بسم الله الرحمن الرحيم

الْحَمْدُ لِلَّهِ فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ

તમામ હમ્દ ખુદા ના વાસ્તે છે, જે આસમાન અને ઝમીન ના પૈદા ના કરનાર છે.

(સૂરત અલ ફાતેર : ૧)

 

મૌલાતુના ફાતેમા નું નામ ફાતેર (પૈદા ના કરનાર) પર સી છે, કે જે ખુદા નું નામ છે. દાવત ના કિતાબો માં મૌલાતુના ફાતેમા ના નામ ની ઘણી મઆના (અર્થ) બયાન કરવામાં આવી છે, એક મઆના એ છે ફાતેમા فط - م (ફે, તોઈ, અને મીમ) પર સી છે, જેની લફ્ઝી (શાબ્દિક) મઆના “કાપવું” યા “અલગ કરવું” એમ થાઈ છે. ફાતેમા શિઆ ને અઝાબ સી અલગ કરે છે, દૂર કરે છે. સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. આપના એક કસીદા માં ફરમાવે છે કે મૌલાતુના ફાતેમા મુમિનીન ને જહન્નમ સી અલગ કરે છે અને આગ સી બચાવે છે. આપ ફરમાવે છે :

 

وَاُمُّهُمُ الزَّهْرَاءُ فَاطِمَ حُبُّهَا

لِشِيْعَتِهَا حَقاً عَنِ النَّارِ فَاطِمُ

આપ સગલા ના માં સાહેબા ફાતેમા છે

આપ ની મોહબ્બત આપ ના શિઆ ને આગ સી અલગ કરસે, બચાવી દેશે

 

અપના ઇમામો મૌલાતુના ફાતેમા સી નિસ્બત લે છે, હર એક ઈમામ ફાતેમી ઈમામ – અઈમ્મત ફાતેમીયીન સી ઓળખાઈ છે, અને દોઆત ભી મૌલાતુના ફાતેમા સી નિસ્બત લે છે. હર એક દાઈ ફાતેમી દાઈ – દોઆત ફાતેમીયીન સી ઓળખાઈ છે.

એજ મિસલ આ હક્ક ની દાવત ફાતેમા સી નિસ્બત લે છે. “દાવત ફાતેમીયા” સી ઓળખાઈ છે – આ હક્ક ની દાવત ફાતેમી દાવત છે. સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. આપના કસીદા માં મૌલાતુના ફાતેમા ની શાન માં આ મીસલ ફરમાવે છે :

 

فَاطِمَةُ الطُّهرُ اِلَيهَا اغْتَدَتْ

تُنْسَبُ هَذِي الدَّعْوَةُ الغَرَّا

વોહ પાકીઝા મૌલાત ફાતેમા, કે જેની તરફ આ દાવત ગર્રા નિસ્બત લે છે

 

દાવત ફાતેમીયા – ફાતેમા સી નિસ્બત શું કામ લે છે કે મૌલાતુના ફાતેમા સી નિસ્બત લેવામાં મોહમ્મદ રસુલુલ્લાહ સ.અ. અને અમીરુલ મુમિનીન મૌલાના અલી સ.અ. બેવે ની નિસ્બત થાય છે. બેવે નું નૂર ઇમામો ના સિલસિલા માં ફાતેમા ના સબબ જોડાઈ છે. ફાતેમા ની નિસ્બત લેવાસી બેવે નિસ્બત સાબિત થાઈ છે કે ઈમામ રસુલુલ્લાહ ના ફર્ઝંદ છે અને અમીરુલ મુમિનીન મૌલાના અલી ના ફર્ઝંદ છે.

એજ મિસલ, દાઈ “અલ દાઈલ ફાતેમી” સી ઓળખાઈ છે કેમ કે ફાતેમી ઈમામ ના દાઈ છે અને રસુલુલ્લાહ સ.અ. અને અમીરુલ મુમિનીન સ.અ. ની દાવત કાઈમ કરનાર છે.

મિસર માં ઈમામ ના ઝુહૂર ના ઝમાન માં, ફાતેમી ઇમામો ના કિતનાક દુશ્મનો એમ કલામ (તાન) કરતા કે ફાતેમીયીન રસુલુલ્લાહ સી નિસ્બત લેવાને ફાતેમા સી નિસ્બત લે છે, બૈરો સી નિસ્બત લે છે, બાવા સી નિસ્બત લે. ઈમામ ના હુદૂદ એ લોગોને તરત જવાબ ફર્માયો કે કુરઆન મજીદ માં ખુદા ઈસા નબી ની નિસ્બત આપના માં સાહેબા મરયમ સી કરે છે, “ઇસબ્ને મરયમ” ઘણી જગહ કુરઆન માં છે (સૂરતે મરયમ : ૩૪)

૧૦ મી જુમાદિલ ઉલા, મૌલાતુના ફાતેમા અ.સ. ના શહાદત ના મિકાત પર અપને એમ યાદ કરીએ છે કે અપને ફાતેમી દાવત ના ફર્ઝંદો છે અને હક્ક ના દાઈ, ફાતેમી દાઈ ને તાબે થાનાર છે. અપનો એમ અકીદો (માન્યતા) છે કે એક ફાતેમી ઈમામ, રસુલુલ્લાહ ના શેહ્ઝાદા, અમીરુલ મુમિનીન મૌલાના અલી ના શેહ્ઝાદા, અને મૌલાતુના ફાતેમા ના શેહ્ઝાદા હમેંશા ઝમીન ની પીઠ પર હાઝીર અને મૌજૂદ છે. અપને ખુદા તઆલા નો હમ્દ અને શુકુર કરીએ છીએ કે અપને ખુદા એ આ નેમત બખ્શી કે અપની નિસ્બત મૌલાતુના ફાતેમા ઝાહરા ના સાથે છે.

 

ફાતેમી દાવત ઝીન્દાબાદ, ફાતેમી દાઈ ઝીન્દાબાદ.