بسم الله الرحمن الرحيم

وَلَا يَحْسَبَنَّ الَّذِينَ كَفَرُوا أَنَّمَا نُمْلِي لَهُمْ خَيْرٌ لِّأَنفُسِهِمْ ۚ إِنَّمَا نُمْلِي لَهُمْ لِيَزْدَادُوا إِثْمًا ۚ وَلَهُمْ عَذَابٌ مُّهِينٌ

(સુરતે આલે ઇમરાન : આયત ૧૭૮)

કાફેરીન એમ ન સમજે કે હમે એને મોહલત આપીએ છે તે એના વાસ્તે ખૈર છે, બલ્કે મોહલત આપીએ છે તાકે ગુનાહ માં ઝિયાદા વાકે થાઈ અને એ સગલા વાસ્તે સખત અઝાબ છે

આ લેખ શેહઝાદા ડૉ. અઝીઝ ભાઈસાહેબ કુત્બુદ્દીન એ સાલ ૨૦૧૪ માં લખો છે.

અપને હંમેશા કરબલા ની મુસીબત ને યાદ કરીયે છે, એની મિસલ કોઈ મુસીબત નથી. એવી મુસીબત છે કે સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ફરમાવે છે કે હુસૈન પર મારું રોવું હંમેશા નું છે.

હુસૈન ઇમામ ના ચેહલુમ મુબારક મુકબિલ છે, ત્યારે અપને કરબલા ના બાદ આપના હરમ પર જે મુસીબત ગુઝરી એને ખાસ યાદ કરીએ છે.

હુસૈન ઇમામ સ.અ. ના વારિસ ઇમામ અલી ઝૈનુલ આબેદીન અને હુસૈન ઇમામ ના હરમ - મૌલાતોના ઝૈનબ, મૌલતોના ઉમ્મે કુલસુમ, મૌલતોના સકીના અને બીજા સગલા જે બેવાહ અને યતીમ થઇ ગયા, સગલા ને બંદીવાન કરીને કરબલા સી કુફા તક ચલાવવા માં આયા. કુફા માં યઝીદ નો આમિલ ઉબૈદુલ્લાહ બિન ઝિયાદ ના સામને સગલા ને દરબદર ફીરાવિને લઇ ગયા, કે જે ઉબૈદુલ્લાહ એ કરબલા માં ૭૨ શોહોદા ના કતલ ની તમહીદ કીધી હતી. ઉબૈદુલ્લાહ ના દરબાર માં ઇમામ અલી ઝૈનુલ આબેદીન ને અને એહલે બૈત ને ખુલે સર ખડા કરવામાં આયા. ઉબૈદુલ્લાહ કહે છે કે “શું ખુદા એ અલી ને કતલ ન કીધા?” ઇમામ એ અજબ શાન સી કુરાન ની આયત પઢીને જવાબ ફરમાવ્યો કે ખુદા તો નફ્સ ને વફાત આપે છે. ઉબૈદુલ્લાહ એ ગુસ્સે થઇ જલ્લાદ ને હુકુમ કીધો કે અલી ને કતલ કરી નાખે. તે વખત મૌલતોના ઝૈનબ, અમીરુલ મુમિનીન શેરે ખુદા ના શેહઝાદી, ઇમામ ના આગે હિમાયત કરવાને ખડા થઇ ગયા અને એમ ફરમાવ્યું કે, જો તું અલી ને કતલ કરવા ચાહતો હોઈ તો પહેલા મને કતલ કર.

તે બાદ હુસૈન ઇમામ ના હરમ ને યઝીદી લશ્કર એ કુફા સી શામ, ચલાવી ને અને કિતનાક ને નંગી પીઠ ના ઉંટો પર બિઠાવીને લઇ ગયા. કાફેલો તકરીબન ૯૦૦ કિલોમીટર નો ફાંસલો પાર કરીને યઝીદ ના દરબાર માં પહોંચો. જ્યારે શામ માં દાખલ થયા તો શોહોદાએ કરબલા ના માથાં ભાલા ની નોક પર ઊંચા કીધા અને એહલે બૈત ને શામ ના બાઝાર માં ફીરાયા. તે બાદ એહલે બૈત ને યઝીદ ના દરબાર માં લાવવા માં આયા. અને એના તખ્ત ના સામને હુસૈન ઇમામ નું રાસ મુબારક મુક્વા માં આવ્યું. તે વખત મૌલતોના ઝૈનાબ એ એવો શાન નો ખુતબો પઢો કે યઝીદ ની મજલિસ હિલી ગઈ. આપના મા સાહેબા મૌલતોના ફાતેમા ની શાન માં જુમલાઓ ફરમાવ્યા અને આપના બાવાજીસાહેબ અલી ની ઝિકર ફરમાવી. એ ખુતબા માં સી એક હિસ્સો નીચે બતાવવામાં આવ્યો છે. તે બાદ એહલે બૈત ને શામ માં ઘણા મહિનાઓ લગ કૈદ કરવામાં આવ્યા તાકે પછી મદીના પહોંચા.

ઇમામ અલી ઝૈનુલ આબેદીન અને એહલે બૈત ની મુસીબત ની ઝિકર લખવા સી કલમ લરઝે છે. કરબલા ના બાદ શું શું મુસીબતો પર સગલા એ સબર કીધું. આ સાહેબો નો સબર અને હિમ્મત તમામ લોગો વાસ્તે એક મિસાલ છે. 

ઇમામ અલી ઝૈનુલ આબેદીન ને મહિનાઓ લગ કૈદી રાખા મગર આપ ને, હુસૈન ઇમામ ના વારિસ ને, ઇમામુઝ ઝમાન ને કોઈ કતલ ન કરી શકા. અલી ઝૈનુલ આબેદીન ના સાથે મોહમ્મદુલ બાકિર ઇમામ ભી કરબલા માં સાથે હતા અને આપને ભી દુશ્મનો એ એહલે બૈત ના સાથે કૈદ કીધા હતા. આ મોટા માં મોટી દલીલ છે કે ઇમામત નો સિલસિલો તો કયામત તક બાકી રહેનાર છે, ગરચે દુશ્મનો ચાહે તે ઝુલ્મરાની  કરે.

આજે હવે અપને યકીન સી માનીએ છે કે કરબલા માં કોણ હક પર હતું અને ઝાલિમ કોણ હતું, અને વાઝેહ દેખીએ છે કે આખિર જીત તો હક ની જ થાય છે. મગર જ્યારે કે અપને ખુદ ફિત્નત ના તુફાન માં ઘેરાયા હોઈએ  ત્યારે હક અને બાતિલ પેહચાનવું ઘણું ઝરૂરી છે. આવા વખત માં મૌલતોના ઝૈનબ ના આલા મિસાલ ની ઇકતેદા કરવું લાઝિમ છે, જે યઝીદ ના દરબાર માં મઝલૂમ, ખુલે સર ખડા રહીને હિમ્મત સી ફરમાવ્યું કે તું તારું નાક ઊંચું કરીને તારા ચો તરફ દુનિયા ની ઝખારિફ દેખીને ખુશ થાઈ છે, જે તારા પાસે ઉંટો મિસલ જમે થઇ છે. મગર હુશિયાર, આ તો મોહલત છે, ચંદ ઘડીની તને સાંસ લેવાની મોહલત છે, આ વાત ના પહેલા કે તારા પર ખુદા નો અઝાબ ઉતરશે. ખુદા એ ફરમાવ્યું છે કે કાફેરીન એમ ન સમજે કે હમે એને મોહલત આપી છે તે એના વાસ્તે ખૈર છે, બલ્કે મોહલત આપીએ છે તાકે ગુનાહ ઝિયાદા થાઈ, અને એ સગલા વાસ્તે સખત અઝાબ છે. આ ફિત્નત ના ઝમાન માં અપને ખુદા પર ભરોસો કરીયે એમ લાઝિમ છે. એમ યકીન રાખવું વાજિબ છે કે ખુદા પોતાના નૂર ના મુતિમ છે. એ હિદાયત નું નૂર આપણા નફ્સ વાસ્તે રોશની છે, જે ઝિંદગી ની સફર માં અપને  સિરાતે મુસ્તકીમ પર સાબિત રાખે છે.

જો હુસૈન ઇમામ અને આપના એહલે બૈત અને અસહાબ નું સબર અને હિમ્મત યાદ કરીને આજે અપનો હોંસલો બલંદ ન થાઈ, અપનો અઝમ મઝબૂત ન થાઈ કે અપને ભી હક ના ખાતિર ખડા થઈએ તો પછી બીજા શેના સી કરીશું ?