જુમાદિલ ઉલા ૧૪૩૯ હિ. ની દસમી તારીખ, સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. મૌલાતુના ફાતેમા અ.સ. ની શહાદત ની મજલીસ માં, બેકર્સફીલ્ડ, કેલીફોર્નિયા, માં જલવા અફરોઝ થયા. સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. એ મૌલાતુના ફાતેમા ની શાન માં જે કસીદા મુબારકા લિખી ફરમાયા છે, “મૌલાતુના ફાતેમા તુઝ ઝાહરા”, એમાં સી મુન્તખબ અબ્યાત ની તિલાવત થઇ. યાકૂતત ઉલ દાવતિલ હક્ક શેહ્ઝાદી ડો. બઝત તાહેરા બાઈસાહેબા ના દાવત ની ઝબાન ના સલામ ની તિલાવત થઇ. તે બાદ, મૌલાનલ મિનઆમ ત.ઉ.શ. એ મૌલાતુના ફાતેમા ની શાનાત ની અને  શહાદત ની ઝિકર ફરમાવી.