بسم الله الرحمن الرحيم

وَعَدَ اللَّهُ الْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ جَنَّاتٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ خَالِدِينَ فِيهَا وَمَسَاكِنَ طَيِّبَةً فِي جَنَّاتِ عَدْنٍ ۚ وَرِضْوَانٌ مِّنَ اللَّهِ أَكْبَرُ ۚ ذَٰلِكَ هُوَ الْفَوْزُ الْعَظِيمُ

ખુદા તઆલા એ મુમિનીન મુમેનાત ને જન્નત નો વાદો કીધો છે જેમાં યે હંમેશા રેહશે, યે જન્નત માં નેહેરો વહે છે, યે જન્નતે અદન માં એહના વાસ્તે મેહેલો છે, અને સગલા સી વધીને યે કે ખુદા ની રિઝવાન છે, યેજ ફૌઝે અઝીમ છે .

(સૂરત અલ તૌબા- ૭૨)

Syedna Qutbuddin RA

ઈમામ એહમદ અલ-મસ્તૂર સ.અ. ઇખ્વાન ઉસ સફા ના રિસાલત માં સુકરાત હકીમ ની ઝિકર ફરમાવે છે . જે વખ્ત સુકરાત હકીમ ના છેલ્લા સાંસો હતા, એહના શાગિરદો (શિષ્યો) ચોતરફ આહોઝારી (વલાપ) માં હતા, સગલા રોઈ રહ્યા હતા. હકીમ તે વખ્ત એ સગલા ને કહે છે કે તમે કેમ રોવ (રડો) છો, તમે તો સગલા એ મારા સી ફાયદો લીધો છે, તમને તો ખબર છે કે મેં જ્યા જાઉં છું તે સુકૂન ની જગા છે , વહાં આ દુનિયા ની કોઈ પરેશાની યા ફિકર નથી, કોઈ દગાસાઝી નથી, તમે કેમ રોવ છો, જ્યારે તમે જાણો છો કે તમારો સાથ છોડી ને મેં હવે ઓલોમાં અને ફોઝોલા ના સાથે થઇ જઈશ. રોતા હુઆ હકીમ ના શાગીરદો  અરઝ કરે છે કે હમેં જાણીએ છે કે આપ તો જન્નત માં સિધારો છો, હમેં આપ ને નથી રોતા, હમે તો અમારા પોતાના વાસ્તે રોઇએ છે, હમારી ખોટ ને રોઇએ છે, એક શફીક બાવા અને આલીમ હકીમ સી જુદાઈ ને ને રોઇએ છે .

થોડા વરસ પહેલા એક મુમેનાત એક પ્રતિષ્ઠિત યુનીવર્સીટી માં પઢતા હતા અને વહાં થોડા વખ્ત વાસ્તે અભ્યાસ મુકીને સૈયદના કુત્બુદ્દીન ની હઝરત આલીયાહ માં ઇલ્મ હાંસિલ કરવાની નિયત સી આવી ગયા. યુનીવર્સીટી ના કાઉન્સીલર એ કહ્યું કે આમ શા વાસ્તે કરો છો, વોહ મુમેનાત એ કહ્યું કે તમને જો એમ ઈખ્તિયાર હોતે, એમ ગુંજાઈશ હોતે કે સુકરાત હકીમ પાસે ફાયદો લો, ઇલ્મ લો, તો શું તમે એવો મોકૉ જવા દેતે.

સૈયદના કુત્બુદ્દીન ના વફાત નો સદમો હજી ભી તાજો છે, સબર કરવું ભારી છે, દારુસ સકીના મૌલા ને કદમબોસી થાવા આવતા હતા, હવે ઝિયારત કરવાને આવ્યે છે, જે વખ્ત યાદ કરીએ છે તો એમ યકીન નથી થતું કે આ મિસલ ના એક કુદસી ફરિશ્તા, “ખૈર એ કુલ”, હમારા દરમિયાન હતા, હમારા હક્ક માં દિન રાત દોઆ કરતા હતા.

સૈયદના કુત્બુદ્દીન આકા એ આપની જીવ ઝાત ને દાવત ની અને ઈમામ ઉઝ ઝમાન ની ખિદમત માં ગુઝારી દીધી. તૂફાન માં દાવત ના સફીના ને ચલાવતા રહ્યા. દાવત ની હિમાયત કરતા રહ્યા. સફીના ના કપ્તાન ખડા બની ને એક પછી એક મૌજ નો સામનો કરતા રહ્યા.

આપે નૌજવાની માં આપના બાવાજી સાહેબ સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ની ખિદમત કીધી. અને પછી પચાસ (૫૦) વરસ આપના ભાઈ આપના નાસ, સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ની માઝૂન અલ મુતલક ના રુતબા માં ખિદમત કીધી. અને બાવન માં (૫૨) દાઈ ના વફાત ના બાદ ત્રેપનમાં (૫૩) દાઈ અલ મુતલક કાઈમ થઇ ને ઈમામ ઉઝ ઝમાન સ.અ. ની બે (૨) વરસ અને ત્રણ (૩) મહિના ખિદમત કીધી. મુમિનીન ના વાસ્તે કુત્બુદ્દીન મૌલા યકીન ના સ્તંભ હતા. શફકત ના દરિયા હતા, અને આ દુનિયા માં તૂફાન માં હક્ક ના રસ્તા પર ચાલવાને હિદાયત ના રોશન ચિરાગ, સિરાજે મુનીર હતા.

સૈયદના કુત્બુદ્દીન શહીદ ના હમનામ સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન ની તવક્કુલ (ખુદા પર ભરોસો) ની  શાન, મેહનતો અને મુસીબત ની અંધારી રાતમાં અજબ ચમકી ઉઠી. સૈયદના બુરહાનુદ્દીન આકા ના વફાત ના બાદ એક તરફ આપના વફાત નો સદમો અને હુઝુન, અને એક તરફ મુદ્દઈ એ દાવત ના મીન્બર અને મેહરાબ પર કબજો કરી લીધો અને હમલો કરવા પર આમાદા થયા. જે સાહેબ ના કસમ સૈયદના બુરહાનુદ્દીન હર એક મિસાક માં લેતા હતા એજ સાહેબ પર લાનત પઢવા લાગા. એજ અરસા માં સૈયદના કુત્બુદ્દીન એ દારુસ સકીના માં સુકુન અને કરાર ના સાથે ચાલીસ (૪૦) દિન સૈયદના બુરહાનુદ્દીન ની નિયત પર ખતમુલ કુરઆન ની મજલીસ અક્દ ફરમાવી. એક તરફ દુશ્મનો ની નીચ હરકતો અને એક તરફ સૈયદના કુત્બુદ્દીન નું સકીનત અને વકાર. આપ ફરમાવતા રહ્યા કે ચોતરફ તૂફાન છે, મગર મેં હક્ક પર છું, તે સી મને ઇત્મીનાન અને સુકૂન છે .

સૈયદના કુત્બુદ્દીન ની યે સૂરત હંમેશા નક્શ રેહશે. આપ ના ઉપર દુશ્મની ના તીર ઓ તલવાર ચાલતી હતી. અને આપ દાવત ના અલમદાર, અલમ લઈને મજબૂત સાબિત ઉલ જાશ ખડા રહ્યા. તૂફાન ભી કેવું, ડુંગર હલે તો હલે, મગર આપ દાવત કાઈમ કરતા રહ્યા. મુમિનીન ની હિફાઝત કરતા રહ્યા. મુમિનીન ની નજાત ની ફિકર કરતા રહ્યા. એના વાસ્તે તદબીર કરતા રહ્યા. આપની કુવ્વત ઈમામ ઉઝ ઝમાન ની તાઈદ સી, આપનું યકીન અને અઝમ મુસમ્મમ સી, આપ ના સબબ દાવત ના પરચમ લેહરાતા રહ્યા. સૈયદના તાહેર સૈફુદ્દીન આકા કસીદા માં ફરમાવે છે, શું ફાતેમી અઈમ્મત નું પરચમ, આ દોઆત મુતલકીન ના સબબ ખાફેકૈન માં – મગરિબ અને મશરિક માં – લેહરાઈ છે કે નહીં.

Syedna Qutbuddin RA

اَلَيسَ لِوَاءُ الفَاطِمِيِّينَ سَادَةِ الـ*ـاَنَامِ بِهِمْ فِي الخَافِقَيْنِ بِخَافِقِ

સૈયદના કુત્બુદ્દીન એ આલમે બાલા ની સફર ના કીધી મગર કે આ વાત ના બાદ કે આપ એ દાવત ના ઇલ્મ ને આપ ના વારસ, આપના મનસૂસ, આપના હમ મિસલ અને હમશાન, આપના હમસૂરત અને હમસીરત આપના ફરઝંદ અરજુમંદ સૈયદના તાહેર ફખરુદ્દીન આકા ત.ઉ.શ. ને આ દાવત નું ઇલ્મ સોંપી ને ગુઝરા. ચોપનમાં (૫૪) દાઈ સી તમામ દોઆત મુતલકીન અને ખાસ કરીને કુત્બુદ્દીન મૌલા ની બરકાત જારીયા છે . ફખરુદ્દીન મૌલા કુત્બુદ્દીન મૌલા ની ફતહે મુબીન છે. ફખરુદ્દીન મૌલા ગોયા કુત્બુદ્દીન મૌલા જ છે. યે મૌલા ના સબબ, એહને દેખીને અપન સબર બાંધીએ છે.

સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન રી.અ. આપને એક રિસાલત માં ઝિકર ફરમાવે છે કે એક હકીમ એ એમ કહ્યું છે કે "وَاِنْ لَمْ تَصْبِرْ فَمَاذَا تَصْنَع"،, સબર નહીં કરો તો બીજું કરસો શું, સૈયદના કુત્બુદ્દીન નું હિંમત અને સબર બેમિસાલ છે, આપની મુમિનીન વાસ્તે શફકત યાદગાર છે, અને આપની ફજેર અને સાંજ બેશુમાર દોઆઓ લાકીમત ખજાનો છે.

પેઢીઓ લગ મુમિનીન આ કુત્બુદ્દીન મૌલા ની ઝિકર કરતા રેહશે. આપ ને યાદ કરીને અને આપની ઇક્તેદા કરીને સિરાતે મુસ્તકીમ પર ચલતા રેહશે. દાવત ની ખિદમત કરતા રેહશે. ખૈર નું  અમલ કરતા રેહશે.

ખુદા નો હમેંશા શુકુર કરીએ છે કે હમને આ કુદસી ફરિશતા ને દેખવું નસીબ થયુ. એના સાથે આ દુનિયા માં રહ્યા., મૌલા નો રૂપાળો ચેહરો, આપ નું તબસ્સુમ, એહની સૂરત હંમેશા હમારા દિલોમાં નક્શ રેહશે. આપ ના અઝમ ને યાદ કરીને હમને હિમ્મત મળતી રેહશે. આવનાર ઝમાનાઓ માં લોગો આ કુત્બુદ્દીન મૌલા ની ઝિકર સુની ને ખ્યાલ કરસે કે શું આ મિસલ એક ફરિશ્તા બશરી કાલીબ માં આ ઝમીન ની પીઠ પર હતા, અજબ નસીબ વોહ લોગોનું જે એહના સાથે હતા.

ખુદા તઆલા અપને યારી આપે કે કુત્બુદ્દીન મૌલા ની યાદ અપને ઝિંદા કરતા રહીયે. યે કેવી તરહ, કે આપ ની ઇક્તેદા કરીને, આપ ના નકશે કદમ પર ચલીને યે મૌલા નો શુકુર કરતા રહીયે. હક્ક પર સાબિત કદમ રહીયે. આપ ના વારીસ ની ખિદમત કરીએ. તા કે જે વાત ની કુત્બુદ્દીન મૌલા એ બીશારત આપી હતી, આપ ના જાંનશીન ના ફતહે મુબીન ના જશન મનાવીએ. જેમ સૈયદના કુત્બુદ્દીન ને અપના સગલા માં ઉમ્મીદ હતી એમ સૈયદના ફખરુદ્દીન ના સાયા માં અમલ કરતા રહીએ. દુનિયા માં કુત્બુદ્દીન મૌલા નો સાથ નસીબ થયો, આખેરત માં ભી એહના સાથે થઈએ.