بسم الله الرحمن الرحيم

وَيُرِيدُ اللَّهُ أَن يُحِقَّ الْحَقَّ بِكَلِمَاتِهِ وَيَقْطَعَ دَابِرَ الْكَافِرِينَ *لِيُحِقَّ الْحَقَّ وَيُبْطِلَ الْبَاطِلَ وَلَوْ كَرِهَ الْمُجْرِمُونَ

( સુરતુલ અન્ફાલ: ૭-૮ મી આયત)

ખુદા તઆલા નો એમ ઈરાદો છે કે હક ને કે પોતાના કલેમાત સી સાબિત કરે અને કાફેરીન ની જડ ને કાપી દે, તાકે હક કાઇમ રહે અને બાતિલ નાબૂદ થઇ જાય, ગરચે એ મુજરેમીન ને નાપસંદ છે

 

સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન (રી.અ.) – શમ્સુદ દોઆતિલ મુત્લકીન – દોઆત મુત્લકીન ના દરમિયાન ચમકતા આફતાબ અને ઇલ્મના સમંદર થા, મુસ્તન્સીર ઈમામ ના બાબુલ અબ્વાબ સૈયદના મોઅય્યદ શીરાઝી ની ઇલ્મ ની બરકાત આપની તરફ પહોંચી અને આપ યે એ શાન સી એ ઇલ્મ ને બયાન કીધું કે આપને ઓલમા “મોઅય્યદે અસગર” ના લકબ સી પેહ્ચાને છે. ૨૫ વરસ ની ઉમર માં આપ દાઈ થયા અને ૪૩ વરસ ની ઉમર માં તો વફાત થઇ ગયા, મગર ઇતના કમ અરસા માં આપ યે આલે મોહમ્મદ ના ઇલ્મ ની બરકાત ને ઘની નશર કીધી, એક ફાતેમી ઇલ્મ ની નાહ્દા શુરુ કીધી, અને ઈમામુઝ ઝમાન ના નઝદીક સી આપની તરફ જે ફૈઝ આવતું થું એહની બરકત મુમેનીન ની તરફ પહોંચાવી. આપને અરબીયત નું ઇત્કાન થું અને આપ યે અરબી ઝબાન માં કસીદા ના પૂરા એક દીવાન તસનીફ ફરમાયા, એ દીવાન માં ફાતેમી અદબ ની બલાગત છે, પુર મઆની આબે હિકમત છે, શેહ્ઝાદા ડોક્ટર અબ્દેઅલી ભાઈસાહેબ એ આપની માસ્ટર્સ ની થીસીસ માં સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન (રી.અ.)  ના દીવાન માં જે “ઇશ્ક” ની માના છે એહના ઉપર લિખી છે ( એ થીસીસ માં સી એક હિસ્સો fatemidawat.com પર મુકો છે)

સૈયદના ના ઇલ્મ ની શાન એ હતી કે આપના ઝમાન માં ઘના ઓલમા થયા, આપના શાગિર્દ આલિમે નહરીર સૈયદી અબ્દેઅલી ઈમાદુદીન (ક.ર.) ની મિસલ. કે જે એ હકીકત ના આલા કિતાબ તસનીફ કીધા, કસાઇદ અને રસાઈલ તસનીફ કીધા, એજ મિસલ સૈયદી સાદિકઅલી સાહેબ ની મિસલ કે જે ની પુર અસર દાવત ની ઝબાન માં નસીહતો મુમેનીન પઢે છે, યેજ મિસલ શેખ કુતુબ અને શેખ સૈફી ની મિસલ કે જે ફિકેહ અને તારીખ ની કિતાબો તસનીફ કીધા, સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન (રી.અ.) એ તલબતુલ ઇલ્મ વાસ્તે “દરસે સૈફી” કાઇમ કીધું,

જેમ ઇલ્મ ની અનહાર જારી કીધી એમ દાવત ના નિઝામ ને મોહ્કમ કીધો, હર દાઈ એ ઇલ્મ ના તલબત ને પઢાયા, ખાસ્સતન ૩૪ માં દાઈ સૈયદના ઈસ્માઈલ બદરૂદ્દીન  (રી.અ.) એ એ સુન્નત કીધી કે દાઈ તલબતુલ ઇલ્મ ને પઢાવે અને જમાડે, સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન (રી.અ.) એ એહનો નિઝામ “દરસે સૈફી” કાઇમ કરી ને ઘનો ઝીયાદા મોહ્કમ કીધો, તલબતુલ ઇલ્મ ને ઇલ્મ પઢવાના મરાહિલ અને બેહ્બૂદગી નો નિઝામ કીધો, એજ મિસલ આપ યે દાવત ના નિઝામ ને ઝીયાદા જમ્બાવાને “અલવઝારતુસ સૈફીયાહ” કાઇમ કીધી, કે જે માં દાવત ના ઉમૂર અને ખાસ્સતન આમિલો ની તાય્યીન નો નિઝામ જમ્બાયો.

સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન (રી.અ.)  ની એક શાન એ ઝાહિર થઇ કે આપ યે જીવારે કાઠીયાવાર માં દકાલ થયો તિવારે ૧૨ હઝાર મુમેનીન ને એક વરસ તક સૂરત માં રાખા અને જમાડા. મુમેનીન ની રોઝી શુરુ થઇ જાય એહના વાસ્તે ભી કોશિશ કીધી,

સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન (રી.અ.)  એ સૂરત માં આપના ખાસ માલ માં સી મસ્જિદે મોઅઝ્ઝમ બનાવી, જે મસ્જિદ ઘની શાન ની મસ્જિદ છે કે જે માં એ ઝમાન માં તમામ મુમેનીન નો સમાવો થઇ જાતો, એ મસ્જિદ ને સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન (રી.અ.) એ નવે સર સી બનાવી,

સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન (રી.અ.) ની શાનાત ની ઝિકર એક મકાલહ માં કરવું ઘનું મુશ્કિલ છે, આપનો મેહનત ના વકત માં જે અઝમ હતો, આપનો જે ઇલ્મ માં મકામ હતો, એ સગલું આપની શખ્સીયત અઝમીયા ની એક ઝલક છે,

સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન (રી.અ.) ની હસનાત આજ ભી જારીયા છે, સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન (રી.અ.) ના પછી દોઆત કિરામ, ખાસ્સતન સૈયદના તાહેર સૈફુદ્દીન  અને સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન (રી.અ.) એ આપની હસનાત ને જારીયા રાખી, ખાસ્સતન દાઈલ અસ્ર સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન (ત.ઉ.શ.) ના કૌલ અને અમલ માં એ હસનાત ની બરકાત નઝર આવે છે, ઇલ્મ ની હસનાત આપના બયાનો, કસીદાઓ, રિસાલત અને અસ્બાક માં જારીયા છે, આપ જે દાવત ના ફરઝંદો ને - દીકરાઓ દીકરીઓ ને – ઇલ્મ વાસ્તે તરગીબ કરે છે અને એહના વાસ્તે મદદ કરે છે એ હસનાત જારીયા છે, આપ દાવત ના નિઝામ ને ઝીયાદા મોહ્કમ કરવા ને અમલ અને ઈરાદો ફરમાવી રહ્યા છે, આજ ના ઝમાન માં ઝકાત નો હિસાબ કેમ થાય તે વાઝે કરી ને, મુમેનીન ના ફરઝંદો ને શિક્ષણ લેવા વાસ્તે મદદ કેમ થાય એહના વાસ્તે ઈરાદા કાઇમ કરી ને, અને બીસરા ઉમૂર જે સૈયદના ના વિઝન સટેટમેંટ (vision statement) માં લિખવા માં આયા છે જવાબદેહી, સ્થાનિય પ્રતિનિધિત્વ, પારદર્શિતા (accountability, local representation and transparency) એહની તદબીર કરવાની. આ હંગામ માં ભી આપના દરવાઝા મુમેનીન ની હવાઈજ અને અરઝો સુનવાને ખુલા હુઆ છે, આપ ખુદ બેઠક માં તશરીફ રાખી ને મુમેનીન ની રૂબરૂ અરઝો સુની ને જવાબ, ઈરશાદાત અને દોઆ ફરમાવે છે.

 સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન (રી.અ.) એ ઘના મેહનત અને મુસીબત ના મૌજ નો ઈમામુઝ ઝમાન ની તાઈદ અને યારી સી સામનો કીધો, દાવત ના નિઝામ ને મોહ્કમ કીધો, આપના વારિસ સૈયદના કુત્બુદ્દીન (ત.ઉ.શ.) યેજ અઝમ સી ઈમામુઝ ઝમાન ની હૌલ અને કુવ્વત સી ઝમાન ના હાલાત અને દુશ્મનો ની ફિતનત નો મુકાબલો કરી રહ્યા છે. હર અમર માં આપનો ખુદા પર તવક્કુલ છે, જેમ કુરાન મજીદ માં ખુદા ફરમાવે છે (જે આયત સિજિલ્લ ના શુરુ માં છે) કે ખુદા તઆલા હક ને પોતાના કલેમાત સી સાબિત કરે છે, તો સતર ના ઝમાન માં દોઆત કિરામ એ ખુદા ના હકીકતન કલેમાત છે, હક ને સાબિત કરી રહ્યા છે,

સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન (રી.અ.) ની આ અબયાત માં કુરાન મજીદ ની આયત ની બરકત છે અને આજ ના ઝમાન ના હાલાત વાસ્તે સબક છે:

બેશક દુનિયા માં હક ના લોગો છે અને બાતિલ ના લોગો છે 

જે શખ્સ ગફલત માં રેહસે તે હરગિઝ હક ને પેહ્ચાને નહી

 

મેં એમ દેખું છું કે તમે હક ની તરફ કસ્દ કીધો છે, અને એ હક

તમને મિલું  છે, તો હવે મેં તમારા સવાલ વાસ્તે તૈયાર છું, તમે સવાલ કરવાને તૈયાર છો?

 

તો ઉઠો, તમે જે હક ની તરફ કસ્દ કીધો છે, એહમાં ખુદા ની યારી

તલબ કરો, કસ્દ કરવા માં મુશ્કિલ અને મેહનત તો આવે,

 

સુ તમને ખુદા એ સંભાલા નથી, કઈ ચીઝ નો તમને ખૌફ છે,

સુ તમને કોઈ ખાઈ જાસે?

 

સૈયદના કુત્બુદ્દીન (ત.ઉ.શ.) સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન (રી.અ.) ના હકીકી વારિસ છે, સૈયદના અબ્દેઅલી 

સૈફુદ્દીન  (રી.અ.) ની હસનાત આપના થકી આજ ભી જારીયા સારીયા છે, સૈયદના તાહેર સૈફુદ્દીન (રી.અ.)

અને સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન (રી.અ.) ની હસનાત જારીયા છે, જે ગફલત માં સી ઉઠી ને, ખૌફ ને 

મૂકી ને હિમ્મત સી કસ્દ કરે, તો આ હક એહના સામને વાઝે છે,