સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના બીજા ઉર્સ મુબારક ના મોકે પર એક મરસીયા પેશ કરીએ છે જેમાં કુત્બુદ્દીન મૌલા ના વફાત ની ઝિકર છે . અને આપના વફાત ના બાદ આપના વારીસ ફખરુદ્દીન મૌલા ત.ઉ.શ. એ મુમિનીન ને સંભાલા ને દાવત કાઈમ કીધી એની ઝિકર છે. મરસીયા ની ઓડીઓ સૈયદના કુત્બુદ્દીન ની તસ્વીરો ના સાથે પેશ કીધી છે અને એમાં કુત્બુદ્દીન મૌલા ના વફાત અને જનાઝા મુબારકા ના ફોટોગ્રાફ ભી છે .

આ મરસીયા એક નૌજવાન મુમિનીન મુખ્લીસ હુસૈન મુલ્લા સૈફુદ્દીન આરસીવાલા એ લિખા છે .

ખુદા તઆલા અપને યારી આપે કે કુત્બુદ્દીન મૌલા ની યાદ અપન ઝીંદા કરતા રહીયે. યે કઈ તરહ  કે આપ ની ઇક્તેદા કરીને, આપ ના નકશે કદમ પર ચલીને યે મૌલા નો શુકુર કરતા રહીયે. હક્ક પર સાબિત કદમ રહીયે. આપ ના વારીસ ની ખિદમત કરીએ. તા કે જે કુત્બુદ્દીન મૌલા એ બીશારત આપી હતી, આપ ના જાંનશીન ના ફતહે મુબીન ના જશન મનાવીએ. જેમ સૈયદના કુત્બુદ્દીન ને અપના સગલા માં ઉમ્મીદ હતી એમ સૈયદના ફખરુદ્દીન ના સાયા માં અમલ કરતા રહીએ. દુનિયા માં કુત્બુદ્દીન મૌલા નો સાથ નસીબ થયો, આખેરત માં ભી એહના સાથે થઈએ,