بسم الله الرحمن الرحيم

أَلا إِنَّ أَوْلِيَاءَ اللهِ لَا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ

તેહ્કીકન ખુદા ના અવલીયા ને કોઈ ખૌફ નથી, કોઈ હુઝુન નથી

સુરતે યુનુસ: ૬૨

સીજીલ્લ નો આ લેખ શેહ્ઝાદા ડોક્ટર અબ્દેઅલી ભાઈસાહેબ સૈફુદ્દીન એ લીખો છે

થોડા હફ્તા પેહલા સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. યે અખબાર ના ઈન્ટરવ્યું માં રિપોરટર ને ફર્માયું કે આજે કિતનાક લોગો યે કૌમ ને ડરાવીને દેહશત ફેલાવીને સત્તા જમાવી છે. (લીંક)

મૌલાનલ મન્નાન આમ ફરમાવીને  સગલાની હિંમત અફ્ઝાહી કીધી કે ખૌફ અને દેહ્શતનો હિંમત સી મુકાબલો કરે.

કુરઆન મજીદ અપને ખૌફ અને મોહબ્બત, બેવે ના મુતાલ્લીક સિખામણ આપે છે. મુમીન ને સીખાવામાં આવે છે કે અપને અલ્લાહ તઆલા ની તકવા રાખીએ, અને મોહબ્બત ના સબબ અલ્લાહ ની તાઅત અને ઈબાદત કરીએ, યે મિસલ કે અપને અપના માં બાપ ની તાઅત કરીએ છે કેમ કે અપને એમ મેહસૂસ છે કે અપના માં બાપ અપનો ખ્યાલ રાખે છે અને શફકત રાખે છે, અને દિલ સી અપના વાસ્તે બેહતર માં બેહતર ચાહે છે. તો અપને એહની મોહબ્બત કરીએ છે અને તાઅત ભી કરીએ છે. કુરઆન ની આયત છે કે “ખુદા ની ઝિકર કરો જેમ તમે તમારા આબા ની ઝિકર કરો છો, બલકે ઝીયાદા” (સુરતુલ બકરાહ : ૨૦૦)

અપના મવાલી તાહેરીન, ઇમામો અને દોઆતો ને અપની ફિકર છે, દુનિયા ની ઝીંદગી વાસ્તે અને હયાત અબદીયાહ – આખેરત ની ફિકર કરે છે. અપને એહની મોહબ્બત કરીએ છે, એહની તાઅત કરીએ છે. યે મોહબ્બત અને તાઅત માં ખુદા ની તકવા સમાએલી છે. સૈયદના મોહમ્મદ બુહાનુદ્દીન રી.અ., સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. અપની ફિકર કરતા થા અને આજે સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ફિકર કરે છે.

કુત્બુદ્દીન મૌલાને મુમીનીન ની ઇતની ફિકર હતી કે આપયે દાવત ના ખાતિર અને મુમીનીન ના ખાતિર સગલું કુરબાન કરી દીધું. યે મિસલ આજે ફખરુદ્દીન મૌલા ત.ઉ.શ. કરી રહ્યા છે અને દાવત ના ખાતિર અને મુમીનીન ના ખાતિર ફજેર અને સાંજ અમલ કરી રહ્યા છે.

ખુદા ની તકવા રાખવું અક્લમંદી છે, કે જે તકવાનું અસલ મોહબ્બત છે. શૈતાન અને શૈતાન ના લોગોના સાથે થવું બેવકૂફી છે, એહની સત્તાનું અસલ ખૌફ છે.

શૈતાનના લોગોને કોઈ બીજાની પરવાહ નથી હોતી, બસ હુકુમરાની કરવી હોઈ છે, અને એ હાસિલ કરવાને એહને જેભી કરવું પડે યે કરે છે. જે ગુંડાગીરી કરી લોગોને દબાવીને રાખે છે અને લોગોમાં ખૌફ પૈદા કરે છે, ખુદ ની સત્તા અને જમાવટ વાસ્તે.

હર ખુદ્દાર ઇન્સાનને એમ નહિ કેહવું હોતું કે યે બીજા લોગોના ઝબર્દસ્તી સી ડરે છે. પછી આ ખુદગર્ઝ લોગો સી બીની જાવાનું કેમ ગવારા છે?

તમે ગુંડાઓ સી બીનો છો? અગર કોઈને યે સવાલ પુછસો, તો અકસર “ના” કેહ્સે.

ખુદા અને ખુદા ના અવલીયા ની મોહબ્બત અપને તકવા અને તાઅત તરફ લઇ જાઈ છે, હકના રસ્તાની તરફ લઇ જાઈ છે, મગર અફસોસ ની વાત છે કે કિતનીક વાર દુનિયા ના ઉમૂર અને દુનિયા ની ફિકર ઝાલીમના ખૌફમાં દબાવી દે છે.

એમ ફિકર હોઈ છે કે નાઝદીકના લોગો સી અપને દૂર થઇ જાસુ, યા પછી એહને સતાવામાં આવસે.

અક્લમંદી એમ છે કે હમણાની મુશ્કીલોમાં ગભરાઈ ના જાઈ અને દૂરંદેશી રાખીને મુસ્તક્બીલ ની ફિકર કરીએ: એમ ચાહિયે કે અપને અને અપના નઝદીક ના લોગો અચ્છા ઇન્સાન બને, મુમિન બને, દાઉદી બોહરા કૌમ, જેમ અપને યે કૌમને જાનતા થા – અમન પસંદ કરનાર, પઢેલા લખેલા (educated)સઅત ના લોગો (open minded)- યે કૌમ થકી થઈએ, એમ અપને ચાહિયે કે અપના અચ્છા અખલાક હોઈ, અને જન્નતમાં પન્જેતન પાક સ.અ. ના નઝદીક પોહ્ન્ચી ને રહીયે અને દુનિયામાં હકની દાવાતના સાયા માં રહીયે – ઝુલ્મ અને એહના લોગો ની ઝુલ્મરાની સી દૂર રહીયે.

મોહબ્બતને ખૌફ પર ગાલીબ કરો. તમારા એહેલો અયાલ અને નઝદીક ના લોગોની મોહબ્બત કરો, એહના મુસ્તક્બીલ અને એહની સચ્ચી સલામતી ની ફિકર કરો – ઝુલ્મ કરનાર લોગો અને એહના ખૌફથી તમે પાર થઇ જાવ. અલ્લાહના દાઈ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ને જવાબ દો, તાકે સગલા, જે કૌમ માં ફસાદ કરીને લોગો ને હક્સી દૂર કરે રહ્યા છે અને દબાવીને રાખી રહ્યા છે એહનો બરાબર હિસાબ થાઈ.

મુમીન જે કોઈ ભી મુશ્કીલમાં હોઈ એહના વાસ્તે સૈયદના તાહેર મૌજૂદ છે. ઘણા આજે મુમીન છે જે યે ઝુલ્મ કરનાર લોગોનો મુકાબલો કીધો છે, અને કુત્બુદ્દિન મૌલા અને ફજ્હ્રુદ્દીન મૌલા ની દોઆ ની બરકત સી યે કામયાબ થયા છે. યે લોગો આજે આઝાદ છે – દબાવ (oppression)સી, દબાવ સી પૈસા લેવું, એહના હર ચાલ માં દખલબાઝી કરવું, એહના સી આઝાદ છે.

બલકે આજે દુનિયાભર હઝારો લોગો દેખે છે કે મોહબ્બતની કુવ્વત ખૌફ કરતા ઝિયાદા છે. એમ સાઝવાર છે કે સચ્ચાઈ ના સાથે થઈને ખડા રહે, એહની હિમાયત કરે, એમ સાઝવાર છે કે જે લોગો દાવતના ઇદારાઓ મસલન ઝાહરા હસનાત, કર્ઝન હસનાહ, QJSP scholarship program – મુમીનીન ની મદદ કરે છે એહના સાથે થઈએ.

અપને મોહબ્બતના લોગો છું. અપને એમ યકીન છે કે અપના દાઈ ની મોહબ્બત ના સબબ અપને આ દુનિયામાં અને આખેરત ની સઆદત હાંસિલ કરશું.