અમીરુલ મુમિનીન મૌલાના અલી ઈબ્ને અબી તાલિબ સ.અ. ફરમાવે છે કે “મુમિન હંમેશા ખુશ હોઈ” (અલ-મુમિનો હશ્શુન બશ્શુન).

અક્સર ઇન્સાન એમ તલબ માં હોઈ છે કે ખુશ હોઈ અને હંમેશા ખુશ રહે. મગર એ કઈ તરાહ ઇમકાન થાઈ જે વખત કે આ આલમ માં હાલાત હોઈ છે. તહો બલાઈ, બીમારી, ઝઘડા, અલગ અલગ ફિકરો, આ સગલી વાત તો હકીકત છે. રાત દિન એમાં મુકાસાત અને તકલીફ ઉઠાવી પડે છે. તો મુમિન આ આલમ માં, આવા હાલાત માં ખુશ રહે, અને કોશિશ કરે કે હંમેશા ખુશ હોઈ એનો રસ્તો શું છે? અને એમાં શું ગેહરી ફલસફત છે?