بسم الله الرحمن الرحيم

يا أيها الطيب والطاهر * يا من سناه في الورى زاهر

(સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ.)

ઐ તૈયબ ઐ તાહેર, ઐ વોહ સાહેબ જેનું નૂર લોગો ના દરમિયાન ચમકે છે. 

રબી ઉલ આખર ના મહિના મીલાદો ના મહિના છે. ઈમામ ઉઝ ઝમાન ની મીલાદ ૪ થી તારીખ, અને ૩ દોઆતો, ૫૨ માં દાઈ, ૫૩ માં દાઈ અને ૫૪ માં દાઈ – દાઈ-ઝ-ઝમાન ત.ઉ.શ. ના મીલાદ આ મુબારક મહિના માં આવે છે. (૨૦ મી, ૨૯ મી અને ૨૬ મી રબી ઉલ આખર). મહિના ના શરુ સી કે આખર લગ બરકાત ના બારિશ વરસે છે. 

બે વરસ પહેલા સૈયદના કુત્બુદ્દીન રી.અ. એ આપના મીલાદ ના મુબારક મૌકે પર બેકર્સફિલ્ડ, કેલીફોર્નિયા માં આખરી બયાન ફરમાવ્યું.બયાનનું ઓડિયા રેકોર્ડીંગ Fatemidawat.com

પર છે. એ બયાન માં સૈયદના કુત્બુદ્દીન એ ફરમાવ્યું કે આપ મૌલા ની ૭૯ મી મીલાદ છે અને મુમિનીન ના હકમાં ઘણી દોઆઓ ફરમાવી. તે બાદ એમ ફરમાવ્યું કે “અલ વલદ ઉલ અગર તાહેર એહની વિલાદત આ મહિના ની ૨૬ મી તારીખ છે. બેવે દાઈ ના મીલાદ ના દરમિયાન. ૫૨ માં દાઈ અને ૫૩ માં દાઈ, બેવે બરકાત મિલી, યે મસર્રત ભી મનાવું છું”.

આજે આપને સૈયદના કુત્બુદ્દીન ના અલ્ફાઝ (શબ્દો) ની હકીકતન માઅના સમજાઈ છે – આ મિસલ ના જુમલાઓ બયાન માં ફરમાવીને આપ મૌલા ફક્ત આપના શેહ્ઝાદા ની વિલાદત ની ખુશી નહોતા ઝાહેર કરી રહ્યા, બલ્કે આપના વારિસ ની શાન દીખાવી રહ્યા હતા. આપ આપ ના વારિસ ના આલા મકામ ની તરફ ઇશારો કરી રહ્યા હતા કે ૫૨ માં અને ૫૩ માં દાઈ ની બરકત આપના શેહ્ઝાદા અને આપના જાંનશીન સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. માં સમાએલી છે.

આ સાલ બે મીલાદ મુબારક ના દરમિયાન અપને સૈયદના ફખરુદ્દીન આકા ની ૫૧ મી મીલાદ મનાવીએ છે અને ૫૨ માં અને ૫૩ માં દાઈ ના એહસાનાત અને શાનાત યાદ કરીયે છે. અપને શુકુર કરતા હુઆ ખુશી મનાવીએ છે કે યે બેવે મૌલા ના વારીસ અપના દરમિયાન મૌજૂદ છે. અને આ સાલ અપને મૌલાના ની ૫૧ મી મીલાદ માનવીએ છે અને એમ દોઆ કરીયે છે કે અપને, અપના ફર્ઝંદો અને અપના ફર્ઝંદો ના ફર્ઝંદો એક દિન મૌલાના ની ૧૦૦ મી મીલાદ મનાવીએ. તમામ દોઆત મુતલકીન ની બરકાત, ખાસ્સતન ૫૨ માં દાઈ અને ૫૩ માં દાઈ ની બરકાત, યે સગલા ના વારીસ ૫૪ માં દાઈ અલ મુતલક સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ના તુફૈલ માં હમારી તરફ હંમેશા જારીયા રેહશે, એમ હમને યકીન છે.

એમ ભી દોઆ કરીએ છે સૈયદના ના મીલાદ ની ખુશી મનાવતા હુઆ, કે ખુદા તઆલા અપને નસીબ કરે કે નઝદીક માં સૈયદના ના ફતહે મુબીન ની ખુશી મનાવીએ. આમીન.