بسم الله الرحمن الرحيم

 فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ وَإِنَّهُ لَلْحَقُّ مِن رَّبِّكَ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا تَعْمَلُونَ

મસ્જીદ એ હરામ (બૈતુલ્લાહ) ની તરફ તવજ્જોહ કરો, યે ખુદા તઆલા થકી હક્ક છે, ખુદા તમારા અમલ સી ગાફેલ નથી

શાબાન ની ૧૫ મી રાત ની અહમ્મિયત અને થમ વશેક ની માના પર આ લેખ શેહઝાદા ડૉ. અઝીઝ ભાઈસાહેબ એ ૧૪૩૬ હિ. માં લખો હતો. એ લેખ ની ઓડિયો સુનવા વાસ્તે "પ્લે" બટન પર ક્લિક કરો.

શાબાન ની ૧૫ મી રાત નું શરફ અને નમાઝ મઆના:

શાબાન ના મહિના રસુલુલ્લાહ સ.અ. ના મહિના છે. આ મહિના ની પંદર મી રાત (શાબાન ની ૧૫ મી રાત) રસુલુલ્લાહ ને ખુદા નું ફરમાન થયુ કે મસ્જીદે હરામ ની તરફ, બૈતુલ્લાહ ની તરફ નમાઝ પઢો (તે પેહલા નમાઝ મસ્જીદે અક્સા ની તરફ પઢાતી હતી), કુરઆન મજીદ માં ઉપર લિખી આયત માં યે મુબારક મૌકે ની ઝિકર છે, કુરઆન ની સગલી આયતો ના મીસલ આ આયત માં ભી ઘની મઆની છે, જે અપના હુદાત કીરામ એ કિતાબો માં બયાન ફરમાવી છે. એક બયાન એમ છે કે શાબાન ની ૧૫ મી રાત રસુલુલ્લાહ ના મહિના નું વસત (અધવચ્ચ) છે. તો એ રાત રસુલુલ્લાહ ના દાવત ના બે હિસ્સા પર દલાલત કરે છે. એક હિસ્સો તનઝીલ – જે રસુલુલ્લાહ ને વહયે આયુ કે જે કુરઆન મજીદ અને શરીઅત માં સમાએલુ છે, બીજો હિસ્સો તાવિલ – તનઝીલ માં જે મઆની સમાએલી છે. રસુલુલ્લાહ એ એનું તાવીલ બયાન કરવાનું મૌલાના અલી અ.સ. ને સોંપું.

આ રાત નું શરાફ અઝીમ છે. એમાં બરકાત ના બારિશ વરસે છે, મૌલાના અલી એ ફરમાવ્યું કે વરસ માં જે ચાર ઝ્યાદા માં ઝ્યાદા મુબારક રાતો છે એમાં સી એક રાત શાબાન ની ૧૫ મી રાત – ૧૫ મી શાબાન ની રાત છે. (બીજી ત્રણ રાતો – ૧) ૨૭ મી રજબ ની રાત મેઅરાજ ની રાત, ૨) ઈદુલ ફિતર ની રાત, ૩) ઈદુલ અદહા ની રાત, લૈલતુલ કદર આ ચાર રાતો માં સી નહીં ગણાતી કેમ કે લૈલતુલ કદર ની શાન નિરાલી છે.) અમીરુલ મુમિનીન એ ફરમાવ્યું છે કે આ ચાર રાતો મુમિન ને ફક્ત ઈબાદત અને અલ્લાહ તઆલા ની ઝિકર માં ગુઝારવી જોઈએ. અપના હુદાત ના ઈર્શાદ મુતાબિક અપને આ ચાર રાતો માં વશેક ની તતવ્વો ની નમાઝ પઢીએ છે. મગર ૧૫ મી શાબાન ના વશેક ની નિરાલી શાકેલત (રીત) છે, એ વશેક થમ વશેક સી ઓળખાઈ છે, કેમ કે એમાં ઘણા લંબાન તક ઉભા રેહવાનું હોઈ છે, અને નમાઝ પઢનાર થમ (સ્તંભ) ની મીસલ હોઈ છે. વશેક ની ૧૪ રકઅત ઈમામ ઉઝ ઝમાન ના હુદૂદ અને એની મારેફત પર દલાલત કરે છે. ૧૨ હુજ્જત (જેના પેહલા બાબ ઉલ અબવાબ છે), દાઈ અને માઝૂન. એ ૧૪ હુદૂદ ના વસાતત અને હિદાયત સી અપને ઈમામ ઉઝ ઝમાન ની તરફ પહોંચીએ છે. 

સતર ના ઝમાન માં અપને દાઈ ના વિસાતત સી એ સગલા હુદૂદ ના ઇલ્મ અને હિદાયત નું નૂર મળે છે અને એની મારેફ્ત કરીએ છે. અપને શુકુર કરીએ કે દુનિયા માં હજારો લાખો લોકો માં સી અપને નસીબ થયુ કે અપને ઈમામ ઉઝ ઝમાન ના દાઈ, હક્ક ના દાઈ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની મારેફ્ત કરીએ છે, એના સાથે છે, યે હુદૂદ અપને તેહમીદ – અલ્લાહ તઆલા નો હમ્દ અને શુકુર – ની તરફ હિદાયત દઈ છે (સુરતુલ હમ્દ ૧૪ વાર) અને અપને તૌહીદ ની તરફ બુલાવે છે, ખુદા તઆલા યકતા છે એમ દલાલત કરે છે (કુલ હોવલ્લાહો અહદ ની સૂરત ૧૪ વાર) અને અપને ઇસ્તેઆઝત – હસદ અને શર ને લોગો સી અલ્લાહ તઆલા સી પનાહ તલબ કરવું સીખાવે છે, (કુલ અઉઝો બે રબ્બીલ ફલક ની સૂરત ૧૪ વાર અને કુલ અઉઝો બે રબ્બીન નાસ ની સૂરત ૧૪ વાર). યે હુદૂદ અપને મૌલાના અલી ના ઇલાહી મકામ ની તરફ હિદાયત દઈ છે જેના વાસ્તે અપને એક વાર આયતુલ કુરસી ની તિલાવત કરીએ છે. થમ વાશેક પઢીને અને હુદૂદ ની મારેફત કરીને અપને વો લોકો માં સી છું કે જેને અલ્લાહ તઆલા એ ઝુલ્મત અને અંધેરપન સી નૂર અને રોશની ની તરફ હિદાયત દીધી છે.

“اللهُ وليٌّ الذين آمنوا يخرجهم من الظلمات الى النور”

અલ્લાહો વલી અલ્લઝીના આમનુ યુખરેજોહુમ મિન અઝ ઝોલોમાતે એલન નૂર

 

દાવત માં અપના અઝમ અને ઈરાદા માં થમ ની મીસલ મઝબૂત ખડા રેહવું

૧૫ મી રાત નો વશેક પઢવું આસાન નથી, એટલા લંબાણ તક ખડા રેહવું અને ઈબાદત પર ધ્યાન દેવું મુશ્કેલ છે. એજ મીસલ અવલીયાઉલ્લાહ અને એના હુદૂદ ની વલાયત અને તાઅત માં મઝબૂત ખડા રેહવું હમેશા આસાન નહિ હોતું. ઘની વાર મુશ્કેલીઓ ખમવી પડે છે, દુનિયા માં તો ઘની અલગ અલગ મશ્ગુલિયત હોઈ છે, પણ જરૂરી છે કે જેમ અપને અપના જીસમ સી બૈતુલ્લાહ ની તરફ તવજ્જોહ કરીએ છે એજ મીસલ અપના જાન સી ઈમામ ઉઝ ઝમાન ની તરફ તવજ્જોહ કરીએ, અને ઈમામ ઉઝ ઝમાન ના દાઈ ની વલાયત અને તાઅત માં મઝબૂત ખડા રહીએ. ઈમામ ઉઝ ઝમાન ની તરફ પોહોંચવા વાસ્તે એકજ રસ્તો છે, એ કોણ કે દાઈઝ ઝમાન, નજાત હાંસિલ કરવાને એકજ રસ્તો છે, એ કોણ કે દાઈઝ ઝમાન.

આ મૌકે માં એ ભી ઝિકર કરીએ, દાવત ના દુશ્મનો સૈયદના બુરહાનુદ્દીન રી.અ. ના માઝૂન અને મનસૂસ ને જુઠાવાની કોશિશ માં માઝૂન ના રુતબા ની દુશ્મની કરી બેઠા. જે રુતબા પર શાબાન ની ૧૫ મી રાત ના વશેક ની ૧૪ રકઅત ની એક રકઅત દલાલત કરે છે. દાઈ ના સાથે માઝૂન નો રૂતબો ભી એ ૧૪ હુદૂદ માં સી એક છે. આ સગલા હુદૂદ જેમાં માઝૂન ના રુતબા ભી શુમાર છે, ખુદા ની તૌહીદ ની તરફ, અને સિરાતે મુસ્તકીમ ની તરફ હિદાયત દઈ છે.