بسم الله الرحمن الرحيم

وَلَا تَحْسَبَنَّ الَّذِينَ قُتِلُوا فِي سَبِيلِ اللَّهِ أَمْوَاتًا ۚ بَلْ أَحْيَاءٌ عِندَ رَبِّهِمْ يُرْزَقُونَ  * فَرِحِينَ بِمَا آتَاهُمُ اللَّهُ مِن فَضْلِهِ وَيَسْتَبْشِرُونَ بِالَّذِينَ لَمْ يَلْحَقُوا بِهِم مِّنْ خَلْفِهِمْ أَلَّا خَوْفٌ عَلَيْهِمْ وَلَا هُمْ يَحْزَنُونَ * يَسْتَبْشِرُونَ بِنِعْمَةٍ مِّنَ اللَّهِ وَفَضْلٍ وَأَنَّ اللَّهَ لَا يُضِيعُ أَجْرَ الْمُؤْمِنِينَ *

(સુરતે આલે ઇમરાન : ૧૬૯-૧૭૧)

સૈયદના કુત્બુદ્દીન (ત.ઉ.શ.) એ ઈરશાદ ફરમાયું છે કે મુમિનીન અશરા મુબારકા ના મુબારક દિનો માં હુસૈન ઈમામ અને આપના એહલે બૈત અને અસહાબ ની  ફિદાગીરી ને યાદ કરે અને અઝાદારી (ગમ) કરે.

આપ  ના એક બયાન માં (Fatemidawat.com પર રેકોર્ડીંગ છે) શેહ્ઝાદા તાહેર ભાઈસાહેબ મુમિનીન ને ઈર્શાદ ફરમાવે છે કે સગલા શોહદાએ કરબલા નું અમલ અપન સગલા વાસ્તે એક મિસાલ છે. શોહદા એ દુનિયાવી આરઝૂઓ ને ઠુકરાવી ને આખેરત અને ઈમામુઝ ઝમાન હુસૈન (સ.અ.) ની ખિદમત ને ઈખ્તિયાર કીધી. 

મુમિનીન માં સી ઘણા લોગો છે કે જેના દિલો માં સૈયદના કુત્બુદ્દીન (ત.ઉ.શ) ની મોહબ્બત છે, મગર દુનિયાવી યા પારિવારિક હાલાત  ના સબબ પોતાની મોહબ્બત વ્યક્ત કરી શકતા નથી. આ દિનો માં જે દિનો માં અપને હુસૈન ઈમામ (સ.અ.) ને યાદ કરિયે છે, હુસૈન ઈમામ (સ.અ.) ના દાઈ નો સાથ જાહેર માં  ન દેવું બરાબર કેમ કેહવાય? ખુદા પર તવક્કુલ રાખી ને ફૈસલો કરવાનો વખ્ત છે. અને એમ દોઆ કરિયે કે અપના ભાઈઓ અને બેહનો જેને બેહકાવી ય દબાણ માં લાવીને ગલત રાહ પર લઇ જવા માં આવ્યા છે એને ખુદા હક્ક ના રસ્તા ની તરફ આવાની તૌફીક આપે. આજે નહિ તો પછી ક્યારે?

અગર અપને હુસૈન ઈમામ ના ઝમાન માં હોતે, તો આપનો સાથ દેતે કે નહિ? અને આજે જયારે હુસૈન ઈમામ ના દાઈ ના ઝમાન માં છો, તો એમના સાથ થશો કે નહિ ? અશરા ના દિનો માં નહિ, તો પછી ક્યારે?

કુરઆન માં ખુદા ફરમાવે છે કે હર એક ને દુનિયા સી અકેલા ગુઝરવાનું છે, કોઈ દોસ્ત યા પરિવારજન અપની મદદ નથી કરી શકતા. કયામત ના દિન ખુદા નાં સામને અકેલા ખડા રેહવાનું છે. કુરઆન ની આ હિદાયત હમેશા ધ્યાન માં રાખીને દીન ના બાબત ખુદ ફૈસલો લેવો જોઈએ. ખુદા ને અને આખેરત ને સામને રાખી ને લિલ્લાહ ફિલ્લાહ અપનો રસ્તો ઈખ્તિયાર કરવો જોઈએ. ઈમામુઝ ઝમાન ના દાઈ ને જવાબ દઈને અને આપના સાથે થઇ ને હક્ક ના રસ્તા પર ચલિયે.

ઉપર લખેલી આયત માં ઝિકર છે કે જે લોગો ખુદા ને રાહ માં શહીદ થઇ ગયા, એ સગલા મૃત નથી મગર આખેરત માં, જન્નત માં ઝીંદા છે. પોતાની બે-મિસાલ કુર્બાની, પોતાના અમલ અને હક્ક અને સચ્ચાઈ વાસ્તે મક્કમ રેહવાના ના સબબ આજે કરબલા ના શોહદા ઝીંદા છે.

આ દિનો માં જયારે અપને એમને યાદ કરિયે, દોઆ કરિયે છે કે એમના મિસાલ મદદે નઝર રાખી ને અપને હિમ્મત સી અમલ કરીએ.