મોહર્રમુલ હરામ ની ૪ થી તારીખ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ઈબ્રાહીમ નબી સ.અ. ની મજલીસ માં રસુલુલ્લાહ સ.અ. ની હદીસ પઢી “અના વ અન્તા યા અલી દાવતો અબીના ઈબ્રાહીમ”, મેં અને તમે ભાઈ અલી અપના બાવા ઈબ્રાહીમ ની દાવત છું”, એમાં અજબ ભેદ સમાએલા છે. મુસ્તકરરીન અઈમ્મત નો સિલસિલો ઈબ્રાહીમ અને મોહમ્મદ ની નસ્લ માં અને હુસૈન ની નસ્લ માં બાવા પછી ફર્ઝંદ થયા કરસે. હક ના ઈમામ ની નિશાની શું કે એના બાવા ભી ઈમામ અને અને એના ફર્ઝંદ ભી ઈમામ હોઈ. આજે ઈમામ ઝમીન ની પીઠ પર હાઝીર અને મૌજૂદ છે. મૌઝે ઉસ સુજૂદ છે. એની દલીલ શું કે ગઈ કાલે દિન હતો, આજે દિન છે, અને અકલમંદ એમ જાને છે કે કાલે દિન આવશે. ઈમામ હતા, આજે છે અને કાલે આવશે.

ઈમામ સતર માં સિધારસે તો ભી ઇમામત નો સિલસિલો જારી રેહશે અને ઈમામ ની રઝા સી દોઆત નો સિલસિલો કાઈમ છે. યે દાઈ ની નિશાની શું છે કે એના પર નસ્સ થઇ હોઈ. ઈમામ ના ઇલ્હામ સી એક દાઈ બીજા દાઈ પર નસ્સ કરીનેજ વફાત થાય. યે હક્ક ના દાઈ ની નિશાની છે, અને તેથીજ એને દાઈલ્લાહ હિલ અમીન કહે છે, કેમ કે અમાનત અદા કરશે.

ઈમામ ના નઝદીક આપના શિયા ની શું કરામત છે એની ઝીકર ફરમાવી.

દાવત ની મજલીસ માં આવવાને મલાએકત ભી શોખ કરે છે, કેમ કે આલે મોહમ્મદ ની ઝિકર થાય છે. સૈયદના અલ કાઝી અલ નોઅમાન ફરમાવે છે કે અઈમ્મત ઝિકરુલ્લાહ છે, ખુદા ની ઝિકર છે.

કુરઆન માં આયત છે કે “અલા બે ઝીક્રીલ્લાહે તત્મઈનનુલ કુલુબ”. અઈમ્મત ની ઝિકર થી, આકા હુસૈન ની ઝિકર થી દિલો ને ઇત્મીનાન છે અને યે ગોયા કે ઈબાદત છે .

ઈબ્રાહીમ નબી સ.અ. ના ખતાનત ના બારામાં આમ્મત લોકો જે તફસીર કરે છે એની ઝિકર ફરમાવી અને ફરમાયુ કે યે સગલા લોગો ફક્ત ફળ ના છિલકા સી ખુશ થઇ જાઈ છે મગર જે  મુમિનીન નું હઝ છે એ નથી મિલતું, યે માના મૌલાનલ મિનઆમે બયાન કીધી

મૌલાનલ મિનઆમ એ ફર્માયું કે દાઈ ને ઇસ્તીમ્બાત નો હક્ક છે ઈમામ ઉઝ ઝમાન ના ઇલ્હામ સી અને તાઈદ સી ઇસ્તીમદાદ કરતા હુઆ મૌલાના મનનાન યે ‘અસ સલામ” ની સાત ફસલ (વુજુહાત) બયાન ફરમાવી. ઇલ્મ અને હિકમત ની અનહાર જારીયા કીધી. પહેલા ફરમાયુ કે ખુદા નું નામ ‘અસ સલામ’ છે. ખુદા નું નામ લઇ તો અમાન થઇ જાઈ. મુસલીમ મુમિનીન ની સિફત માં છે કે એના હાથ અને ઝબાન સી બીજાને અમાન હોઈ, યાની એના સી કોઈ બીજા ને તકલીફ ના પોહ્ન્ચે.

જન્નત ને ભી દારુસ સલામ કહેવાઈ છે કેમ  કે  એમાં કોઈ બીમારી તકલીફ કે મુસીબત નથી. મૌત સી સલામતી છે.

ઈબ્રાહીમ નબી સ.અ. નો ખુદા પર તવક્કુલ (ભરોસો) ની શાન નિરાળી છે, દુશ્મનો એ મંજનીક માં બેઠાવીને આગ માં નાખવાનો ઈરાદો કીધો. ખુદા એ ઈબ્રાહીમ પર આગ ને “બરદન વ સલામાન” કીધી. આગ બાગ બની ગઈ. સૈયદના કુત્બુદ્દીન યે જગહ માં પધારા હતા જહાં આગ ઠંડી થઇ. સૈયદના ફખરુદ્દીન એ ફરમાયુ કે સૈયદના કુત્બુદ્દીન ના ખુદા પર તવાક્કુલ ની શાન ભી નિરાલી હતી. આ મૌઝે માં પધારા અને પછી સૈયદના બુરહાનુદ્દીન રી. અ. ના વફાત ના પછી દુશ્મનો એ ફીતનત ની આગ ભડકાવી, મગર ખુદા આગ ને “બરદન વ સલામાન” કીધી. દારુસ સકીના ના બગીચા માં સુકુન અને ઇત્મીનાન થયુ.

હારીસે હમદાન ને અલી સ.અ. એ આગ માં થી સલામતી સી બચાયા. અલી ની વલાયત ના સબબ આગ સી સલામતી છે.

કુરઆને મજીદ ની આયત “વ કઝાલેકા જઅલનાકુમ ઉમ્મતન વસતા” પઢીને ફરમાયુ કે યે ઉમ્મત એ વસત અઈમ્મત તાહેરીન છે. એના તાબેઈન મુમિનીન વચગાળે ઝીંદગી ગુઝારે. હક ના  હુદાત દુનિયા માં અપને ઝીંદગી કઈ તરહ ગુઝારવી જોઈએ એ સિખાવે છે. હર ઉમૂર માં બેહતર છે કે વચગાળે ચાલે અને સંતુલન રાખે. મસલન  જમણ જમે તો થોડી ભૂખ બાકી હોઈ તો બસ કરે. “કુમ વ અંતા તશતહી” અમીરુલ મુમિનીન એ ફર્માયું. વ્યાપાર માં ભી એટલા મશગૂલ ના થઇ જાઈ કે પાણી પીવાની ભી ફુરસદ ન હોઈ, નમાઝ પઢવાનો  વખ્ત ન હોઈ, થોડું કરે પણ એ અમલ હંમેશા કરવાની આદતમાં રાખે. “કલીલુન તદુમો અલયહે ખઈરુન મિન કસીર તમુલ્લો અનહો” વખત ઝાએ ન કરે, ટી.વી. માં કલાકો નિકાલી કાઢે તેમ નહિ. હાં રાહત લેવી ભી ઝરૂરી છે. સગલું વચગાળે. વખ્ત ના તીન હિસ્સા કરે. એક ખુદા ની ઈબાદત વાસ્તે, એક હલાલ ની રોઝી તલબ કરવા વાસ્તે અને એક હલાલ ની લઝઝત વાસ્તે. એહલો યાલ સાથે વખ્ત ગુઝારે.

રસુલુલ્લાહ સ.અ. ફરમાવે છે કે  ઇસલામ ની સુન્નત છે કે અવાઝ થી સલામ પઢે, “અફશૂસ સલામ”. જમણ જમાડે, “વ અતએમુત તઆમ”  અને સગા સંબંધી સાથે સિલત (મેળ-મિલાપ) રાખે, જે કરવાથી ઉમર વધે છે, “વ સલ્લુર અરહામ”. કતિયત  (અબોલા) કરવાથી થી ઉમર ઘટે છે. લોગો ચાહે સૂતા હોઈ, તમે નમાઝ પઢો, “વ સલ્લુન વન નાસ એ નિયામ” સતર માં દાવત ની ખિદમત કરો, તમારી કદર ઝ્યાદા થશે, તમે જન્નત માં દાખલ થઇ જાસો અમાન ના સાથે. “તદખુલુલ જન્નતા બે સલામ”.  મલાએકત તમારા પર સલામ પઢસે.

આકા હુસૈન ના દાઈ એ મૌલાના અબ્બાસ અલમદાર અ.સ. ની પુરદર્દ શહાદત પઢી, અને ઈમામ હુસૈન સ.અ. ની શહાદત પર વાઅઝ તમામ થઇ.