અઝાન ઇસ્લામ માં નમાઝ ની તરફ બુલાવો છે. હર રોઝ ફરીઝત ની નમાઝ પેહલા અપને અઝાન માં શહાદત દઈએ છે કે, “નથી કોઈ ખુદા મગર અલ્લાહ તઆલા, મોહમ્મદ અલ્લાહ ના રસૂલ છે અને મૌલાના અલી અલ્લાહ ના વલી છે.” મેરાજ ના વખ્તે (૨૭ મિ રજબ ની રાતે રસુલુલ્લાહ સ.અ. ૭ આસમાન પર રૂહાનિયત સી પધારા) રસુલુલ્લાહ ને અઝાન બતાવા માં આવી. એક ઝિકર એમ છે કે રસુલુલ્લાહ જિબ્રઈલ ના સાથે હતા અને એક ફરિશ્તા નઝર આયા. આ ફરિશ્તા આસમાન માં પેહલીજ વકત જોવાયા અને એના પછી જોવાયા નથી. એ ફરિશ્તા એ જિબ્રઈલ ને કહ્યું અને જિબ્રઈલ એ રસુલુલ્લાહ ને કહ્યું કે આ ફરિશ્તા આ મિસલ સી અઝાન આપવાનું કહે છે. વોહ ફરિશ્તા એ રસુલુલ્લાહ ને ખુદા ના ફરમાન સી અઝાન બતાવી. આજ અપને એજ મિસલ અઝાન દઈએ છે કે જે મિસલ રસુલુલ્લાહ હમેશા દેતા.

જ્યારે હસન ઈમામ અને હુસૈન ઈમામ ની વિલાદત થઇ તો રસુલુલ્લાહ એ બેવે ઈમામ ના જમના કાન માં અઝાન અને ડાબા કાન માં ઇકામત દીધી અને તે સબબ આજે અપને ભી નવા જન્માંયેલા ફરઝંદો ના કાનમાં એજ મિસલ અમલ કરિયે છે.

અઝાન નો અપના જાન પર ઘણો ગેહરો અસર પડે છે – અઝાન અપના અકીદા ને મજબૂત કરે છે, દુશમનો એના સબબ કાંપી જાય છે અને શૈતાન અઝાન નો આવાઝ સુની ને ભાગી જાય છે.

શેહરુલ્લાહ ના મુબારક મહિના માં આ સિજીલ્લ માં મિસરી લેહેન માં શેહ્ઝાદા ડૉ. હુસૈન ભાઈસાહેબ એ આપેલી અઝાન પેશ કરિયે છે.