بسم الله الرحمن الرحيم

شَهْرُ رَمَضَانَ الَّذِي أُنزِلَ فِيهِ الْقُرْآنُ هُدًى لِّلنَّاسِ وَبَيِّنَاتٍ مِّنَ الْهُدَىٰ وَالْفُرْقَانِ ۚ فَمَن شَهِدَ مِنكُمُ الشَّهْرَ فَلْيَصُمْهُوَمَن كَانَ مَرِيضًا أَوْ عَلَىٰ سَفَرٍ فَعِدَّةٌ مِّنْ أَيَّامٍ أُخَرَ ۗ يُرِيدُ اللَّهُ بِكُمُ الْيُسْرَ وَلَا يُرِيدُ بِكُمُ الْعُسْرَ وَلِتُكْمِلُوا الْعِدَّةَ وَلِتُكَبِّرُوا اللَّهَ عَلَىٰ مَا هَدَاكُمْ وَلَعَلَّكُمْ تَشْكُرُونَ

શેહરે રમઝાન વો મહિના છે જેમાં કુરઆન ઉતરા, જે કુરઆન મજીદ માં લોગો વાસ્તે હિદાયત છે, બય્યેનાત છે, ફુરકાન છે. તમારા માં સી જેને શેહરે રમઝાન સાયો કરે, યે આ મહિના માં રોઝા કરે. જે મરીઝ હોઈ યા સફર પર હોઈ, તો યે રોઝા બીજા દિનો માં વાલી દે. ખુદા તમારા વાસ્તે સેહલાઈ ચાહે છે,  ડોહલાઈ નથી ચાહતા. તમે યે શેહરુલ્લાહ ના રોઝા ની ગિનતી કામિલ કરો. અને “અલ્લાહો અકબર” તકબીરા બોલો કે ખુદા એ તમને હિદાયત આપી.

 

રમઝાન અલ મોઅઝઝમ ના મહિના રોઝા ના મહિના છે. ફજેર સી કે મગરિબ લગ રોઝા  ના કરનાર ખાવા પીવા સી બાઅઝ રહે છે. સૌમ – રોઝા – ઇસલામ નું પાંચમુ દઆએમત છે. જેમ મીસાક માં કસમ આપા છે, અપના ઉપર લાઝીમ છે કે શેહરે રમઝાન ના રોઝા બરાબર અદા કરે. અપના મવાલી ના ઈર્શાદ મુતાબિક ૩૦ દિન લગ ગિનતી કામિલ કરે.

ઈમામ જાઅફરુસ સાદિક સ.અ. ફરમાવે છે કે “શેહરે રમઝાન ના મહિના માં રોઝા કરવું ફરીઝત છે”. અને એમ ભી ફરમાવે છે કે “રોઝા બરાબર અદા ક્યારે થાય કે જ્યારે મુમીન ખાલિસ નિયત રાખીને યે મહિના ના દિવસ માં ખાવા, પીવાનું અને જિમાઅ (સંભોગ) સી દૂર રહે. અને વોહ સગલી ચીજો સી દૂર રહે જેને અલ્લાહ તઆલા એ હરામ કીધી છે”. સગલા આઝા સી રોઝા કરાવાની એહેમ્મીયત પર તાકીદ કરતા હુઆ મૌલાતુના ફાતેમા અ.સ. ફરમાવ્યું છે કે, “રોઝા કરવામાં શું ફાયદો અગર તમે તમારા ઝબાન, કાન, આંખ અને બીજા આઝા (અંગ) ને ભી ના સંભાળો”.

થોડા વર્ષ પેહલા, એક અખબાર માં એક રિપોર્ટર એ શેહરે રમઝાન ના બારામાં એક લેખ લખો હતો. જેમાં એમ લખું કે શેહરે રમઝાન નફસ ને મેહરૂમ રાખવાના મહિના છે. શેહ્ઝાદા ડો. અબ્દેઅલી ભાઈસાહેબ, સૈયદના કુત્બુદ્દીન ના શેહ્ઝાદા, તે વખ્ત મિસર માં અમેરિકન યુનીવર્સીટી માં પઢતા હતા. આપ એ અખબાર ના તંત્રી ને કાગઝ લખો, અને કહ્યું કે “શેહરે રમઝાન નફસ ને મેહરૂમ રાખવાના મહિના નથી, બલકે નફસ ને રિયાઝત કરવાના મહિના છે. આ મહિના માં નાની અને મોટી ચીઝો માં નફસ ની રિયાઝત કરીએ છે. નમાઝ ના વખ્ત ના મુતાબિક અને સુહુરી અને ઇફતાર ના વખ્ત ના મુતાબિક અપને રોજ ટાઈમ ની તખ્મીન કરીએ છે અને જમણ અને મશરોબાત-પીણા સી દૂર રહી ને અપનું ધ્યાન આખેરત ની તૈયારી ની તરફ વાળીએ છે.

રોઝા વાસ્તે ઝ્યાદા માં ઝ્યાદા શું ચીઝ જરૂરી છે કે સબર. મૌલાના અલી સ.અ. યે ફરમાવ્યું છે કે સબર બે (૨) કિસમ નું – એક તો તમે જે નાપસંદ કરો એહના પર સબર અને બીજું જે ચીઝ તમે પસંદ કરતા હોઈ એહના પર સબર. રોઝા માં બેવે સબર આવે છે – ભૂખ માં સબર, અને જમણ અને પાણી સી દૂર રેહવું, એના પર સબર.

ખાસસતન દાવત ના મુશ્કિલ ના વખ્ત માં સબર લાઝીમ છે. સબર ઈમાન નું એક સ્તંભ છે. જે મીસલ રમઝાનમાં અપને હર રોઝ ઇફતાર નું ઇન્તેઝાર કરીએ છે, અને ઇફતાર ની ખુશી ના ઇન્તેઝાર ના સાથે ખુદા એ અપના વાસ્તે જે અજર તૈયાર કીધું છે, એની ખુશી નો ઇન્તેઝાર કરીએ છે. એજ મીસલ આ મુશ્કિલ ના વખ્ત માં, અપને યે બેવે ચીઝ નો ઇન્તેઝાર કરીએ છે – મુશ્કિલ ના દિનો ના પછી જે ખુશી આવે અને સબર કરનાર વાસ્તે આખેરત માં જે અજર છે, એહની ખુશી નું ઇન્તેઝાર કરીએ. કુરઆન મજીદ માં ખુદા તઆલા ફરમાવે છે કે

"انما يوفى الصابرون اجرهم بغير حساب" – જે સબર કરસે, એહને બે ગૈરે હિસાબ અજર મળશે.

અલ્લાહ તઆલા એ અપને આ મુબારક મહિના માં રોઝા કરવાની યારી આપી, અને ખુદા ની દાવત અને દાઈ ના સાથે મઝબૂત ખડા રેહવાની  યારી આપી, સબર કરવાની કુવ્વત આપી અને નઝદીક માં યે સબર નો બદલો ખુદા આપે.