સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ શેહરે રજબ ઉલ અસબ ની પેહલી રાતે દારુસ સકીના માં મગરિબ અને ઈશા ની નમાઝ ઇમામત સી પઢાવી અને વશેક ની નમાઝ બાદ અજબ વલવલા સી વસીલો લીધો. પંજેતન સ.અ., અઈમ્મત સ.અ. અને દોઆત કીરામ રી.અ. – ખાસસતન સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ., સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. અને સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. – નો વસીલો લઈ ને સૈયદના એ મુમિનીન ના હક માં ઘની દોઆ ફરમાવી. સૈયદના એ અમીરુલ મુમિનીન કે જેના વાસ્તે વિલાદત ના નઝદીક કાબા ના દરવાઝા ખુલી ગયા, આપ નો વસીલો લઈને દોઆ ફરમાવી કે દાવત ના ઉમૂર માં ફતહે મુબીન ના દરવાઝા એક પછી એક ખુલતા ચલા જાઈ.

રજબ ની પેહલી તારીખ સાંજે મુમિનીન ને કદમબોસી નું શરફ નસીબ થયુ.

કિતનાક ફોટોગ્રાફ fatemidawat.com પર પેશ કીધા છે.