بسم الله الرحمن الرحيم

યાસીન

 

(સૂરતે યાસીન)

“યાસીન” કુરાને મજીદ માં દિલ ના મહલ માં છે (યાસીન કલ્બ-ઉલ-કુરાન). અપને એમ જાણીએ છે કે ઈમામ કુરાને નાતિક છે. વો બોલતા કુરાન છે કે જે કુરાને સામિત કીતાબુલ્લાહ ની મઆની બયાન કરે છે. સતર ના ઝમાન માં કુરાને મજીદ ની સૂરતો સતર ના દોઆત છે. મૌલાના-અલ-મુકદ્દસ ફી આલા ઈલ્લીયીન સૈયદના તાહેર સૈફુદ્દીન (રી.અ.) ની શાન માં આપના વારિસ મૌલાના મોહમ્મદ બુરહાનુદ્દીન (રી.અ.) એ કસીદા માં એમ લિખી ફરમાયૂ છે કે “દોઆત મુત્લકીન કુરાન ની સૂરતો છે, એહમાં મૌલાના તાહેર સૈફુદ્દીન (રી.અ.) યાસીન ની સૂરત ની શાન માં છે.”

هُمُ سُوَرُ الذِّکرِ الحَكِيمِ وَمِنهُمُ  ٭   كَياَ سِينِهِم هذا المسَمّى بِطاَهِرِ

હર દાઈ ની શાન અઝીમ છે. ઈમામુઝ ઝમાન ના નાઇબે અમીન છે. ફિરિશતા સિફત છે. બહરે ઈલ્મો હિકમત છે. આ દોઆત મુત્લકીન માં મૌલાના તાહેર સૈફુદ્દીન (રી.અ.) ની શાન નિરાલી છે. જેમ કુરાન ની તમામ સૂરતો માં યાસીન ની શાન નિરાલી છે, મૌલાના કુતબુદ્દીન દાવત ની ઝબાન માં આ મિસલ મઝ્મૂન લિખી ફરમાયૂ છે:

તારે એમ લાઇક છે કે આ મિસલ ના અઝીમ-ઉશ-શાન દાઈ નો ઉર્સ મુબારક ની શાન ભી નિરાલી હોઈ, અને એ ઉર્સ ના મૌકે પર તીન દિન લગ એ મૌલા ની યાદ તાઝી થાય. ખુલ્દ ની બરકાત ની અનહાર જારી હોઈ. મૌલાના મોહમ્મદ બુરહાનુદ્દીન (રી.અ.) એ એમ ફસલ કીધું કે મૌલાના-અલ-મુકદ્દસ નો ઉર્સ “અય્યામુલ બરકાતુલ ખુલ્દીયા” સી ઓળખાઈ. અને તીન દિનો તક ખત્મુલ કુરાન ની મજલિસ થાઈ. આ મિસલ સી આ ઉર્સ મનાવામાં આવે એ અર્ઝ મૌલાના બુરહાનુદ્દીન ને આપના માઝૂન અને મન્સૂસ સૈયદના કુતબુદ્દીન (ત.ઉ.શ.) એ ગુઝારી, અને મૌલાના બુરહાનુદ્દીન એ કબૂલ રાખી. એ મિસલ મૌલાના બુરહાનુદ્દીન (રી.અ.) ની આપના માઝૂન પર નઝરાત હતી.

દોઆત મુત્લકીન અને હુદૂદ કિરામ ના વફાત ના દિન ને અપને ઉર્સ ના દિન સી ઓળખીએ છે. એ દિન માં અપન મવાલી તાહેરીન ના એહ્સાનાત ને યાદ કરી ને કુરાન પઢી ને મવાલી ને હદીયો અરઝ કરીએ છે. અરબી ઝબાન માં “ઉર્સ” ના લફ્ઝ ની માના “ખુશી ના જમન” ની છે, ખાસ્સતન શાદી નું જમન. તારે અપના યહાં વફાત ના દિન ને ઉર્સ કેમ કેહવાય છે?

تَباَ شَرَتِ المَلاَئِكُ يَومَ وَافَى ٭  هُنَاكَ فَصَارَ يُسمَى اليَومُ عُرسَا

૪૭ માં દાઈ સૈયદના અબ્દુલકાદીર નજમુદ્દીન (રી.અ.) ની શાન માં મૌલાના તાહેર સૈફુદ્દીન (રી.અ.) એ મર્સિયો લિખો છે જે માં આ બૈત લિખી છે, એહમાં આપ ફરમાવે છે કે “સૈયદના નજમુદ્દીન ના વફાત ના દિન જન્નત માં ફિરિશ્તાઓ એ આપના કુદૂમ ની ખુશી મનાવી, તે સી એ દિન ને ઉર્સ કેહવાય છે.”

મૌલાના તાહેર સૈફુદ્દીન (રી.અ.) ના ઉર્સ મુબારક - અય્યામુલ બરકાતુલ ખુલ્દીયા માં – કુદુસ ના આલમ માં મસર્રાત છે, અને મૌલાના-અલ-મુકદ્દસ ની યાદ દિન અને રાત છે, અને અપના પર આજે ભી એ મૌલા ની કીમિયાઈ નઝરાત છે.

એક બયાન માં મૌલાના તાહેર સૈફુદ્દીન (રી.અ.) એ એમ ફરમાયૂ, “દિલ ની એક વાત તમને કહી દઉં, અગર મને મૌત આવશે, ઈમામુઝ ઝમાન ના ઝુહૂર ના પેશ્તર, તો બિરાદરો, ઈમામુઝ ઝમાન ની હઝરત માં જઇસ, તોહ ભી તમારી મુશ્કિલ કુશાઈ કરીસ. હાજત રવાઈ કરીસ, તમે મને ભૂલી ના જાજો, બિરાદરો, ઝીંદગી માં તમારા ખાતિર જાફીશાની કરીશ. અને મોત આયો તો યકીન છે કે મારા મૌલા ઈમામુઝ ઝમાન મારા સી રાઝી છે, કોઈ મુમીન મારા ઝરીએ સી અરઝ કરશે, તો મેં ઝરૂર મારા મૌલા ઈમામુઝ ઝમાન ના નઝદીક અરઝ કરીસ કે એ મૌલા આપ આ મુમીન ની હાજત રવાઈ કરો, મુમીન કોઈ દિન મારા હિરદા સી બાહેર નથી, તમે સગલા બરાબર યાદ રાખજો, મેં તમારો સાચ્ચો ખૈરખ્વાહ છું, તમારો બાવા છું, મારી શફાઅત તમારા પર કેવી છે, કે યા તો ખુદા જાને યા ઈમામુઝ ઝમાન જાને.”

આજે ભી મૌલાના તાહેર સૈફુદ્દીન (રી.અ.) અપની તરફ નઝર કરી રહ્યા છે,ઈમામુઝ ઝમાન ની હઝરત માં અપની શફાઅત કરી રહ્યા છે, સુકામ કે અપન મૌલાના તાહેર સૈફુદ્દીન (રી.અ.) ના વારિસ મૌલાના મોહમ્મદ બુરહાનુદ્દીન (રી.અ.) ના તાબેઈન છે, અને આપના “વલદુલ અહબ” અને “અહબ્બુલ અસ્મા ઈલા મૌલાના તાહેર સૈફુદ્દીન” – સૈયદના ખુઝૈમાં કુતબુદ્દીન (ત.ઉ.શ.) ને ૫૩ માં દાઈ માનનારાઓ છે. મૌલાના તાહેર સૈફુદ્દીન (રી.અ.) અને મૌલાના મોહમ્મદ બુરહાનુદ્દીન (રી.અ.) ની મુમેનીન વાસ્તે જે શફકત અને લાગણી હતી, યેજ શફકત અને લાગણી મૌલાના કુતબુદ્દીન (ત.ઉ.શ.) ને છે. ઘણા મુમેનીન ને એ શફકત ને હનીન નો ઝાતી તજુર્બો છે. એ મૌજૂદ છે, તો ૫૧ માં અને ૫૨ માં દાઈ મૌજૂદ છે. એક મૌકે એ આયો કે મૌલાના તાહેર સૈફુદ્દીન (રી.અ.) આપના ફર્ઝંદ મૌલાના કુતબુદ્દીન નો ફોટો દેખી ને એમ ફર્માંયૂ કે “ખુઝૈમાં મારા જેવા લાગે છે” અને બીસરા મૌકે માં એમ ફર્માંયૂ કે “મેં ખુઝૈમાં જેવો લાગૂ છું”.

ખુદા આકા મૌલા સૈયદના ખુઝૈમા કુતબુદ્દીન (ત.ઉ.શ.) નો શફકત નો સાયો મુમેનીન પર હમેશા બાકી રાખજો.