આપના ના નાસ ની ઇકતેદા કરતા હુઆ સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. એ ૧૪૩૬ હિ. માં ફસલ ફરમાવ્યું કે ૫૨ માં દાઈ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ના ઉર્સ મુબારક ની મજલીસ ૧૪મી, ૧૫મી અને ૧૬મી રબીઉલ અવ્વલ તીન દિન વાસ્તે અકદ કરવામાં આવે. સૈયદના કુત્બુદ્દીન રી.અ. એ તારીખી નામ "تبركات أيام العرس" ફસલ ફરમાવ્યું. એ તારીખી નામ ના અદદ ૧૪૩૬ છે કે જે વરસ માં સૈયદના બુરહાનુદ્દીન નો પહેલો ઉર્સ હતો.

૧૪મી, ૧૫મી અને ૧૬મી રાતે દારુસ સકીના મુંબઈ માં મગરીબ અને ઈશા ની નમાઝ બાદ, સૈયદના બુરહાનુદ્દીન રી.અ. ના ઉર્સ ની મજલીસ અકદ થાસે (જુમેરાત ની રાત - ૨૧ મી નવેમ્બર, જુમોઆ ની રાત – ૨૨ મી નવેમ્બર, શનિવાર ની રાત – ૨૩ મી નવેમ્બર) ઉર્સ ની મજલીસ બાદ સલવાત નું જમણ થાસે.

ઉર્સ મુબારક ના દિન સાંજે, સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. ઉર્સ મુબારક ની મજલીસ અકદ ફરમાવશે જેમાં સૈયદના હાતિમ રી.અ., સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. અને સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ની નિયત પર દરીસ ની તિલાવત થાસે.

આ તીને રાત, મુમિનીન સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ની નિયત પર ખતમુલ કુરઆન ની તિલાવત કરે અને આ મિસલ અમલ કરે:

૧૪ મી રાત નું અમલ:

 • ખતમુલ કુરઆન ની તિલાવત કરે
 • સૈયદના તાહેર સૈફુદ્દીન ના કસીદા મુબારક, "برهان دين الله اصبح باهرا" ની તિલાવત કરે, જે કસીદા માં આકા તાહેર યે સૈયદના બુરહાનુદ્દીન ની ઝિકર ફરમાવી છે
 • નીચે ના લીસ્ટ માં સી એક મરસીયા ની તિલાવત કરે
 • ઈમામ હુસૈન સ.અ. ના નોહા પઢે
 • મદેહ પઢે

૧૫ મી રાત નું અમલ:

 • ખતમુલ કુરઆન ની તિલાવત કરે
 • સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન ના કસીદા "يا آل طه الرضى انواركم لامعة" ની તિલાવત કરે
 • નીચે ના લીસ્ટ માં સી એક મરસીયા ની તિલાવત કરે
 • ઈમામ હુસૈન સ.અ. ના નોહા પઢે
 • મદેહ પઢે

૧૬ મી રાત નું અમલ:

 • મગરિબ ઇશા ના બાદ તવસ્સુલ ની નમાઝ પઢે (નિયત વેબસાઈટ પર છે યહાં ક્લિક કરો)
 • ખતમુલ કુરઆન ની તિલાવત કરે
 • સદકલ્લાહ ની દોઆ પઢે
 • દરીસ
  • દરીસ માં સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. એ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ની શાન માં જે કસીદા લિખા છે "عليك سلام الله برهان ديننا" એહની તિલાવત કરે (અંગ્રેઝી તરજુમો અને ઓડીઓ વેબસાઈટ પર છે)
  • સૈયદના બુરહાનુદ્દીન ના વફાત ના નઝદીક સૈયદના તાહેર ફખરુદ્દીન યે જે મરસીયા લિખા એહની તિલાવત કરે  “اجفت عيوني عند خطب النوائب” (અંગ્રેઝી તરજુમો અને ઓડીઓ વેબસાઈટ પર છે)
  • દરીસ માં યાકૂતત ઉલ દાવતિલ હક્ક શેહ્ઝાદી ડો. બઝત તાહેરા બાઈસાહેબા ના દાવત ની ઝબાન માં લિખા સલામ ની તિલાવત કરે