ફાતેમી દાવત ના યુ-ટ્યુબ ચેનલ  youtube channel પર શેહ્ઝાદા ડોક્ટર હુસેન ભાઈસાહેબ બુરહાનુદ્દીન ની કુરાન મજીદ ની સીરીઝ નું પેહલું ફસલ (chapter) પૈશ કરીએ છે. આ કુરાન મજીદ ની સીરીઝ માં શેહ્ઝાદા હુસેન ભાઈસાહેબ ઘણા મીઠા અંદાઝ માં કુરાન મજીદ ની આયતો ની તિલાવત કરે છે, અને યે તિલાવત ના સાથે અવલિયા ઉલ્લાહ અને અપના હુદાત કિરામ ના બયાનો ને સનદ લઈને સમજાવે છે કે કુરઆન ની આયતો ની સહીહ મઆની સમજવું કિતનું ઝરૂરી છે.

શેહ્ઝાદા હુસેન બહિસાહેબ હાફીઝુલ કુરઆન છે, અને સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ની રઝા અને દોઆ સી આપ ઘણા વરસ વાસ્તે મિસર માં રહ્યા છે. જહાં આપ ઘણા મશહૂર કુર્રાઅ ના પાસે કુરાન ની તિલાવત, તરતીલ અને તજવીદ સીખા છે.

આપ ને ઘની યુનીવર્સીટી અને બીસરા ફંકશનો માં, મસલન લંડન યુનીવર્સીટી ની મશહૂર અને માઅરૂફ કુરઆન મજીદ ના મોતમર માં કુરઆન મજીદ ની તિલાવત કરવા વાસ્તે ઇઝન પૈશ કીધું છે. આપ જિવારે મિસર માં સ્કૂલ માં હતા, તો સૈયદના બુરહાનુદ્દીન રી.અ. અને સૈયદના કુત્બુદ્દિન રી.અ. ની દોઆ મુબારક સી આપ મિસર ની તમામ સ્કૂલોના તિલાવત ના કોમ્પીટીશન માં જીતી ગયા. આપ સૈયદના બુરહાનુદ્દીન રી.અ. અને સૈયદના કુત્બુદ્દિન રી.અ. ના પાસે સબકો માં કુરઆન મજીદ ની મઆની પઢા છે. બેવે મૌલા ની રઝા અને દોઆ સી આપ કેમ્બ્રિજ યુનીવર્સીટી સી કુરાન મજીદ અને ફતેમી ઇમામો ની કુરાન ની તફસીર પર ડોકટોરેટ (PhD) ની ડીગ્રી હાસિલ કીધી. આ મુકદ્દમાં ના વિડીઓ માં, શેહ્ઝાદા હુસેન ભાઈસાહેબ કુરાન ના હલકાત માં જે ફકરાહ છે, અને યે સીરીઝ શું હાંસિલ કરવાની કોશિશ કરે છે, એહને વાઝેહ કરે છે. પેહલા કુરઆન ની એહેમ્મીયત ને આપ વાઝેહ કરે છે.

આપ ઝિકર કરે છે કે ખુદા તઆલા કુરાન મજીદ માં ફરમાવે છે કે હર ચીઝ ની ઝિકર કુરાન માં છે

(ولا رطب ولا يابس الا في كتاب مبين) કુરાન મજીદ હર ઝમાન વાસ્તે છે. એમ નહીં કે ફક્ત રસુલુલ્લાહ સ.અ. ના ઝમાન વાસ્તે, તો યે હર ઝમાન વાસ્તે કેમ કે કુરાન ની એક એક આયત ની ઝાહિર લફ્ઝી મઆની તો છે મગર એહના સાથે ઘનું ગેહરુ તાવીલ છે.

હસેન ભાઈસાહેબ બયાન કરે છે કે કુરાન ની કિતનીક આયતો માં ઝાહેર અને તાવીલ ની મઆની હોઈ છે, કિતનીક વાર ફક્ત તાવીલ ની મઆની ની મુરાદ હોઈ છે. એહવી આયતો માં ઝાહેરી મઆની ગિલાફ ની મિસલ છે, અને વોહ આયતોમાં ગૌર કરીને સોચો, તો ઝાહેરી મઆની અક્લ સી દૂર હોઈ છે. આ મિસલ ની આયાતો સી એમ વાઝેહ થાય છે કે કુરઆન ની આયતોમાં તાવીલ સમાએલુ હોઈ છે, જે તાવીલ બયાન કરનાર હર ઝમાન માં એક સાહેબ નું હોવુ લાઝીમ છે. યે સાહેબ રસુલુલ્લાહ ના ઇલ્મ ના વારીસ છે. યે સાહેબ કૌન છે કે ઈમામ ઉઝ ઝમાન અને સતર ના ઝમાન માં એહના દાઈ.

શેહ્ઝાદા હુસેન ભાઈસાહેબ સીરીઝ ના હર ફસલ માં, એહવી એક આયત નું મિસલ આપશે કે જેની સહીહ તફસીર ફક્ત તાવીલ ની મઆની સી થાય છે.

પેહલી ફસલ માં શેહ્ઝાદા હુસેન ભાઈસાહેબ કુરઆન મજીદ માં મૂસા અને આલીમ ની જે ઝિકર છે એહનું બયાન કરે છે. મૂસા એક આલીમ ના સાથે થયા, પછી આલીમ યે એક ગુલામ, એક છોટા બચ્ચા ને કતલ કીધાં, તો મૂસા યે સવાલ કીધો આલીમ ને કે કતલ કેમ કીધા, આલીમ યે જવાબ દીધો કે આ ફર્ઝંદ જો ઝીંદા રેહતે  તો એહના માં બાવા ને ધોકો દેતે, ઝાહેર માં કોઈ આલીમ આ મિસલ અમલ કરે તે માનવું ઘનું મુશ્કિલ છે. મઆની માં શિફા કીવારે થાય કે એહની તાવીલ, એહની અસલ મઆની સમજે.

બયાન નો વિડીઓ દેખવાને આ (link) છે.