સૈયદના એ ગાંધીજી ના ૧૫૦ માં જન્મદિન ના ફંક્શન માં તકરીર માં ફરમાવ્યું કે ગાંધીજી એ અપને આઝાદી અપાવી. એમની યાદ ઝીંદા કરવાને અપને સગલા ની આઝાદી વાસ્તે કોશિશ કરીએ, અહિંસા સી, ભાઈચારા સી, કોઈને કોઈ ના સી કમ યા ઝ્યાદા કરીને નહિ. ફંક્શન બોમ્બે સ્ટોક એક્સચેન્જ માં રાખવામાં આવ્યું હતું.

સૈયદના એ ફરમાવ્યું કે થીડા જ દિન પહેલા હમારા ઈમામ હુસૈન ના શહાદત નો દિન, આશુરા નો દિન હતો અને એમ ફરમાવ્યું કે ગાંધીજી એમ કહેતા કે ઝુલ્મરાની ના સામે જીત કેમ હાંસિલ કરવી એ સબક મેં હુસૈન સી લીધું છે, અપને સાથે હળીમળી ને એકબીજા નું માન રાખીને અમનો અમાન માં કેમ રહીયે અને એક બીજા સી ફાયદો કેમ લઈએ એનો મિસાલ ગાંધીજી એ કાઈમ કીધો.

સૈયદના ફખરુદ્દીન એ ફરમાવ્યું કે આપ ના જદ (મોટા બાવાજી સાહેબ) ૫૧ માં દાઈ સૈયદના તાહેર સૈફુદ્દીન સાહેબ ને ગાંધીજી સાથે ઘણા અચ્છા તાલ્લુકાત હતા. જ્યારે ગાંધીજી એ દાંડી યાત્રા કીધી તે વખ્ત દાંડી માં સૈયદના ના બંગલા માં સૈફી વિલા માં એમણે ઉતારો આપો હતો. આઝાદી પછી સૈયદના તાહેર સૈફુદ્દીન એ તે બંગલો પંડિત નેહરૂ ને હાજરી માં હિંદુસ્તાન ની સરકાર ને હદીયો પેશ કીધો હતો. આ ફંક્શન જૈન મઝહબ ના પેશ્વા આચાર્ય ડો. લોકેશ મુનિ અને એમની ‘અહિંસા વિશ્વ ભારતી’ સંસ્થા ના એહ્તેમામ સી થયુ. ફંક્શન નું નામ ‘આલમી અમાન - અહિંસા’રાખવામાં આવ્યું હતું.

ડો. આચાર્ય લોકેશ મુનિ એ હિન્દુસ્તાન અને તમામ આલમ માં અમાન અને તકરીબ વાસ્તે ઘણા વર્ષો સી ઘની કોશિશ કીધી છે, એમની કદર કરતા હુઆ સૈયદના ફખરુદ્દીન એ આચાર્ય ડો. લોકેશ મુનિ ને આ ફંક્શન માં સૈયદના કુત્બુદ્દીન હાર્મની પ્રાઈઝ પેશ કીધું. આચાર્ય લોકેશજી એ અલગ અલગ ધર્મ અને મઝહબ ના લોગો ને ઈન્સાનિયત ના ઉસૂલ પર સાથે જમે કીધા.

સૈયદના ફખરુદ્દીન સાહેબ એ આપ ના બાવાજી સાહેબ, દાઉદી બોહરા કૌમ ના ૫૩ માં દાઈલ મુતલક ની યાદ માં “સૈયદના કુત્બુદ્દીન હાર્મની પ્રાઈઝ” કાઈમ કીધું તાકે હર સાલ કોઈ એક શખ્સ યા એક સંસ્થા ને આપવામાં આવે કે જે તકરીબ અને અલગ અલગ મઝહબ ના દરમિયાન મિલનસાહી વાસ્તે કોશિશ કરે છે. પેહલું “સૈયદના કુત્બુદ્દીન હાર્મની પ્રાઈઝ” સૈયદના ફખરુદ્દીન સાહેબ એ માનનિય દલાઈ લામા ને પેશ ૨૦૧૭ ના સાલ માં તકરીબ કોન્ફરન્સ માં પેશ કીધું હતું.

ફંક્શન માં ઘણા મઝહબ અને ધર્મ ના પેશ્વા એજ મિસલ હુકુમત ના મોહટા લોગો સગલા જમે થઇ ને તકરીબ અને મિલનસાહી ની વાતો કીધી.