આ સાલ ૧૪૩૯ હિ. નો દાવતે હાદિયા ફાતેમી દાવત નો રિપોર્ટ પેશ કરીએ છે. રીપોર્ટ નો મકસદ એ છે કે:

  • નિઝામ હજી મઝબૂત થાય અને નેહેજ મુતાબિક અમલ ઝીયાદા થાય ઇન્શાઅલ્લાહ.  
  • દાઈ અલ મુતલક ના મોહબ્બત કરનાર મુમિનીન ને દાવત ના કામો અને જમાઅત ના ઉમૂર ના બારા માં જાણકારી પોહંચે. એના સબબ મુમિનીન ને ઇન્શાઅલ્લાહ દાવત ની ખિદમત કરવાનો શોખ થાય. અને હર એક પોતાની કાબેલિયત મોઆફિક દાવત ના ઉમૂર માં, દાવત ની ખિદમત માં શામિલ થાય.

દાવત ના સગલા ઇદારાઓ એ આ સાલ ઘણા કામો કીધા છે. દાઈ અને દાવત ની ખિદમત બજાવી છે અને મુમિનીન ને ફાયદો પહોંચાયો છે. આ રિપોર્ટ માં દાવત ના સંસાધનો નો ઇસ્તેમાલ ક્યાં થઇ રહ્યો છે અને એના સબબ શું હાસિલ થયું છે એની વિગત છે. રિપોર્ટ ની વિગત આ મિસલ છે:

૧. સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની સીરત

૨. સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના કુબ્બા ની તાસીસ

૩. તકરીબ અને સૈયદના કુત્બુદ્દીન “હાર્મની પ્રાઈઝ”

૪. દાવત ના ઉમૂર માં ઈર્શાદ અને હિદાયત

૫. સામાજિક બેહબૂદગી - ઝાહરા હસનાત

૬. કાનૂની કાર્યવાહી નો સારાંશ અને મીડિયા રિપોર્ટ્સ

૭. બેઠક

૮. મુનાજાત કસીદા અને રિસાલત

૯. સૈયદના ત.ઉ.શ. ની મુબારક સફરો ની ઝિકર

૧૦. અન્ય સફરો અને ઝીયારતો ના અખબાર

૧૧. સબક

૧૨. અશરા મુબારકા

૧૩. તકરીબ ના કામો અનર કોન્ફરન્સ

૧૪. મીડિયા

૧૫. વેબસાઈટ અને યૂટ્યૂબ ના સ્ટેટિસ્ટિક્સ