بسم الله الرحمن الرحيم 

نصر من الله وفتح قريب

ياري خدا سي چهے،  انے فتح مبين قريب چهے

(سورة الصف : ١٣)

નસરુન મિનલ્લાહે વ ફતહુન કરીબ

યારી ખુદા સી છે, અને ફતહે મુબીન કરીબ છે

(સૂરતુસ સફ : ૧૩)

 

જયારે સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. વફાત થયા, ફિત્નત ના મૌજ દાવત ના સફીના પર આયા જે વખ્ત મીન્બર અને મેહરાબ મુદ્દઈ એ ગસ્બ કરી દીધું. તમામ મસ્જીદો મશાહિદ અને ટ્રસ્ટો પર કબ્જો કરી લીધો. સૈયદના કુત્બુદ્દીન રી.અ., ઈમામ ઉઝ ઝમાન ના શેર, યે દાવત ના સફીના ની અજબ શાન સી હિમાયત અને હિફાઝત કીધી. આપ ના સબબ દાવત ના સફીના ની બકા છે. યે દાવત ની બકા છે – દાવત આબાદ છે. આપ ના વારિસ મૌજૂદ છે. યે સગલા સી મોટી ફતહે છે. દુશ્મનો સાથે લડાઈ ના દરમિયાન, ઈમામ ઉઝ ઝમાન ના શેર, સૈયદના કુત્બુદ્દીન વફાત થઇ ગયા. 

સૈયદના કુત્બુદ્દીન ના વારિસ અને સાની, શેરે બબર ના શેહ્ઝાદા શેરે બબર સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ., અજબ અઝમ અને હઝ્મ ના સાથે દાવત ના સફીના ને ચલાવતા રહ્યા. દાવત ના દુશ્મનો હૈરત માં દેખતાજ રહી ગયા. સૈયદના ફખરુદ્દીન એ શેહ્ઝાદા મુફદ્દલ સૈફુદીન ને મુબાહલત અને મુનાઝરત વાસ્તે બુલાયા. કઈ જવાબ ના દીધો. સૈયદના ફખરુદ્દીન ના સામને આવવાની હિંમત નથી.  

સૈયદના ફખરુદ્દીન એ કોર્ટ માં પેશ કીધું કે સૈયદના કુત્બુદ્દીન ના વારિસ ની હૈસિયત સી ૫૪ માં દાઈ ની હૈસિયત સી આપ કોર્ટ માં કેસ જારી રાખે. બોમ્બે હાઈ કોર્ટે પેશી કબૂલ રાખી. સૈયદના ની ફતહે થઇ. અલ દાઈ અલ અજલ અલ મુતલક સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. ના વફાત ના બાદ – જે ઓરીજીનલ પ્લેન્ટીફ, મૂળ વાદી  હતા – આપ ની જગહ માં અલ દાઈ અલ અજલ અલ મુતલક સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ને પ્લેન્ટીફ બનાવવામાં આવ્યા છે.

સૈયદના ફખરુદ્દીન ના બયાનો અને વાઅઝો દુનિયા માં સગલી જગહ રીલે થાય છે અને હઝારો લોગો ઈન્ટરનેટ પર જોઈ છે. સૈયદના ફખરુદ્દીન ના પ્રેસ ના સાથે મીટીંગ, આપના ઈર્શાદાત આમ તૌર પર અખબારો માં છપાયા છે. બીજી તરફ, સામને ના લોગો નો શું હાલત છે કે માલુમાત ના ફેલાવા ને રોકવું અને જે લોગો ફેલાવે છે એને રોકવા. (ખાસ્સતન વ્હોત્સેપ અને સોશિયલ મીડિયા પર)

જ્યાં લગ ઝમીન એના કદમ ના નીચે સી હટી નહી જાઈ વહા લગ દુશ્મન ને એની હાર અને ખોટ  નું શાયદ એહસાસ નહિ થાય. ઇલ્મ ના મૈદાન માં તો એ હારી ચુકા છે, રેહબરી ના મૈદાન માં હારી ચુકા છે, મોહબ્બત ના મૈદાન માં તો એ હારી ચુકા છે.  

આ મૈદાનો માં અપના આકા, અપના મૌલા, દોઆત મુતલકીન ના સિલસિલા માં ૫૪ માં દાઈલ મુતલક દાઉદી બોહરા કૌમ ના સરદાર સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. જીતી ચુકા છે. આપ હકીકતન અઈમ્મત અને દોઆત ના ઇલ્મ ના વારિસ છે. આપ ખુદા ના નૂર સી દેખી હિદાયત દઈ ને કૌમ ની મુશ્કેલાત હલ કરી રહ્યા છે. આપ રેહમત અને મોહબ્બત ની ગાદી પર, ઈમામ ઉઝ ઝમાન ની નિયાબત ના મસ્નદ પર મુસ્તવી છે.

ખુદા તઆલા કુરઆન એ મજીદ માં ફરમાવે છે કે, “યારી ખુદા સી છે, અને ફતહે મુબીન કરીબ છે”. (નસરુન મીનલ્લાહે વ ફતહુન કરીબ). ફતહે મુબીન નઝદીક છે ઇન્શાઅલ્લાહો તઆલા. સૈયદના તાહેર  ફખરુદ્દીન ઝીન્દાબાદ.