بسم الله الرحمن الرحيم

أَيَوَدُّ أَحَدُكُمْ أَن تَكُونَ لَهُ جَنَّةٌ مِّن نَّخِيلٍ وَأَعْنَابٍ تَجْرِي مِن تَحْتِهَا الْأَنْهَارُ لَهُ فِيهَا مِن كُلِّ الثَّمَرَاتِ وَأَصَابَهُ الْكِبَرُ وَلَهُ ذُرِّيَّةٌ ضُعَفَاءُ فَأَصَابَهَا إِعْصَارٌ فِيهِ نَارٌ فَاحْتَرَقَتْ ۗ كَذَٰلِكَ يُبَيِّنُ اللَّهُ لَكُمُ الْآيَاتِ لَعَلَّكُمْ تَتَفَكَّرُونَ *

તમારા માં સી કોઈ એક એમ પસંદ કરે કે એની વાડી હોઈ, જેમાં ખજૂરી અને દરાખ ના વેલાઓ હોઈ, અને એના નીચે સી નેહેરો જારી હોઈ અને કીસમ કીસમ ના ફળો હોઈ, અને જ્યારે બુઢાપો આવે અને ફરઝંદો  હજી સશક્ત ન હોઈ (કે વાડી નું ધ્યાન રાખે), ત્યારે વાડી પર એક ગરમ પવન ચલે અને તમામ વાડી જલી જાય. શું ખુદા પોતાની આયાત માં વાઝેહ નહી કરતા તાકે તમે એમાં તફક્કુર કરો (સોચો).

 (સુરતુલ બકરા: ૨૬૬)

૧૮ માં ઈમામ, ઈમામ મુસ્તન્સિર બિલ્લાહના બાબુલ અબ્વાબ, સૈયદનલ મોઅય્યદુશ શીરાઝી ફરમાવે છે કે આ આયત માં ઈમામ હુસૈન પર કરબલા માં જે મુસીબત ગુઝરી એની ઝિકર છે – તમને એમ પસંદ ન હોઈ કે આવી મુસીબત તમારા યા તમારા કરીબી લોગો પર ન આવે.

હુસૈન ઈમામ અને આપના એહલે બૈત અને અસહાબ ની મુસીબત ની યાદ સદીઓ સી થાતી રહી છે. હુસૈન ઈમામ અને આપના એહલે બૈત પર કરબલામાં જે મુસીબત ઉતરી એનો ગમ અપને હુસૈન ની  મોહબ્બત ના સબબ કરિયે છે. અપના દિલમાં જેની મોહબ્બત હોઈ, એના પર મુસીબત ઉતરે, તો જાણે અપના પોતાના પર એ મુસીબત ઉતરી હોઈ એમ હુઝુન (ગમ) થાય છે, અને ઘણાજ પ્યારા હોઈ તો હજી વધારે ગમ થાય, એ મોહબ્બત ની નિશાની છે. હુસૈન ઈમામ અપના ઈમામ છે, અપના અઝીમુશ-શાન નબી મોહમ્મદ રસુલુલ્લાહ ના નવાસા છે, ખુદા ના વલી, મુશ્કિલ કુશા, આકા અમીરુલ મુમિનીન અને મૌલાતોના ફાતેમા ના શેહ્ઝાદા છે. મજલીસ માં, વાઅઝ માં, મરસીયા માં, જ્યારે અપને ઝિકર સુનિયે છે કે ખુદને ને મુસલમાન કહેનારાઓ એ પોતાના જ નબી ના એહલે બૈત ને બેરેહમી સી કતલ કરી નાખા, તો અપના દિલો પીગળી જાય છે અને આંખો સી આંસુ એવા ટપકે છે કે જાણે અપના ઉપર જ એ મુસીબત ગુઝરતી હોઈ. જ્યારે અપને આ ઝિકરો ને સુનિયે છે કે યઝીદ ના લશ્કર એ ૩ દિન લગ એહલે બૈત ને પાણી નો કતરો ન આપો; ૬ મહિના ના અલી અસગર ભી ૩ દિન ના ભૂખા પ્યાસા શહીદ થઇ ગયા; હુસૈન ઈમામ આપના અસહાબ ને આશુરા ની રાતે, આવનાર દિન માં ખુદા ની રાહ માં ફિદા થાવા વાસ્તે હિમ્મત બંધાવે છે એ ઝિકર; અબ્બાસ અલમદાર એ સકીના ને પાણી જલ્દી પહોંચાડવા ખાતિર નદી સામને હોવા છતાં   પાણી નો એક કતરો ભી ન ચાખો એ ઝિકર; હુસૈન ઈમામ આપના નવજવાન ફરઝંદ અલી અકબર ના માથા ને ગોદ માં લઇ ને આખરી ઘડીઓ માં મુમિનીન વાસ્તે શું સઆદત છે એની બિશારત આપે છે એ ઝિકર; હુસૈન ઈમામ એ આપના ૬ મહિના ના ફરઝંદ અલી અસગર ને હાથ માં ઉંચા કીધા અને અલી અસગર ના ગલા માં દુશ્મનોએ તીર મારું એ ઝિકર; હુસૈન ઈમામ એ બહેન ઝૈનબ અને ઉમ્મેકુલસુમ ને ફરમાવ્યું કે સગલા ને કહે કે ડબલ ડબલ કપરા પેહરી લે એ ઝિકર; ઝૈનબ દૂર સી દેખે છે કે શિમર આપના માં જાયા ભાઈ હુસૈન ના રાસ મુબારક ને બદને અતહર સી જુદુ કરે છે એ ઝિકર, દુશમનો રસુલુલ્લાહ ના ઘર ના બૈરાઓ અને બચ્ચાઓ ને ગુલામો ના જેમ અને બચ્ચાઓ ના હાથો ને  રસ્સી સી બાંધી ને સહરા ની તપતી ધૂપ માં ચલાવે છે અને અલી ઝૈનુલઆબેદીન ઈમામ ના ગરદન માં અને હાથ પગ માં સાંકળીઓ પેહરાવીને ને ખુલ્લા પગે ચલાવે છે એ ઝિકરો સુની ને અપને, અપના ખુદ ના જિસ્મ પર એવી મુસીબત ગુઝરે એના કરતા વધારે રોઇએ છે.  સૈયદનલ મોઅય્યદુશ શીરાઝીએ ફરમાવ્યું છે કે મુમિન નો એના રૂહાની માં-બાવા ના સાથે જે રિશ્તો છે, એ એના જિસ્માની માં-બાપ સાથે ના રિશ્તા કરતા હજી ગેહરો છે અને હમેશા નો છે. ઈમામ મુમિનીન ના રૂહાની બાવા છે; આ આપનું ઘર નથી, આ નબી નું ઘરાનું છે. આ હુસૈન ઈમામ છે કે જે ઈમામે ઇસ્લામ અને નબી ની ઉમ્મત વાસ્તે, આપના નાના નબી ના દીન વાસ્તે અને આપના બાદ કયામત તક જે મુમિનીન આવશે એના વાસ્તે સગલું કુર્બાન કરી નાખું.

હુસૈન ઈમામ અને આપના એહલે બૈત અને અસહાબ એ જે દુનિયા વાસ્તે મિસાલ કાઇમ કીધી છે એની કોઈ સરખામણી નથી અને શબ્દો થી એના વખાણ કે શુકુર મુમકીન નથી. આ વકેઆ એ ઈતિહાસ નો પ્રવાહ બદલી દીધો એટલુજ નહિ, કયામત ના દિવસ તક આવનાર મુમિનીન અને દાવત આબાદ રહેશે એ તદબીર કરી દીધી. ફકત એકજ સાહેબ હતા, હુસૈન ના દાઈ સૈયદના કુત્બુદ્દીન શહીદ (રી.અ.) જે એજ મિસલ નું અમલ સતર ની દાવત વાસ્તે, ઈમામુઝ ઝમાન ની દાવત વાસ્તે કીધું. આપ હક્ક ના ખાતિર ઝુલ્મ અને જૂઠ ના ખિલાફ અડગ રહ્યા. આજે, અપના દાઈ સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન (ત.ઉ.શ.), જેને સૈયદના તાહેર સૈફુદ્દીન (રી.અ.) એ સૈયદના કુત્બુદ્દીન શહીદ (રી.અ.) ના લકબ ની બરકત લઇ ને કુત્બુદ્દીન લકબ આપું, આપ ઈમામ હુસૈન એ જે કરબલા માં અને સૈયદના કુત્બુદ્દીન શહીદ (રી.અ) એ એહમદાબાદ માં જે મિસાલ કાઇમ કીધી એની ઇક્તેદા કરી રહ્યા છે. આપ કંઈક મુશ્કિલો ના બાવજૂદ જૂઠ, જોહુકમી, અને ઝુલ્મ ના ખિલાફ ખડા છે. ઈમામુઝ ઝમાન ની દાવત વાસ્તે, મુમિનીન ની કૌમ વાસ્તે, અને દાઉદી બોહરા  કૌમ ની પેહચાન અને અસ્તિત્ત્વ વાસ્તે આપ સંઘર્ષ કરી રહ્યા છે જે દાવત ની ખેતીનું જતન ઘની શફકત સી સાબિક દોઆતો એ અને ખાસ્સતન ૫૧ માં દાઈ સૈયદના તાહેર સૈફુદ્દીન (રી.અ.) અને ૫૨ માં દાઈ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન (રી.અ.) એ કીધું છે.

સૈયદના ખુઝૈમાં કુત્બુદ્દીન (ત.ઉ.શ.) અજબ શાન સી દારુસ સકીના માં, અશરા મુબારકા ના અય્યામ માં વાઅઝ ફરમાવી રહ્યા છે. હર એક વાઅઝ એક કિતાબ છે અને હક્ક ની એક આયત – સચ્ચાઈ નું સબૂત છે. આપ ની સરખામણી એવા લોગો સાથે થઈ જ ના શકે જે લોગો પોતાને વાએઝીન કહેવડાવે છે અને પણ તખત પર બેઠી ને એવી અયોગ્ય ભાષા નો ઉપયોગ કરે છે જેનો પ્રયોગ રસ્તા પર ભી અનુચિત કેહવાઈ. સૈયદના ખુઝૈમાં કુત્બુદ્દીન (ત.ઉ.શ.) યે ઘણી વિસ્તાર સી મનસૂર ઈમામ ની ઉત્તર આફ્રિકામાં દજ્જાલ પર થયેલી ફતેહ ની ઝિકર કીધી. ઈમામ મનસૂર એ મુમિનીન અને રીઆયત ને દજ્જાલ ના કબઝા માં સી છોડાવાની ઝુંબેશ વખ્તે આપ એ ઘણી તકલીફો નો સામનો કીધો. ઈમામ સતત ૧૦ વર્ષ સુધી લડાઈ માં હતા. લડાઈ માં ઘણા વર્ષ પછી આપ એ આપના શેહ્ઝાદા અને વારસ ઈમામ મોઈઝ ને પત્ર લખો. ઈમામ મોઈઝ મેહ્દીય્યા માં તશરીફ રાખતા હતા જે ઈમામ ની મમલકત નું દારુલ હુકુમત હતું (પાટનગર હતું). મનસૂર ઈમામ ખત માં ફરમાવે છે, “મેં આ અમલ કરું છું એજ નિયત થી કે ખુદા ની ખુશી ખાતિર, રસુલુલ્લાહ ની આલ ના મમલકત ની બેહ્જત અને બહા વાસ્તે; આનાથી વધારે કોઈ વેહ્શત (એકલવાયાપણું) નથી, આનાથી વધારે કોઈ કુર્બત (મુસીબત) નથી, મગર ખુદા ની રાહ માં આ મેહનત ઘણી કમ છે, ઘણી કમ છે; ખુદા એ જે મારા વાસ્તે મુકરર કીધું છે એના પર શુકુર કરું છું, ખુદા મારા આસરા છે અને ખુદા પર મારો ભરોસો છે.” આખરે જ્યારે દજ્જાલ ને ઈમામ ના લશ્કર એ પકડી લીધો તો ઈમામ એ એની તરફ જોઈ ને ફરમાવ્યું કે, “તુ દેખતો નથી કે ખુદા એ શું અમલ કીધું, ખુદા એ હક્ક અને સચ્ચાઈ ને બલંદ કીધા, ગરચે એને મદદ કરનાર ઘણા કમ છે, જૂઠ અને બાતિલ ને મિટાવી નાખા ગરચે એને મદદ કરનાર ઘણા છે.” સૈયદના તાહેર સૈફુદ્દીન (રી.અ.) ઘણા કોર્ટ કેસો લડા, એમાંથી ઘણા કેસો દુશ્મનો એ આપના પર કીધા અને અમુક કેસ આપ યે વો લોગો પર કીધા. ખુદા એ સૈયદના તાહેર સૈફુદ્દીન (રી.અ.) ને ફતેહ (જીત) આપી. સૈયદના તાહેર સૈફુદ્દીન (રી.અ.) એ ફરમાવ્યું કે, “ એક હુમલો પછી બીજો હુમલો આવે છે પણ મેં ફરિયાદ કરતો નથી, તેના બદલે મેં ખુદા નો શુકુર કરું છું, કેમ કે આ બધી મુશ્કિલો માં મને હક્ક વાસ્તે જીહાદ કરવાનું સવાબ થાય છે.”

હવે અમલ કરવું અપના હાથ માં છે, અપને દાઈઝ ઝમાન સૈયદના ખુઝૈમા કુત્બુદ્દિન ત.ઉ.શ. ને મોહબ્બત કરીએ છે, અપના રુહાની બાવા ના મિસલ, જેમ સૈયદના હાતિમ રી.અ. ફરમાયું છે.

અપના ઉપર છે કે, જેમ ઈમામ હુસૈન પર મોહબ્બત ના સબબ રોયે છે, અને હુસૈન ના દાઈ ની મોહબ્બત કરીએ છે, અપના પર છે કે આ ઘણી મુશ્કેલ ઘડીઓ માં યે દાઈ ની અને દાવત ની ઇખ્લાસ થી ખિદમત બજાવી લઈએ.

અપના માં સી હર એક શખ્સ આ નિયત રાખીને, ખિદમતનું જે કઈ અમલ કરસે, એની દૂરગામી અસર પડશે, કેમ કે આ રચનાત્મક સમય છે.

અપના દાઈ અપને રાહ બતાવી રહ્યા છે. આ અશરા ના દિનો અને ખાસ્સતન આશુરા ના દિન માં આકા હુસૈન ની કુરબાનીને યાદ કરીને, અને હુસૈન ના દાઈ આજે જેમ હિંમત સી અમલ કરી રહ્યા છે, એ રાહ અપનાવીને, આપ સી સબક લઈને, દાવત અને દાઈ ની હિમાયત અને હિફાઝત વાસ્તે ખિદમત બજાવીએ, તાકે અપના ફરઝંદો અને કૌમ નું ભવિષ્ય સુરક્ષિત રહે.