ગદીરે ખુમ ના દિન રસુલુલ્લાહ સ.અ. યે આખરી રિસાલત પહોંચાવી. આપ ના વસી મૌલાના અલી અ.સ. ની વલાયત ને ફર્ઝ કીધી. અપને ખુદા નો હમ્દ અને શુકર કરીએ કે ૧૪૦૦ વરસ બાદ  અપને વો લોગો થકી છે કે જે યે ગદીર નો એહેદ વફા કીધો છે. વલાયત ના ફરીઝત પર સાબિત છે. રસુલુલ્લાહ યે અમીરુલ મુમિનીન પર જે નસ્સ ફરમાવી યે મોહમ્મદ અને અલી ના ફરઝંદો અઈમ્મત તાહેરીન માં યે નસ્સ નો સિલસિલો જારીયા છે. ઈમામ ના સતર માં યે નસ્સ નો સિલસિલો દોઆત મુતલકીન માં જારીયા છે. આમીર ઈમામ યે પેહલા દાઈ, સૈયદના ઝોએબ ને મૌલાતુના હુર્રતુલ મલેકા ના હાથ પર કાઈમ કીધા, અને હર દાઈ આપ ના મન્સૂસ ને ઈમામ ઉઝ ઝમાન ના ઇલ્હામ સી કાઈમ કરે છે.

ઈદ-એ-ગદીરે ખુમ ના દિન નું અમલ:

  • ગદીરે ખુમ ના દિન મુમિનીન રોઝુ કરે. આ રોઝુ કરવું વાજિબ છે. કોઈ સફર પર હોઈ તો પછી વાલી દઈ.
  • ઝવાલ ના વખ્ત (ઝોહર અને અસર ની નમાઝ પઢવા ના પેહલા) મુમિનીન ૨ રકઅત શુક્રન લિલ્લાહ ની નમાઝ પઢે અને દોઆ પઢે (PDF વાસ્તે યહાં ક્લિક કરો)
  • દોઆ પઢા પછી મુમિનીન વસીલા મુબારકા સુને 
  • મુમિનીન સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના કસીદા “اليوم عيد غدير خم” પઢે (ઓડીઓ રેકોર્ડીંગ વાસ્તે યહાં ક્લિક કરો)
  • મુમિનીન શેહ્ઝાદા ડો. અબ્દેઅલી ભાઈસાહેબ સૈફુદ્દીન ની વાઅઝ ની રેકોર્ડીંગ સુને
  • જે મુમીન ગદીરે ખુમ ના દિન આ સગલું અમલ ન કરી શકે – બીમારી ના સબબ યા મુમેનાત ને નમાઝ ના પઢવાની હોઈ એના સબબ – તો કોઈ બીજા દિન રોઝું અને નમાઝ વાલે