાહ અને અન્બીયા ની મુખ્તસર માં ઝિકર ફરમાવી.

રસુલુલ્લાહ નું મેઅરાજ થયુ. આપ ને મૂસા નબી ચોથા આસમાન માં મિલા છે, અને નમાઝ ની તખ્ફીફ કીધી છે ૫૦ માં સી ૫ ફર્ઝ કીધા છે . આ બારા માં એક સવાલ બયાન કીધો કે નમાઝ ની ફરીઝત તો પેહલા સી ઉતરી ચુકી હતી અને મેઅરાજ તો પછી થઇ છે તો મેઅરાજ માં ૫૦ ફર્ઝ કેમ થાય. દાઈ ને ઇસ્તીન્બાત નો હક છે, આપ એ ઈમામ ઉઝ ઝમાન ની તાઈદ ની બરકત સી એનો જવાબ ફર્માયો.

મુબશ્શીર – મૌલાના અલી, એમાં હારીસ એ હમદાન ની ઝિકર કીધી અને એમાં જે શિયા વાસ્તે બીશારત છે એની ઝિકર ફરમાવી.

નઝીર – મૌલાતેના ફાતેમા. આપ મૌલાના અલી ના હુજ્જત થા. મૌલાના અલી નો હક સાબિત કરવાને આપ મુસ્લેમીન ની મજલીસ માં બુરખો ઓઢીને પધારા છે અને ઇન્ઝાર કીધો કે અગર આમ કારસો તો સખ્ત અઝાબ થાસે.

દાઈયન ઈલલ્લાહે બે ઇઝનેહી – ઈમામ હસન. આપ મોઆવિયા સાથે સુલેહ કીધી છે અને ઝાહેરી ખિલાફત સોંપી દીધી છે. આપ મદીના પધારીને દાવત કાઈમ કરે છે .

સિરાજે મુનીર – ઈમામ હુસૈન આપ ઇસલામ અને ઈમાન ના ચિરાગ છે. આપ એ દુશ્મન સાથે જીહાદ કીધી. આજ લગ ઈમામ  હુસૈન ની રોશની આલમ માં ફેલાએલી છે .

હુઝુરઆલા ત.ઉ.શ. એ ૫ નમાઝ ની ઝીકર કીધી. ૫ ઉલુલ અઝમ પર મસલ છે અને એના વખ્ત ૫ પંજેતન પર મસલ છે.

આપ મૌલા એ નમાઝ વાસ્તે ઘની તાકીદ કીધી. સુન્નત અને નાફેલત પઢવાની રગબત દીલાવી. ફર્ઝ માં કુસૂર થઇ તો સુન્નત અને નાફેલત સી એ તમામ થાય છે . નમાઝ ની એહેમ્મીયત ની ઝિકર ફરમાવી. નમાઝ ખુઝું અને ખુશું ના સાથે પઢે. તહારત નો ખ્યાલ રાખે.

ત્રીજો વજેહ સૈયદના કાઝી અલ નોઅમાન બયાન ફરમાવે છે .

શાહીદ – દૌર ના નાતિક યા હર ઝમાન ના ઈમામ.

મુબશ્શીર – વસી યા ઈમામ ઉઝ ઝમાન ના હુજ્જત ઉઝમા (આવતા ઈમામ )

નઝીર – હુજ્જત ઉન નહાર.

દાઈયન  ઈલલ્લાહે બે ઇઝનેહી – દાઈ અલ મુતલક

સિરાજે મુનીર – માઝૂન પર દલાલત છે.

મૌલાનલ મિનઆમ ત.ઉ.શ. એ સિરાજે મુનીર માં બાઝ માઝૂનીન ની શાનાત ની ઝિકર ફરમાવી.

મૌલાનલ ખત્તાબ, મૌલાનલ મોહમ્મદ બિન તાહેર - સતર ના શુરુ માં લોગો ના અકીદા મઝબૂત કરવામાં આપ સાહેબો એ ઘની કોશિશો કીધી. સૈયદના અલી બિન મૌલા મોહમ્મદ બિન અલ વલીદ ની ઝિકર આવે છે કે અરબા અલલ મલાએકત, તાજુલ અકાઈદ ના સાહેબ ફરમાવે છે કે માઝૂન હમેશા હક ની વાત કરે, ચાહે તે એના હક માં હોઈ યા એના ખિલાફ ની હોઈ.

સૈયદી હકીમુદ્દીન ના ઇખ્લાસ અને સીરત ની ઝિકર માં ફર્માયું કે આપ જુમોઆ ની રાત માં મુમિનીન ના મોહલ્લા માં જઈ ને એહવાલ પર નઝર ફરમાવતા અને કઝીયા ના ફૈસલા આપતા. ઇખ્લાસ એવું કે દાઈ ના મિસાલ આવે તો આપ ઉભા થઇ ને માથા પર મુકતા અને ચૂમતા. નમાઝ ની તાકીદ કરતા. સૈયદના બુરહાનુદ્દીન ના માઝૂન સૈયદના કુત્બુદ્દીન નો ભી ઇખ્લાસ એ  મીસલ હતો. હંમેશા દોઆ ના લંબા સજદા દેતા. બુરહાનુદ્દીન મૌલા ના પૈગામ આવે તો શુકુર નો સજદો બજાવે. દાઈ ના મિસાલ માથા પર મુકે અને ચૂમે અને ફર્ઝંદો ને ભી શુકુર નો સજદો કરાવે અને મિસાલ ચુમાવે.

મૌલાનલ મિનઆમ એ મુમિનીન ને બેહતર અખલાક ની શિખામણ આપી, હમેશા સાચું બોલે, કોઈ નું  બુરુ ના કરે, બુઝુર્ગો ની સીરત પર ચાલે.

તે બાદ હમ્દ અને સલવાત પઢીને ઈમામ હુસૈન સ.અ. ની શહાદત પઢી અને રસુલુલ્લાહ સ.અ. ની શહાદત પર વાઅઝ તમામ થઇ.