بسم الله الرحمن الرحيم

مَنْ رَزَقَهُ اللهُ وَلايَةَ عَلِيّ ابنِ ابيطالب صع فَقَدْ أَصَابَ خَيْرَ الدُّنْيَا والآخِرةِ، ولا أشُكُّ لهُ بِالجَنةِ، وإنَّ في حُبِّ عَليٍّ وَوَلايَتِهِ عِشْرِينَ خَصْلَة، عَشَرةً مِنها في الدُّنيا وعَشَرةً في الآخرة*

(રસુલુલ્લાહ સ.અ.વ.)

જે શખ્સ ને ખુદા તઆલા અલી ઈબ્ને અબી તાલિબ ની વલાયત ની રોઝી આપશે, તો તે શખ્સ એ દુનિયા અને આખેરત નું ખૈર હાસિલ કીધું, અને એ જન્નત માં દાખિલ થશે એમાં મને કોઈ શક નથી. અલી ની મોહબ્બત અને વલાયત માં વીસ ખસલત છે, જેમાં સી દસ દુનિયા માં અને દસ આખેરત માં છે.

આ લેખ શેહઝાદા ડૉ. અઝીઝ ભાઈસાહેબ કુત્બુદ્દીન એ ૨૦૧૫ માં લખો છે.

ખુદા તઆલા એ અપને અમીરુલ મુમિનીન સ.અ. ની મોહબ્બત ની રોઝી આપીને મોટા માં મોટી નેઅમત સી ખાસ કીધા છે. તો અપના પર વાજિબ છે કે આ અઝીમ નેઅમત, જે અપની નજાતી ની ઝમાનત છે, એના લાયક થઈએ. રસુલુલ્લાહ ફરમાવે છે કે જે શખ્સ ને ખુદા તઆલા અલી ઈબ્ને અબી તાલિબ ની વલાયત ની રોઝી આપશે, તો એ દુનિયા અને આખેરત નું ખૈર હાસિલ કીધું, અને એ જન્નત માં દાખિલ થશે એમાં મને કોઈ શક નથી. અલી ની મોહબ્બત અને વલાયત માં વીસ ખસલત છે, એમાં સી દસ દુનિયા માં અને દસ આખેરત માં. એમાં સી પહેલી ખસલત શું છે કે ઝોહોદ.

અશરા મુબારકા ની વાઅઝ માં સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ. એ આ હદીસ નું બયાન ફરમાવ્યું અને ફરમાવ્યું કે આ હદીસ ની ઘણી મઆની છે અને એની હર ખસલત માં ઘણા પેહલું છે. સૈયદના રી.અ. એ ફરમાવ્યું કે આ હદીસ

અમીરુલ મુમિનીન ના શીઆ વાસ્તે મોટી બિશારત છે. હજી આપ એ ફરમાવ્યું કે જે અલી ની મોહબ્બત કરે એમાં આ ખસલતો હોઈ અને જો ન હોઈ તો આ બયાન સુની ને અઝમ કરે કે આ ખસલતો અપનાવાની કોશિશ કરશે

ઝોહોદ ની માઅના એ કે હમેશા દુનિયા માજ મશગૂલ ન રહે. દુનિયા ના ખેંચ માં ઇન્સાન આવી જાઈ છે, મગર હકીકત તો એ છે કે દુનિયા તો એક ગુઝર ગાહ છે. દુનિયા માં ઇન્સાન ની જિસ્માની પેદાઈશ થાઈ તાકે મીસાક આપીને એની દીની પેદાઈશ થાઈ. તો એમ વાજિબ છે કે મુમિન હમેશા આખેરત ને નઝર સામે રાખીને ચાલે.

ઝોહોદ ની માઅના એમ નથી કે દુનિયા ને તજી દે. બલ્કે દુનિયા માં આરામ ની ઝિંદગી જીવીને આખેરત કમાઈ. એ કઈ તરાહ થઇ શકે કે શરીઅત જેમ હુકુમ કરે છે તેમ ઝિંદગી ગુઝારે.

જેમકે શરીઅત મુતાબિક હલાલ ની રોઝી કમાઈ. અમીરુલ મુમિનીન સ.અ. ખુદ તપતી ધૂપ માં ખેતી નું અમલ ફરમાવતા. સૈયદના રી.અ. એ ફરમાવ્યું કે એક શખ્સ ઇમામ પાસે આવી ને અરઝ કીધી કે આપ દોઆ ફરમાવો કે મને ઘર બેઠે થાળી આવી જાઈ. ઇમામ એ એને ફરમાવ્યું કે મેં દોઆ નહિ કરું જહાં તક  તમને રોઝી કમાવામાં સુરજ ની ગરમી સબબ પસીનો નહિ ટપકે.

આ ઘણી મોટી શિખામણ છે. દીનદારી ની માઅના એ છે કે દીન ના અહકામ બરાબર પાલે, અને દીન ના સાથે દુનિયા ના ઉમૂર ભી નશાત સી લઈ ઉઠે.

અમીરુલ મુમિનીન એ ફરમાવ્યું છે કે મુમિન એના વખત ના ત્રણ હિસ્સા કરે. પહેલો હિસ્સો શું કે ઈબાદત, દિન અને રાતમાં ખુદા ની ઈબાદત માં અને ખુદા ની ઝિકર માં વખ્ત ગુઝારે. બીજો હિસ્સો એ કે હલાલ ની રોઝી તલબ કરવામાં

ગુઝારે, જેમ શરીઅત ના અહકામ છે એ મિસલ રોઝી કમાઈ, હરામ ની તિજારાત ન કરે, અને ત્રીજો હિસ્સો એ કે હલાલ ની લઝ્ઝત લે, એ શું કે એના એહેલ અવલાદ સાથે વખ્ત વિતાવે અને પછી હલાલ ની લઝઝતો લે.

આજે અપને શુકુર કરીયે કે આકા મૌલા ત.ઉ.શ. ની હિદાયત ના સબબ અપને મુમિન બનવાના લાયક છે. આપ ની હિદાયત ના સબબ મુમિનીન ની ઝિંદગી આબાદ છે અને આખેરતનું મંઝિલ મકસૂદ હમેશા સામને છે. આ બેલેન્સ હયાત તૈયેબાહ હાંસિલ કરવાનો ફોર્મ્યુલા છે. 

ખુદા તઆલા નો હમ્દ અને શુકુર કરીયે કે અપને વલાયત ની નેઅમત ઉઝમાં  સી ખાસ કીધા, હુદાત કિરામ અને ખાસ અપના ઝમાન ના દાઈ ની હિદાયત ની નેઅમત આપી. અપને દોઆ કરીયે કે ખુદા તઆલા અપને આ નેઅમતો ના લાયક કરે, અપને આ બયાનો સુની ને ઝિંદગી માં એને અપનાવીએ, એમ ખુદા અપને તૌફીક અને યારી આપે. બાકી ની નવ ખસલતો ની ઝિકર આવતા લેખ માં બયાન થશે ઈન્શાઅલ્લાહો તઆલા.