بسم الله الرحمن الرحيم
الْحَمْدُ لِلَّهِ فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ*
Praise be to Allah Ta’ala the Creator of the Heavens and the Earth.
(Surat Fatir: 1)
Maulatuna Fatema’s AS name comes from Allah Ta’ala’s name Fatir (Creator). In the kitaabs of Da’wat the meaning of Maulatuna Fatema’s name is explained at many levels. On one level, Fatema is from fa ta ma - which literally means to cut, or separate. In the context of Maulatuna Fatema herself, it means to separate the Shi’a from punishment. In several of his qasidas, Syedna Taher Saifuddin RA acknowledges Maulatuna as the one who safeguards Mumineen from Jahannam. The bayt below is from one such qasida:
Their mother is Fatema;
her love will separate and safeguard her Shi’a from fire
وامهم الزهراء فاطم حبها
لشيعتها حقا عن النار فاطم
Our Imams and their Dai’s chose to use Maulatuna Fatema’s name to identify their Da’wat.
The Imams are known as A’immat Fatimiyyeen (singular al-Imam al-Fatemiyy), the Dai’s are known as Du’aat Fatimiyyeen (singular al-Da’i al-Fatemiyy), and the Da’wat is known as Da’wat Fatimiyya or Fatemi Dawat.
The Dawat is recognized as Fatemi Dawat because Maulatuna Fatema is the crucial link through which the noor of Mohammed and Ali is reunited in the succession of Imams. It is through Fatema SA that the Imam is the son of Rasulullah SA and the son of Amirul Mumineen Imam Ali SA.
In parallel, the Dai is known as al-Dai al-Fatemi because he is the Dai of the Fatemi Imam and establishes the Da’wat of Rasulullah SA and Amirul Mumineen SA.
The Da’wat is also known as Fatemi Da’wat. As Syedna Taher Saifuddin RA states in his qasida in the shaan of Maulatuna Fatema:
Pure Fatema
This luminous Fatemi Dawat is known by her name
فاطمة الطهر اليها اغتدت
تنسب هذي الدعوة الغرا
During the zuhoor of the Imams in Egypt, there was an occasion in which the enemies of the Fatimids slandered the Imams by accusing them of "conveniently"tracing their lineage to Fatema, a woman, to establish their connection with Rasulullah. (The norm was to trace one’s lineage through men, not women.) The Imam’s Hudood swiftly replied by reciting the Qur’anic ayats in which Eissa nabi is referred to as the son of Maryam(for example ‘that is Eissa son of Maryam’ - Surat Maryam: 34).
We commemorate the solemn occasion of Maulatuna Fatema’s shahaadat on the 10th of Jumadul-Ula by remembering that we are children of Fatemi Dawat and followers of the true Fatemi Dai. We are believers that a Fatemi Imam, in the progeny of Mohammed, Ali and Fatema, graces the face of this earth. We offer praise and thanks to Allah Ta’ala for the ne’mat of being linked, for having a nisbat, with Maultanuna Fatema-tuz-zahra 1400 years after her wafaat.
We pray: Fatemi Dawat – Zindabad; Fatemi Dai – Zindabad.
بسم الله الرحمن الرحيم
الْحَمْدُ لِلَّهِ فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ
تمام حمد خدا واسطے چهے كه جه آسمانو انے زمين نا پيدا كرنار چهے
(سورة الفاطر : ١)
مولاتنا فاطمة نو نام فاطر (پيدا نا كرنار) پر سي چهے، كه جه خدا نو نام چهے . دعوة ني كتابو ما، مولاتنا فاطمة نا نام ني گهني معنى بيان چهے. أيك معنى يه چهے كه فاطمة ف-ط-م پر سي چهے، جه ني لفظي معنى "كاپوو" يا "الگ كروو" چهے. فاطمة شيعة نے عذاب سي الگ كرے چهے ، دور كرے چهے. سيدنا طاهر سيف الدين رض آپنا ايك قصيدة ما فرماوے چهے كه مولاتنا فاطمة مؤمنين نے جهنم سي الگ كرے چهے انے بچاوي دے چهے. آپ فرماوے چهے:
وَاُمُّهُمُ الزَّهْرَاءُ فَاطِمَ حُبُّهَا
لِشِيْعَتِهَا حَقاً عَنِ النَّارِ فَاطِمُ
آپ سگلا نا ماں صاحبة فاطمة چهے
آپني محبة آپنا شيعة نے آگ سي الگ كرسے، بچاوي دے چهے،
اپنا امامو فاطمة سي نسبة لے چهے، هر ايك امام فاطمي امام - أئمة فاطميين سي اولكهائي چهے، انے دعاة بهي فاطمة سي نسبة لے چهے ، هر ايك داعي فاطمي داعي - دعاة فاطميين سي اولكهائي چهے،
ايج مثل آ حق ني دعوة فاطمة سي نسبة لے چهے ، "دعوة فاطمية" سي اولكهائي چهے - آحق ني دعوة فاطمي دعوة چهے. سيدنا طاهر سيف الدين آپنا قصيدة ما مولاتنا فاطمة ني شان ما آ مثل فرماوے چهے:
فَاطِمَةُ الطُّهرُ اِلَيهَا اغْتَدَتْ
تُنْسَبُ هَذِي الدَّعْوَةُ الغَرَّا
وه پاكيزة مولاة فاطمة، كه جه ني طرف آ دعوة غراء نسبة لے چهے،
دعوة فاطمية – فاطمة سي نسبة سكام لے چهےكه مولاتنا فاطمة سي نسبة ليوا ما محمد انے علي بيوے ني نسبة تهائي چهے، بيوے نو نور امامو نا سلسلة ما فاطمة سي جورائي چهے. فاطمة ني نسبة ليوا سي بيوے نسبة ثابت چهے، كه امام رسول الله نا فرزند چهے انے امير المؤمنين مولانا علي نا فرزند چهے.
يه ج مثل، داعي "الداعي الفاطمي" سي اولكهائي چهے كيم كه فاطمي امام نا داعي چهے، انے رسول الله انے امير المؤمنين ني دعوة قائم كرنار چهے.
مصر ما امام نا ظهور نا زمان ما، فاطمي امامو نا كتناك دشمنو ايم كلام كرتا كه فاطميين رسول الله سي نسبة ليوا نے فاطمة سي نسبة لے چهے، بئيرو سي نسبة لے چهے، . رائج ايم كه باوا ني نسبة لے، ماں ني نهيں. امام نا حدود يه ترت جواب فرمايو كه قرآن مجيد ما عيسى ني نسبة آپنا ماں صاحبة مريم سي چهے ، "عيسى بن مريم" بارها قران ما چهے، (سورة مريم: ٣٤)
١٠مي جمادى الاولى، مولاتنا فاطمة ع م نا شهادة نا ميقات پر ايمياد كريے چهے كه اپنے فاطمي دعوة نا فرزندو چهے انے حق نا داعي، فاطمي داعي نا تابع تهانار چهے. اپنو يه عقيدة چهےكه ايك فاطمي امام، رسول الله نا شهزاده، امير المؤمنين مولانا علي نا شهزاده، انے مولاتنا فاطمة نا شهزاده، هميشة زمين ني پيتهـ پر حاضر انے موجود چهے. اپنے خدا تعالى نو حمد انے شكر كريے چهے كه اپنے خدا يه آ نعمة بخشي كه اپني نسبة مولاتنا فاطمة الزهراء نا ساتهے چهے،
فاطمي دعوة زنداباد، فاطمي داعي زنداباد.
بسم الله الرحمن الرحيم
الْحَمْدُ لِلَّهِ فَاطِرِ السَّمَاوَاتِ وَالْأَرْضِ
તમામ હમ્દ ખુદા ના વાસ્તે છે, જે આસમાન અને ઝમીન ના પૈદા ના કરનાર છે.
(સૂરત અલ ફાતેર : ૧)
મૌલાતુના ફાતેમા નું નામ ફાતેર (પૈદા ના કરનાર) પર સી છે, કે જે ખુદા નું નામ છે. દાવત ના કિતાબો માં મૌલાતુના ફાતેમા ના નામ ની ઘણી મઆના (અર્થ) બયાન કરવામાં આવી છે, એક મઆના એ છે ફાતેમા ف–ط - م (ફે, તોઈ, અને મીમ) પર સી છે, જેની લફ્ઝી (શાબ્દિક) મઆના “કાપવું” યા “અલગ કરવું” એમ થાઈ છે. ફાતેમા શિઆ ને અઝાબ સી અલગ કરે છે, દૂર કરે છે. સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. આપના એક કસીદા માં ફરમાવે છે કે મૌલાતુના ફાતેમા મુમિનીન ને જહન્નમ સી અલગ કરે છે અને આગ સી બચાવે છે. આપ ફરમાવે છે :
وَاُمُّهُمُ الزَّهْرَاءُ فَاطِمَ حُبُّهَا
لِشِيْعَتِهَا حَقاً عَنِ النَّارِ فَاطِمُ
આપ સગલા ના માં સાહેબા ફાતેમા છે
આપ ની મોહબ્બત આપ ના શિઆ ને આગ સી અલગ કરસે, બચાવી દેશે
અપના ઇમામો મૌલાતુના ફાતેમા સી નિસ્બત લે છે, હર એક ઈમામ ફાતેમી ઈમામ – અઈમ્મત ફાતેમીયીન સી ઓળખાઈ છે, અને દોઆત ભી મૌલાતુના ફાતેમા સી નિસ્બત લે છે. હર એક દાઈ ફાતેમી દાઈ – દોઆત ફાતેમીયીન સી ઓળખાઈ છે.
એજ મિસલ આ હક્ક ની દાવત ફાતેમા સી નિસ્બત લે છે. “દાવત ફાતેમીયા” સી ઓળખાઈ છે – આ હક્ક ની દાવત ફાતેમી દાવત છે. સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. આપના કસીદા માં મૌલાતુના ફાતેમા ની શાન માં આ મીસલ ફરમાવે છે :
فَاطِمَةُ الطُّهرُ اِلَيهَا اغْتَدَتْ
تُنْسَبُ هَذِي الدَّعْوَةُ الغَرَّا
વોહ પાકીઝા મૌલાત ફાતેમા, કે જેની તરફ આ દાવત ગર્રા નિસ્બત લે છે
દાવત ફાતેમીયા – ફાતેમા સી નિસ્બત શું કામ લે છે કે મૌલાતુના ફાતેમા સી નિસ્બત લેવામાં મોહમ્મદ રસુલુલ્લાહ સ.અ. અને અમીરુલ મુમિનીન મૌલાના અલી સ.અ. બેવે ની નિસ્બત થાય છે. બેવે નું નૂર ઇમામો ના સિલસિલા માં ફાતેમા ના સબબ જોડાઈ છે. ફાતેમા ની નિસ્બત લેવાસી બેવે નિસ્બત સાબિત થાઈ છે કે ઈમામ રસુલુલ્લાહ ના ફર્ઝંદ છે અને અમીરુલ મુમિનીન મૌલાના અલી ના ફર્ઝંદ છે.
એજ મિસલ, દાઈ “અલ દાઈલ ફાતેમી” સી ઓળખાઈ છે કેમ કે ફાતેમી ઈમામ ના દાઈ છે અને રસુલુલ્લાહ સ.અ. અને અમીરુલ મુમિનીન સ.અ. ની દાવત કાઈમ કરનાર છે.
મિસર માં ઈમામ ના ઝુહૂર ના ઝમાન માં, ફાતેમી ઇમામો ના કિતનાક દુશ્મનો એમ કલામ (તાન) કરતા કે ફાતેમીયીન રસુલુલ્લાહ સી નિસ્બત લેવાને ફાતેમા સી નિસ્બત લે છે, બૈરો સી નિસ્બત લે છે, બાવા સી નિસ્બત લે. ઈમામ ના હુદૂદ એ લોગોને તરત જવાબ ફર્માયો કે કુરઆન મજીદ માં ખુદા ઈસા નબી ની નિસ્બત આપના માં સાહેબા મરયમ સી કરે છે, “ઇસબ્ને મરયમ” ઘણી જગહ કુરઆન માં છે (સૂરતે મરયમ : ૩૪)
૧૦ મી જુમાદિલ ઉલા, મૌલાતુના ફાતેમા અ.સ. ના શહાદત ના મિકાત પર અપને એમ યાદ કરીએ છે કે અપને ફાતેમી દાવત ના ફર્ઝંદો છે અને હક્ક ના દાઈ, ફાતેમી દાઈ ને તાબે થાનાર છે. અપનો એમ અકીદો (માન્યતા) છે કે એક ફાતેમી ઈમામ, રસુલુલ્લાહ ના શેહ્ઝાદા, અમીરુલ મુમિનીન મૌલાના અલી ના શેહ્ઝાદા, અને મૌલાતુના ફાતેમા ના શેહ્ઝાદા હમેંશા ઝમીન ની પીઠ પર હાઝીર અને મૌજૂદ છે. અપને ખુદા તઆલા નો હમ્દ અને શુકુર કરીએ છીએ કે અપને ખુદા એ આ નેમત બખ્શી કે અપની નિસ્બત મૌલાતુના ફાતેમા ઝાહરા ના સાથે છે.
ફાતેમી દાવત ઝીન્દાબાદ, ફાતેમી દાઈ ઝીન્દાબાદ.