૫૪ માં દાઈ અલ મુતલક સૈયદના તાહેર ફખરુદ્દીન

હીઝ હોલીનેસ સૈયદના તાહેર ફખરુદ્દીન સાહેબ ૫૩ માં દાઈ સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના મનસૂસ (વારિસ) છે; અને આપ ૫૪ માં દાઈ છે. દાઉદી બોહરા કૌમ ના અકીદા (માન્યતા) મુજબ ઈમામ ના સતર ના ઝમાન માં, ઈમામ એ પોતાની પૂરી સત્તા આપના દાઈ ને સોંપી છે.

અલ દાઈ અલ અજલ અલ ફાતેમી સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. અપના પ્યારા - અપને જે મૌલા ને હમેશાં યાદ કરીએ છે, યે મુકદ્દસ મૌલાના સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના વારિસ છે, દાઉદી બોહરા કૌમ ના ૫૪ માં દાઈ છે. ઈમામ મોઈઝ સ.અ. એ સૈયદના કાઝી અલ નૌમાન ને જેમ ફરમાયું કે “ એક મૌલા વફાત થયા છે, અને એક મૌલા બાકી છે” (મૌલાકા મદા વ-મૌલાકા બકેયા). 

અલ દાઈ અલ અજલ અલ ફાતેમી સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. અપના પ્યારા - અપને જે મૌલા ને હમેશાં યાદ કરીએ છે, યે મુકદ્દસ મૌલાના સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના વારિસ છે, દાઉદી બોહરા કૌમ ના ૫૪ માં દાઈ છે. ઈમામ મોઈઝ સ.અ. એ સૈયદના કાઝી અલ નૌમાન ને જેમ ફરમાયું કે “ એક મૌલા વફાત થયા છે, અને એક મૌલા બાકી છે” (મૌલાકા મદા વ-મૌલાકા બકેયા).

આ સાલ ૨૭ મી મોહર્રમ, સૈયદી ફખરુદ્દીન શહીદ રી.અ. ના ઉર્સ મુબારક ના દિને. પોકોનોસ શેહેર, અમેરિકા માં સૈયદના કુત્બુદ્દીન યે નસ્સ ફરમાવી ને સૈયદના તાહેર ને આપ ના મનસૂસ કાઈમ ફરમાયા અને લકબ ફખરુદ્દીન ઈનાયત ફર્માયું. મૌલાના કુત્બુદ્દીન યે શાહીદો (નસ્સ ના સાક્ષીઓ) ને નસ્સ ને ખાનગી રાખવા ફર્માયું અને પોતાના હાથ મુબારક સી લખેલી નસ્સ ની વસિયત ના કાગઝ ની અમાનત સોંપી.

તરબીયત સૈયદના બુરહાનુદ્દીન અને સૈયદના કુત્બુદ્દીન યે કીધી

સૈયદના કુત્બુદ્દીન ના સૌથી મોટા શેહ્ઝાદા, મૌલાના તાહેર ની વિલાદત (જન્મ) મુંબઈ માં ૨૬ મી રબી ઉલ આખર ૧૩૮૮ હિ. (૨૧ જુલાઈ, ૧૯૬૮) ના રોજ ૫૨ માં દાઈ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન ના અસરે મૈમૂન (ઝમાન) માં થઇ. સૈયદના બુરહાનુદ્દીન એ આપને આપ ના જદ (દાદાજી સાહેબ) સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. નું મુબારક નામ ઈનાયત ફર્માયું. સૈયદના બુરહાનુદ્દીન યે આપ ને ઘની દોઆઓ અને શરફ થી નવાઝા અને હદ્દીયત નું શરફ ભી બખ્શું. મૌલાના તાહેર ને પોતાના બચપણ માં અને નૌજવાની માં મૌલાના બુરહાનુદ્દીન ના નઝદીક સબક પઢવું નસીબ થયુ. મૌલાના કુત્બુદ્દીન યે આપને બે ઝાતિશ શરીફા આલે મોહમ્મદ ના ઇલ્મ પઢાયા માં અને દાવત ના ઉમૂર અને સિયાસત માં માહિર કીધા. મૌલાના તાહેર યે મિસર માં રહીને અરબી ઝબાન અને કુરઆને મજીદ ના હિફ્ઝ અને તિલાવત ની તાલીમ હાંસિલ કીધી.

દુન્યવી તાલીમ

મૌલાના તાહેર યે દુન્યવી તાલીમ માં ભી મહારત હાંસિલ કીધી છે, આપ યે અરબીક લીટરેચર (સાહિત્ય) માં લંડન યુનીવર્સીટી – સ્કૂલ ઓફ ઓરિયેન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડીઝ (SOAS) માં એમ.એ. (M.A.) ની ડીગ્રી હાંસિલ કીધી છે અને તે પેહલા મુંબઈ યુનીવર્સીટી માં અરબીક લીટરેચર માં આપ યે પેહલા ક્રમે પાસ થઇ B.A ની ડીગ્રી હાંસિલ કીધી છે.

વ્યાપાર માં મહારત

સૈયદના ઈસ્માઈલ બદરુદ્દીન બાવા રી.અ. – જે મૌલાના ઉર્સ મુબારક ના દિન આ સાલ સૈયદના કુત્બુદ્દીન વફાત થયા અને મૌલાના તાહેર દાઈ ના રુતબા માં કાઈમ થયા – આપ મૌલાના ના મીસલ મૌલાના તાહેર ભી વ્યાપાર માં બાહોશ છે ખાસસતન ખેતી (કૃષિ વિજ્ઞાન) તેમજ ફાયનાન્સ (નાણાકીય બાબતો) માં આપને મહારત હાંસિલ છે.

સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન ના ઝમાન માં ખિદમત ની ઝિકર

સૈયદના ફખરુદ્દીન એ સૈયદના બુરહાનુદ્દીન અને આપના મનસૂસ અને માઝુન સૈયદના કુત્બુદ્દીન ની ઘણા નશાત સી ખિદમત બજાવી છે.

આપ એ અશરાહ ની પેહલી વાઅઝ ૨૦ વરસ ની નાની ઉમર માં થાના માં ફરમાવી, ત્યારે ફક્ત ૩ દિન પેહલા એકાએક આપ ને ફરમાન થયુ હતું. સૈયદના બુરહાનુદ્દીન મૌલા એ આપ ને મોહર્રમ ના ૩ દિન પેહલા પૂછું કે શું વાઅઝ કરવા ની તૈયારી છે, તો સૈયદના ફખરુદ્દીન એ અરઝ કીધી કે અગર મૌલા નું ફરમાન છે તો તૈયારી કરી લઈશ. સૈયદના ફખરુદ્દીન એ મોહમ્મદીયાહ, ઉજૈન અને રાજકોટ  માં ભી વાઅઝો ફરમાવી. સૈયદના બુરહાનુદ્દીન ના ૧૦૦ મી સાલગિરાહ ના સાલ માં સૈયદના ફખરુદ્દીન એ કરબલા મોઅલ્લા માં વાઅઝ ફરમાવી.

મુંબઈ ના ભીંડી બઝાર ઇલાકા માં, કૌમી ફસાદ દરમ્યાન સૈયદના બુરહાનુદ્દીન આકા ખુદ ની ઝાત મુબારક પર હુમલો થયો તે વક્ત આપ એ અજબ હિંમત બતાવીને બુરહાનુદ્દીન મૌલા ની હિફાઝત વાસ્તે આગળ થયા. સખ્ત હુમલા થી મુમિનીન સ્તબ્ધ થઇ ગયા હતા, હુમલા થી કેમ બચાવ કરવો સમજાતું નહોતું, પછી સૈયદના ફખરુદ્દીન ના સાથ થયા અને સૈયદના બુરહાનુદ્દીન પર હમલો નાકામ થયો.

સૈયદના તાહેર ફખરુદ્દીન એ સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન ની, જયારે આપ બુરહાનુદ્દીન મૌલાના માઝુન અને મનસૂસ હતા, તે અર્સા માં, ૧૪ વરસ ની નાની ઉંમર થી આપ ની ખિદમત કરતા આવ્યા અને ૧૮ વરસ ની ઉંમર માં તો આપ એ માઝૂન-એ-દાવત ની ઓફીસની હર એક કારોબારી જવાબદારી સંભાળી લીધી હતી., જેમ કે કિતાબો ની ખિદમત (વાઅઝ અને બયાન ની તૈયારી), દીની સંસ્થાઓ ની રચના અને દેખ રેખ ની ખિદમત, મુમિનીન સાથે મુલાકાત ની, બેઠક ની અને અન્ય પ્રોગ્રામો ના ઇન્તેઝામ ની ખિદમત કીધી. સૈયદના કુત્બુદ્દીન ભી પોતાની હઝરત માં અરઝીઓ લઈને આવનાર મુમિનીન ને સૈયદના ફખરુદ્દીન પાસે સલાહ મશવરહ કરવા મોકલતા અને સૈયદના ફખરુદ્દીન મુમિનીન ને શાદી, વેપાર અર્થે સલાહ, લોગો ના વાદ-વિવાદ માં મધ્યસ્થી કરી સુલેહ-સંપ કરાવતા. સૈયદના તાહેર એ આ મિસલ આપ ની ૩૦ વરસ ની ખિદમત દરમ્યાન હઝારો મુમિનીન ની હાજત રવાઈ કરી છે અને અનેક લોગો ની મુશ્કેલીઓ દૂર કરી ઘણી ઝીંદગીઓ ને સંવારી છે.  આ સગલું એવા મુશ્કિલ હાલાત માં અંજામ દીધું જ્યારે બુરહાનુદ્દીન મૌલા ના માઝૂન પર ખુદ ના જ સગા-સંબંધીઓ તરહ તરહ ના કલામ કરતા. કિતનાક મૌકે એવા ભી આયા કે જયારે સૈયદના કુત્બુદ્દીન પર કિસમ કિસમ ના હમલા થયા, ક્યારેક તો ખુદ આપ ની ઝાત મુબારક પર જિસ્માની (શારીરિક) હમલાઓ થયા, તેવા મૌકાઓ પર સૈયદના ફખરુદ્દીન એ જાંફેશાની સી આપ ની ખિદમત કીધી.

સૈયદના કુત્બુદ્દીન ના ઝમાન માં ખિદમત ની ઝિકર                            

સૈયદના બુરહાનુદ્દીન રી.અ. ના વફાત ના બાદ, બે વરસ થી મૌલાના તાહેર એ સૈયદના કુત્બુદ્દીન ની ફાતેમી દાવત નો યુનાઈટેડ સ્ટેટ્સ માં નિઝામ સંભાળો છે, અને બેકર્સફીલ્ડ, કેલીફોર્નિયા માં આપ ના મકાન માં ઇમામત સી નમાઝ અને દાવત ની મજલીસો અક્દ ફરમાવે છે જે તમામ આલમ માં યુ-ટ્યુબ મારફત રીલે થાય છે. આ બંને સાલ માં મોહર્રમ માં વાઅઝો ભી ઓન-લાઈન રીલે કરવામાં આવી અને હઝારો મુમિનીન એ મૌલાના તાહેર ની વાઅઝ સુની ને આપ ના બયાન માં ઝીકરે ઈમામ હુસૈન સ.અ. ની બરકાત લીધી અને આલે મોહમ્મદ સ.અ. નું ઇલ્મ હાંસિલ કીધું.

અલ્લાહ  તઆલા સૈયદના કુત્બુદ્દીન રી.અ. ને પંજેતન પાક અને અઈમ્મત ફાતેમીયીન સ.અ. ના સાયા માં જન્નાત ઉન નઈમ માં વસાવે, દોઆત મુતલકીન ની સફફ માં, સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. અને સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ના શફીક સાયા માં વસાવે. ખુદા તઆલા સૈયદના કુત્બુદ્દીન ને ઈમામ ઉઝ ઝમાન ની દાવત અને એના અદના ગુલામો તરફસી અફઝલુલ જઝા અતા ફરમાવે.

અલ્લાહ તઆલા મૌલાના તાહેર ને, અને સૈયદના કુત્બુદ્દીન ને ઝીંદગી ના હર પલ યાદ કરનાર હમ અદના ગુલામો ને સબરે જમીલ અતા ફરમાવે.

અલ્લાહ તઆલા સૈયદના તાહેર ફખરુદ્દીન ની ઉંમરે શરીફ ને તા રોઝે કયામત દરાઝ કરે, અને ઈમામ ઉઝ ઝમાન ની ખિદમત ના ખાતિર કુવ્વત અતા કરે. અલ્લાહ તઆલા સૈયદના કુત્બુદ્દીન ને આપ ના મનસૂસ અને પ્યારા શેહ્ઝાદા માં કુરરત ઉલ ઐન (આંખો ની ઠંડક) અતા કરે.