بسم الله الرحمن الرحيم

وَإِذْ جَعَلْنَا الْبَيْتَ مَثَابَةً لِّلنَّاسِ وَأَمْنًا

અને હમે આ ઘર ને - કાબતુલ્લાહ ને - લોગો વાસ્તે આસરો લેવાની જગ્યા અને અમાન ની જગ્યા બનાવી

(સુરતુલ બકરા : ૧૨૫)

આ લેખ અસસૈયદુલ અજલ શેહઝાદા ડૉ. અઝીઝ ભાઈસાહેબ કુત્બુદ્દીન એ ૨૦૧૪ માં લખો છે.

ઉપર ની આયત માં ખુદા તઆલા ફરમાવે છે કે અલ્લાહ તઆલા એ કાબા ને ઈબાદત કરવાની જગ્યા અને આસરો લેવાની જગ્યા બનાવી છે. ઈબાદત કરતી વખતે તમામ મુસ્લેમીન નો તવજ્જોહ કાબા ની તરફ હોઈ છે. અને કાબા ના હરમ માં ખૂન રેઝી સી અમાન છે - એના વાસ્તે મસ્જિદે હરામ કેહવાઈ છે. જહાં ખૂન રેઝી હરામ છે.

જે સગલા ને હજ યા ઉમરા કરવાને મક્કા મુકર્રમા જાવું નસીબ થયું છે એ સગલા જાને છે કે બૈતુલ્લાહ ની અઝમત અને હેબત અલફાઝ માં સમાવુ મુશ્કિલ છે. આ દુનિયા માં બૈતુલ્લાહ ના સામને ખડા રેહવા સી એમ લાગે છે કે ખુદા તઆલા ના સામને ખડા છું. ખુદા તઆલા આપણે નઝદીક માં હજ અને ઉમરા કરવાનું શરફ અતા કરે. અને એના સાથે રસુલુલ્લાહ સ.અ.વ. ની ઝિયારત મદીના મુનવ્વરા માં નસીબ કરે.

એક અઝીમુશ શાન કસીદા માં સૈયદનલ મોઐયદુશ શીરાઝી રી.અ., ઇમામ મુસ્તનસિર બિલ્લાહ અ.સ. ના બાબુલ અબવાબ ફરમાવે છે:

શું વો કાબા ની હુરમત ઝિયાદા છે કે જે પથ્થર સી બનેલા છે કે આપણા હાદી મોહમ્મદુલ મુસ્તફા જે એ કાબા ને બનાયા?

સૈયદનલ મોઐયદ આપની એક મજલિસ માં બયાન ફરમાવે છે કે જે મિસલ ખુદા તઆલા એ એક જિસ્માની કાબા ને પથ્થર સી બનાયા જે જિસમ માં કિબ્લા છે એજ મિસલ ખુદા તઆલા હર ઝમાન માં એક ઇમામ ને કાયમ કરે છે કે જેના ઉપર કાબા દલાલત કરે છે, જે ઇમામ આપણા જાનો ના કિબ્લા છે.

ઇમામુઝ ઝમાન અને આપના સતર માં દાઈ અલ મુત્લક હકીકતન કાબા છે. જે મિસલ આપણા જિસમ સી ઈબાદત કરતી વખત આપણે કાબા ની તરફ તવજ્જોહ કરીયે છે એજ મિસલ આપણા નુફૂસ સી ઇમામ અને દાઈ ની તરફ તવજ્જોહ કરીયે.

જે મિસલ કાબા જિસ્માની હુમલાઓ અને ખૂન રેઝી સી અમાન અને આસરો લેવાની જગ્યા છે એજ મિસલ ઇમામુઝ ઝમાન ની દાવત આપણા નુફૂસ વાસ્તે આ દુનિયા ની મુસીબતો સી અમાન છે.

જે મિસલ હજ હર મુસ્લિમ મુમિન પર ઇસ્તિતાઅત હોઈ તો વાજિબ છે એજ મિસલ હર મુમિન પર વાજિબ છે કે સાહેબુઝ ઝમાન - ઇમામ અને દાઈ - ની તરફ કસ્દ કરે. ઇમામ અને દાઈ ની તરફ આપણા નુફૂસ સી તવજ્જોહ કરવાની માઅના એ છે કે એ જે રસ્તો બતાવે છે એના પર આપણે ચાલીએ, બેહતર ઇન્સાન બનવાની કોશિશ કરીયે, જે કરવા સી આપણે મલાએકત સી લાહિક થાનાર છે.

હજારો મુસ્લેમીન અરફા અને જબલુર રેહમત પર ૯ મી ઝિલ હિજ્જતિલ હરામ, અરફા ના દિન જમે થાઈ છે તો આપણે ખુદા તઆલા નો શુકુર કરીયે કે આજે આપણે મારેફત ના અરફા પર ખડા છે. ઇમામુઝ ઝમાન ની મારેફત અને એના દાઈ ની મારેફત. અરફા ના દિન સગલા હાજીઓ એહરામ ના કપડા માં ખડા રહે છે. ગોયા કયામત ના દિન ખુદા તઆલા ના સામને કફન માં પોતાના અમલો લઈને ખડા હોઈ એ મિસલ મંઝર હોઈ છે. આ મીકાત એમ યાદ અપાવે છે કે એક દિન આપણે ખુદા તઆલા ના સામને ખડા  રહેશુ. આપણે યાદ કરીયે કે એ દિન આપણે સગલા દેખશું અને તૈયારી કરીયે કે જ્યારે આપણે દુનિયા સી જઈએ તો આપણે ખુદા તઆલા ના સામને ખડા રહેવાના લાયક હોઈએ.

સૈયદનલ મોઐયદ અરફા ના દિન ની દોઆ માં ફરમાવે છે:

આ ઘડી માં તારા સામને હાજીઓ અરફા પર ખડા છે. દુનિયા ના હર કોના સી અલગ ઝબાન અને રંગ ના લોગો આયા છે. વિખરાયેલા, ધૂળ વાલા સગલા તારા દર પર આયા છે. એ મંઝર એવો છે કે ગોયા કયામત ના દિન કફન પેહની ને ખડા હોઈ અને તારા નઝદીક દોઆ કરે છે તારી ખશિયત માં, અને દીન અને દુનિયા ની ઉમીદ રાખીને, અને તારી રેહમત ની ઉમીદ રાખે છે એ અરહમર રાહેમીન. એ અલ્લાહ - હમે તારા ગુલામો છે અને હમે જિસમ સી અરફા સી દૂર છે મગર હમારા નુફૂસ અને અકીદા સી હાજર છે.

તૂ મોહમ્મદ અને આલે મોહમ્મદ પર સલવાત પઢજે અને જે રેહમત ની નઝર સી તૂ અરફા પર ખડા  રેહનાર ને દેખે છે એજ નઝર સી તું હમારી તરફ દેખજે.