ઈદે ગદીરે ખુમ ના મૌકે પર સૈયદના તાહેર ફખરુદ્દીન એ પુર શાન વાઅઝ મુબારક ફરમાવી, જેના સી મુમિનીન ના અકીદા અને અઝમ મઝબૂત થયા. યહાઁ વાઅઝ ની મુખતસર ઝિકર પેશ કરીયે છે.

વાઅઝ મુબારક સૈયદના ત.ઉ.શ. એ અલી ના શીઆ વાસ્તે બિશારતો ની ઝિકર સી શુરુ કીધી -શીઅતો અલીયિન હુમુલ ફાએઝુન” (અલી ના શીઆ જીત પરામનાર છે). સૈયદના ત.ઉ.શ. એ સૈયદનલ મોઅય્યદ ના બયાન માં સી ફરમાયું એ અલી ના શીઆ ને કઈ પરેશાની નથી. આપ એ ફરમાયું  કે રસૂલુલ્લાહ ના શીઆ વો સગલા છે કે જે અમીરુલ મુમિનીન ની મોહબ્બત રાખે છે, અને અપનો અકીદો એમ છે કે આ ઝમાન માં - બલ્કે આ પલ માં - રસૂલુલ્લાહ અને અમીરુલ મુમિનીન ની ઇતરત માં સી એક ઇમામુઝ ઝમાન ધરતી પર હાઝિર અને મૌજૂદ છે. સૈયદના ત.ઉ.શ. એ વાઝેહ કીધું કે દોઆત મુતલકીન ના નામો અમીરુલ મુમિનીન એ કિતાબુલ ઈલ્મ માં લખા છે, અને આપ એ શુકુર કીધું કે આજ અપને અલી ની મોહબ્બત કરનારાઓ માં સી છે. આપ એ જોશ સી ફરમાયું કે “આજે અમીરુલ મુમિનીન ની મોહબ્બત નો દિન છે.”

સૈયદના ત.ઉ.શ. એ તફસીર કીધી કે ગદીર નો દિન જુમોઆ નો દિન હતો, અને આપ એ અમીરુલ મુમિનીન ના ખુતબા માં સી બયાન ફરમાયું. આપ એ એમ ઝિકર કીધી કે અક્સર લોગો આ દિન માં રસૂલુલ્લાહ નું અમલ જાની ને ભૂલી જાય છે.

 

સૈયદના એ ફરમાયું કે ગદીર ના દિન રોઝા કરવા માં તમામ ઝિંદગી રોઝા કરવા બરાબર સવાબ છે, અને સો (૧૦૦) હજ અને સો (૧૦૦) ઉમરહ કરવા બરાબર સવાબ છે. તે બાદ આપ એ ફરમાયું કે ૨  રકઅત શુક્રન લિલ્લાહે તઆલા ની નમાઝ પઢવા માં એક લાખ (૧૦૦,૦૦૦) હજ અને એક લાખ (૧૦૦,૦૦૦) ઉમરહ નું સવાબ છે, અને આ દિન માં રોઝદાર ને ઈફ્તાર કરાવા ની ઝિકર ફરમાવી.

ઇમામુઝ ઝમાન ની તાઈદ ના વુફૂર સાથે સૈયદના એલા હૌલ વલા કુવ્વતા ઇલ્લા બિલ્લાહિલ અલિયીલ અઝીમની સાત (૭) પહેલુ ની તૌજીહ બયાન ફરમાવી. મુમિનીન એ ઝિંદગી માં કરવાને ઘના વઝીફાઓ સીખા.

 

સાતમા પહેલું માં આપ એ મુમિનીન ને આ તસબીહ હમેશા કરવાની વસીયત કીધી, કે જેના વાસ્તે રસૂલુલ્લાહ એ ફરમાયું છે કે “લા હૌલ” ની તસબીહ “જન્નત ના ખઝાનાઓ માં સી એક ખઝાનો છે” અને નવ્વાણું બીમારી ની શિફા છે, જેમાં પહેલી બીમારી હમ-ગમ છે. સૈયદના એ ફરમાયું કે આ દુનિયા મુસીબત નું ઘર છે, કોઈ ને એના સી અમાન નથી. હુદાત કિરામ વસીયત કરે છે કે દુનિયા માં હમેશા ખુદા તઆલા પર તવકકુલ રાખે, અને “લા હૌલ વલા કુવ્વતા ઇલ્લા બિલ્લાહિલ અલિયીલ અઝીમ” ની તસબીહ સી યારી તલબ કરે. સૈયદના ની વાઅઝ ની ક્લિપ દેખવાને યહાઁ ક્લિક કરો.

સૈયદના એ હુસૈન ઇમામ ની પુર દર્દ શહાદત પઢી ને બયાન તમામ કીધું.

 

બયાન માં આપ એ મુમિનીન ના હક માં ઘણી દોઆ કીધી કે સગલા ને ખુદા તઆલા હિફાઝત અમાન માં રાખે અને દુશ્મનો સી હિફાઝત કરે.

સૈયદના ત.ઉ.શ. એ મીસાક ની ઇબારત શુરુ કીધી અને હાતિમ ભાઈસાહેબ બિન શેહઝાદા ડૉક્ટર અબ્દેઅલી ભાઈસાહેબ સૈફુદ્દીન નો પહેલો મીસાક લીધો. મીસાક ખુદા અને ખુદા ના અવલિયા નો એહેદ છે. એ અકીદો રાખી ને મુમિનીન એ ઇમામુઝ ઝમાન ના દાઈ સૈયદના તાહેર ફખરુદ્દીન ને મીસાક આપો.

મીસાક ના બાદ સૈયદના નમાઝ વાસ્તે પધારા અને શુક્રન લિલ્લાહે તઆલા ની નમાઝ પઢી. આપના વસીલા સી હર એક મુમિન ના દિલ પર અસર થયો, અને યકીન પર યકીન થયુ કે આપની દોઆ અઈમ્મ્ત તાહેરીન અને દોઆત મુતલકીન ના વસીલા સી સુનાઈ જશે.