بسم الله الرحمن الرحيم

يَا أَيُّهَا النَّاسُ إِنَّا خَلَقْنَاكُم مِّن ذَكَرٍ وَأُنثَىٰ وَجَعَلْنَاكُمْ شُعُوبًا وَقَبَائِلَ لِتَعَارَفُوا ۚ إِنَّ أَكْرَمَكُمْ عِندَ اللَّهِ أَتْقَاكُمْ

(સુરતુલ હુજુરાત : આયત ૧૩)

એ લોગો હમે તમને એક મરદ અને એક બૈરો સી પેદા કીધા અને તમને અલગ કબીલાઓ કીધા તાકે એક બીજા સાથે સંબંધ રાખો. તહકીક ખુદા ના નઝદીક તમારા માં સી ઝિયાદા કરામત વંતા વો છે કે જે ઝિયાદા તકવા રાખે.

આ લેખ શેહઝાદા ડૉ. અઝીઝ ભાઈસાહેબ કુત્બુદ્દીન એ ૨૦૧૬ માં લખો છે.

કુરાને મજીદ માં ઇન્સાન ની અલગ નસલો અને કબીલાઓ ની ઝિકર છે અને ખુદા તઆલા ફરમાવે છે કે એ શું કામ છે તાકે લોગો એક બીજા સાથે સંબંધ રાખે. દુનિયા માં અલગ અલગ કિસમ ના લોગો એક સાથે સલામતી સી અને અમાન માં રહે છે એના ઘણા મિસાલ છે. મગર બીજી તરફ સી એક બીજા ની દુશ્મની અને નફરત ના ભી મિસાલ છે. ખાસ તૌર સી જ્યારે લોગો ને છુટા પાડવાને અને ઇખ્તિલાફ પેદા કરવાની કોશિશો થાઈ છે. તે વખત આપણા પર વાજિબ છે કે તકરીબ - લોગો કરીબ થાઈ - એના વાસ્તે ઝિયાદા કોશિશ કરીયે.

તકરીબ અરબી લફઝ છે કે જે ત્રણ અસલી હરફ સી બનો છે, કાફ, રે અને બે. તકરીબ ની માઅના લોગો ને નઝદીક કરવાની છે. ગુજરાતી, હિન્દી અને ઉર્દુ માં ભી એ મિસલ નો અરબી લફઝ વપરાઈ છે - કરીબ.

જનાબ ઈબ્રાહીમ રેહમતુલ્લાહ ની સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. સાથે મુલાકાત થઈ તો આપના સાથે વાત માં એમ કહ્યું કે મુસલમાનો ના દરમિયાન એટલો ઇખ્તિલાફ છે એ ઘણું ભારી લાગે છે. પછી એમ કહ્યું કે ઉમ્મતે ઇસ્લામ ના સગલા મોટા ઓલામા ને બે સી ત્રણ હફ્તા એક સાથે બેઠીને એક માન્યતા પર મુત્તફિક થવું જોઈએ. સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. હમેશા તકરીબ અને અમાન ના સાથે રેહવાનું ફરમાવતા. મગર આપ હાલાત અને હકીકત ને મદ્દે નઝર રાખીને ઇરશાદ ફરમાવતા. આપ એ જનાબ ઈબ્રાહીમ ને ફરમાવ્યું કે હજાર વર્ષ થી આ ઇખ્તિલાફ મૌજૂદ છે, તો એમ મુમકિન નથી કે સગલા ફિરકાઓ અચાનક મુત્તફિક થઈ જાઈ. આપ એ ફરમાવ્યું કે બલ્કે જે ઇખ્તિલાફ છે એને મદ્દે નઝર રાખીને જે ચીઝો માં ઇત્તેફાક છે એના પર ધ્યાન કરવું જોઈએ.

સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. આપના અકીદા અને યકીન માં રાસિખ હતા પણ તે સાથ બીજા મુસ્લેમીન સાથે અને બીજા મઝહબ ના લોગો સાથે ઇત્તેફાક અને તકરીબ ના નઝરીયા સી પેશ આવતા.

સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. અને આપના વારસ સૈયદના બુરહાનુદ્દીન રી.અ. અને સૈયદના કુત્બુદ્દીન રી.અ. ની ઈક્તિદા કરીને કુત્બી જ્યુબિલી સ્કોલરશિપ પ્રોગ્રામ એ કલકત્તા યુનિવર્સિટી સાથે ૨ દિન ની તકરીબ કોન્ફરન્સ અક્દ કીધી. સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની દોઆ મુબારક સી એ કોન્ફરન્સ ઘણી કામયાબ થઈ. (કોન્ફરન્સ ના બારા માં ઝિયાદા જાણવાને યહાં ક્લિક કરો) અને અખબાર માં એના બારામાં ઘણા લેખ છપાયા. (કોન્ફરન્સ ના બારા માં અખબાર દેખવાને યહાં ક્લિક કરો.)

સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. અને આપના વારસ સૈયદના બુરહાનુદ્દીન રી.અ. અને સૈયદના કુત્બુદ્દીન રી.અ. ની ઈક્તિદા કરીને કુત્બી જ્યુબિલી સ્કોલરશિપ પ્રોગ્રામ એ કલકત્તા યુનિવર્સિટી સાથે ૨ દિન ની તકરીબ કોન્ફરન્સ અક્દ કીધી. સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની દોઆ મુબારક સી એ કોન્ફરન્સ ઘણી કામયાબ થઈ. (કોન્ફરન્સ ના બારા માં ઝિયાદા જાણવાને યહાં ક્લિક કરો) અને અખબાર માં એના બારામાં ઘણા લેખ છપાયા. (કોન્ફરન્સ ના બારા માં અખબાર દેખવાને યહાં ક્લિક કરો.)

સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. એ આપને માઝૂન ના રુતબા માં ૫૦ સાલ તમામ થવાના અવસર પર, કુત્બી જ્યુબિલી સ્કોલરશિપ પ્રોગ્રામ નો ઇદારો કાયમ ફરમાવ્યો. આપની ઉમીદ હતી કે મુમિનીન ને આ ઇદારા ના સબબ ૨ રીતે ફાયદો થાઈ: ૧) મુમિનીન ના ફરઝંદો, દીકરાઓ અને દીકરીઓ ઉચ્ચ શિક્ષણ હાસિલ કરી શકે અને ૨) શિક્ષણ એવી રીતે હાસિલ કરે કે આપણી કૌમ માં અને બીજા મઝહબો ના સાથે નઝદીકી રહે.

ખુદા તઆલા આપણે યારી અને તૌફીક આપે કે કુત્બુદ્દીન મૌલા રી.અ. ની ઉમીદો કુત્બી જ્યુબિલી સ્કોલરશિપ પ્રોગ્રામ માં પૂરી થાઈ અને હુદાત કિરામ અને આકા મૌલા ત.ઉ.શ. ના ઇરશાદ મુતાબિક તકરીબ ના નઝરીયા સી આપણે બીજા લોગો સાથે પેશ આવીયે. ઇન્શાઅલ્લાહ એ કોશિશો ના સબબ ખુદા તઆલા જે લોગો ઇખ્તિલાફ પેદા કરવા ચાહે છે, ફિત્નત કરવા ચાહે છે એની કોશિશો ને નાકામ કરે.