بسم الله الرحمن الرحيم

صِبْغَةَ اللَّهِ وَمَنْ أَحْسَنُ مِنَ اللَّهِ صِبْغَةً وَنَحْنُ لَهُ عَابِدُونَ

ખુદા નો રંગ, અને ખુદા કરતા બેહતર રંગ કૌન ચઢાવી સકે

(સૂરતુલ બકરા: ૧૩૮)

કરબલા ના ૭૨ શોહોદા ને બેરેહમી સી કતલ કરનાર લશ્કર દેખાવ ખાતિર તો “ઇસલામ નું લશ્કર” હતું. હક ના ઈમામ હુસૈન સ.અ. એ જે યઝીદ ને બૈઅત આપવા સી ઇનકાર કીધો, તે યઝીદ નું લશ્કર હતું. યઝીદ ના લશ્કર માં હઝારો હતા, ઈમામ હુસૈન સ.અ. સાથે ફક્ત ૭૨ અસહાબ હતા.

 હમલાવારો કેહવા ને તો મુસલમાન હતા, પણ સાહેબ ઉઝ-ઝમાન થી ઇનકાર હતો, કે જે સાહેબ પોતાના ઝમાન માં રસુલુલ્લાહ સ.અ. ના મકામ માં કાઈમ હોઈ છે. સાહેબ ઉઝ ઝમાન ના બદલે તે યઝીદ ને ખલીફા માનતા, જે મોઆવિયાહ નો દીકરો અને અબુ સુફિયાન નો પૌત્ર હતો. (જે બંને એ ઇસલામ ના શરૂઆત માં રસુલુલ્લાહ સ.અ. ના ખિલાફ ભી જંગ કરી હતી).

અપને આ ૭૨ શોહોદા ને હર મીકાત પર, હર વાઅઝ અને હર બયાન, હર મરસીયા માં યાદ કરીએ છે, કેમ એ સગલા એ ઈખ્તિયાર થી ખૌફ ના બાવજૂદ હક ની દાવત અને ઈમામ પર ફિદા થઇ ને વફાદારી નિભાવી, સગલા નું યકીન ટોચ (ચરમ સીમા) પર છે. એમનામાં જો કોઈ દુનિયા માં આરામ અને માલ ચાહનાર હોતે, તો એમ કેહવું કેટલું સેહલું હતું કે યઝીદ નું લશ્કર ભી “લા ઇલાહા ઈલ લલ્લાહ મોહમ્મદુન રસુલુલ્લાહ” નો કલેમો પઢે છે, એના સાથે જેહાદ કેમ કરાઈ ? દુનિયા ના ખેંચાણ અને ખ્વાહીશો થી દૂર થઇ, કરબલા ના શોહોદા એ હક ની રાહ પસંદ કીધી, અને આલા મકામ માં પોહંચી ગયા. કિત્નાક એવા ભી હતા જે ઈમામ નો સાથ છોડી ચાલ્યા ગયા, એ દુનિયા માં બાકી રહ્યા, મગર દુનિયા ની શેહવતો (લાલચ) ની સાંકળો માં જકડાઈ ને રહ્યા.. કરબલા ના શોહોદા એ જે કુરબાની આપી એના સબબ ખ્યાલ ના આવે એવી હુર્રિયત (આઝાદી) અને શરફ આખેરત માં ખુદા એ બખ્શું.

ગુઝરા ઝમાન માં અપના અમલ ની શેહ શરણ લઇ, ચર્ચા – વિવાદ સી દૂર રેહવું, નજર સામે ની વાસ્તવિકતા નો સામનો કરવાનું ટાળી જવું ઘણો સેહલો વિકલ્પ (ઈખ્તિયાર) છે – કરબલા માં ઈમામ હુસૈન ને છોડી ને જે લોકો ચાલ્યા ગયા એના કરતા કઈ બહુ અલગ નથી. ખુદ ને મુસલમાન કહીને તેઓ એ પોતાના મન મનાવી લીધા, અને જેના હાથ માં મુલ્ક અને દુનિયા ની સત્તા અને જાહોજલાલી  હતી એને ખલીફો માની ને તાબે થઇ ગયા, તે શખ્સ કેટલો ફાસિદ (ભ્રષ્ટ) અને કાઝિબ (જૂઠો) હતો તે વાત ની પોતાની સગવડ ખાતિર અવગણના કરી દીધી, એનું કારણ એજ કે ખુદ ની ઝિંદગી ના આરામ માં કઈ ખલેલ ન થાય અને મેહનત ન ઉઠાવી પડે. કરબલા ના શોહોદા દીન લેવું કે દુનિયા, એની દ્વિધા માં ના રહ્યા, કોઈના ખૌફ વગર હક ની રોશની તરફ આવી ગયા. એ સગલા હુસૈન ઈમામ ના સાથે યકીન અને ફખર ના સાથે રહ્યા.

હુસૈન ઈમામ ના ચેહલુમ ના અય્યામ માં આપને યાદ કરી ને દુઆ કરિયે છે કે અપના ફરઝંદો હુસૈન ઈમામ સ.અ. ને યાદ કરતા રહે. મગર એક તરફ અપને ઈમામ હુસૈન નું ઝબાન પર નામ લઈએ પણ  આપ એ જે ઉસૂલે ના ખાતિર આપનો જાન કુર્બાન કરી કીધો એ ઉસૂલો ને ભૂલી જઈએ તે મુનાસિબ કેમ કેહવાઇ?

અપને એમ દુઆ કરિયે છે કે આજ સૈયદના બુરહાનુદ્દીન ના ઘણા તાબેઈન જે હૈરત (અસમંજસ) અને દ્વિધા માં છે, ખુદા તેઓને એમાં સી નિકલવાની હિમ્મત આપે. એમ દુઆ કરિયે છે કે એ સગલા ને ઝુલ્મત સી રોશની ની તરફ આવવાની હિમ્મત આપે તાકે ઈમાન ના દાયરા માં આવે અને સગલા સૈયદના કુત્બુદ્દીન ના શફકત ના સાયા માં વસીયે.

અપને સૈયદના બુરહાનુદ્દીન ને યાદ કરિયે છે અને આપના વફાત નો સદમો હજી તાજો છે. યે મૌલા ની મોહબ્બત હમેશા અપના દિલો માં રેહશે. પણ આજે આપના વફાત ના બાદ, આપના વારિસ ને મિસાક આપવા વગર આપની મોહબ્બત રાખવું એ વોહ લોગો ની વલાયત (મોહબ્બત) ના જેવી છે જે લોગો કહે છે કે હમેં રસુલુલ્લાહ ને તો માનીએ છે પણ આપના વસી મૌલાના અલી સ.અ. ને માનવું ઝરૂરી નથી. અપના દીન મુજબ, અપને સૈયદના બુરહાનુદ્દીન ના સચ્ચા વારિસ ને મીસાક આપીએ તો જ સહી માના માં  સૈયદના બુરહાનુદ્દીન ની વલાયત કરી કેહવાઇ.

અપના માં સી હર એક ને બચપન સી કરબલા ના વાકેઆ ની અને શોહદા ની ઝિકર અને એ વાકેઆ થી શું શિખામણ લેવી તેનો સબક પઢાવા માં આયો છે. હવે એ સબક ને અપની ઝિંદગી માં કેમ લાગુ કરવો, એ અપનો ઇખ્તેયાર છે. અનજાણ બની ને સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન આકાના જે ખરા વારિસ અને સાહેબ ઉઝ ઝમાન છે, સૈયદના કુત્બુદ્દીન પર, બુરહાનુદ્દીન આકા ના નામ નો દુરુપયોગ કરી બદકલામી (અપશબ્દો) અને શારીરિક હુમલો કરનારાઓ ના બદ અમલ ને ખામોશ રહી જોયા કરવું કે હક ના સાહેબ નો હિંમત સી સાથ આપવો છે.

હુસૈન ઈમામ ના સાથે કેટલા લોકો છે એ ગિનતી ના આધાર પર કરબલા ના શોહોદા એ હુસૈન ઈમામ ના સાથ થાવાનો નિર્ણય ન્હોતો લીધો. તે વાત ની એ સાહેબો ને ખબર જ હતી. એ સાહેબો આખેરત ના ખાતિર ઈમામ હુસૈન ને હક ના ઈમામ સમજીને ઈમામ ના સાથ થયા. જયારે ઈમામ હુસૈન એ મક્કા સી કુફા ની સફર શુરુ કીધી, આપ ને રસ્તા માં ફરઝદક મિલા જે કુફા સી પાછા વળી રહ્યા હતા અને જે ઈમામ ના શિયા માં સી હતા. આપ એ ફરઝદક ને કુફા ના લોગો ની મનોદશા વાસ્તે પૂછું, તો ફરઝદક એ જવાબ આપો કે સગલા ના દિલો આપ ના સાથે પણ તલવારો આપ ના ઉપર છે.