بسم الله الرحمن الرحيم   

من بكى او ابكى او تباكى على ولدي الحسين وجبت له الجنة

મન બુકા અવ અબ્કા અવ તબાકા અલા વલદી અલ હુસૈન વજબત લહુ જનનાહ

હદીસ રસુલુલ્લાહ સ.અ.

મારા નવાસા હુસૈન પર જે કોઈ રોસે (રડશે), રુલાવસે (રડાવશે) યા રોવા જેવું મોંહ બનાવશે, એના વાસ્તે જન્નત વાજિબ (ચોક્કસ) છે

મોહર્રમુલ હરામ ના પહેલા દસ દિન (અશરા મુબરકા) અપના નબી મોહમ્મદ સ.અ. ના નવાસા ઈમામ હુસૈન અ.સ. અને આપના સાથે આપ ના એહલે બૈત (કુટુંબ), ૭૨ અસહાબ (અનુયાયીઓ) એ કરબલા ના રણમાં બેજોડ અઝમ (નિશ્ચય) અને કુરબાની ની મિસાલ કાઈમ કરી દીધી, તે યાદ કરવાના દિનો છે. તે ઝમાન ના હાકિમ (શાસકો) ના જુલ્મ, બેઈન્સાફી, ખૌફ અને અત્યાચાર ના ખિલાફ જેહાદ માં સગલા  કુરબાન થઇ ગયા. ઈમામ હુસૈન નો કાફલો ૨ જી મોહર્રમ, સન ૬૧ હિ. (૬૮૦ ઈસ્વી સન) ના રોઝ કરબલા પોહંચો, દસ દિન લગ દુશ્મનો ના સામનો કીધો, અને દસ મેં દિન, આશુરા ના દિન ભૂખા પ્યાસા શહીદ થઇ ગયા.

મોહર્રમ ના પહેલા દસ દિન દુનિયાભર ના શિયા મુસ્લિમો વાસ્તે પોતાના અકીદા (માન્યતા) ને તાઝા કરવાના મુબારક દિનો છે. દુનિયાભર માં મુમિનીન આ દિનો માં મસ્જીદો અને મરકઝો માં જમે થાય છે. મોહર્રમ ની ૨ જી તારીખ થી વાઅઝ થાય છે જેમાં દાવત ની તારીખ (ઈતિહાસ), દીન ની ફલસફત, રિવાયત (પરંપરા), અદબ (સાહિત્ય) ની ઝિકર થાય છે, અને નબી સ.અ. ના એહલે બૈત અને અસહાબ ની શહાદત ની ઝિકર અને બુકા અને માતમ પર તમામ થાય છે. મુમિનીન ના આ ઈજ્તેમાં અને મજાલીસ આશુરા ના દિન તમામ થાય છે, જે તમામ દિન ફજેર થી સાંજ વાઅઝ અને ઈબાદત થાય છે.

આજ છેલ્લા ૯૦૦ વરસ થી, ફાતેમી ઇમામો મિસર માં અને યમન અને હિન્દુસ્તાન ના દોઆતો મોહર્રમ માં અઝાં ની મજલીસ કાઈમ કરતા રહ્યા છે. ખાસ્સતન ૫૧ માં દાઈ અને ૫૨ માં દાઈ વાઅઝ માં આવવા વાસ્તે મુમિનીન ને ઘની તાકીદ કરતા, તાકે ઈમાન ને તાઝગી મિલે અને હક નું ઇલ્મ ઝ્યાદા હાંસિલ થાય, અને આ નેક અમલ થી ઇસલામ ના નવા સાલ ની શરૂઆત થાય.

 

ઝિકર અને તફક્કુર (યાદ અને ચિંતન)  મોહર્રમ નો મક્સદ ભાગ ૧ (ભાગ ૨ આવતા અંક)

રસુલુલ્લાહ સ.અ. ની હદીસ મુજબ (લેખ ના મથાળે લખી છે) ઈમામ હુસૈન સ.અ. ની ઝિકર કરનાર ને જન્નત નસીબ થઇ જ જાય છે. ઈમામ હુસૈન સ.અ. ની મુસીબત અને કુરબાની ને યાદ કરતા અપને દુન્યવી મશ્ગુલિયત સી દૂર થઇ, અપના દીન વાસ્તે ગૌર ઓ ફિકર (ચિંતન) તરફ લાવે છે. ઈમામ હુસૈન એ શું મકસદ ના ખાતિર પોતાના જાન અને એહેલો અયાલ સગલાને કુરબાન કરી દીધા, એ યાદ કરાવે છે. ઈમામ હુસૈન એ હક અને સચ્ચાઈ ના ખાતિર અને ખુદા તઆલા ના વાદા પર પૂરો એતેમાદ (ભરોસા) કરી સગલું સહી લીધું. એક રિવાયત માં છે કે ઈમામ હુસૈન સ.અ. એ કરબલા તરફ જાતા આપના શેહ્ઝાદા મૌલાના અલી ઝૈનુલ આબેદીન ને આગલી રાતે થયેલા આપના સપના ની ઝિકર ફરમાવી જેમાં કેહનાર આપને કહે છે કે આપ “ચાલી રહ્યા છો અને મૌત આપને જન્નત ની તરફ લઇ જાઈ છે.” આ સુની ને અલી ઝૈનુલ આબેદીન મૌલા એ આપ ને પૂછું કે “શું અપને હક પર નથી?” (અવલસના અલલ હક?) જેના જવાબમાં ઈમામ હુસૈન ફરમાવે છે “યકીનન અપને હક પર છે”. અલી ઝૈનુલ આબેદીન એ આ સુની ને અરઝ કીધી “તો પછી મૌત ની શું ફિકર છે” (ઇઝન લા નુબાલી બીલ મૌત).

અપના હુદાત કીરામ ની કરબલા ની ઝિકર ની ખૈર ની રસમ ના સબબ, ઈમામ હુસૈન સ.અ. ની મુસીબત ના વો દિનો ની યાદ અપના દિલો માં તાઝા થાય છે, અને અપને અપની હદ માં, હક ના ખાતિર જાંફેશાની નું સબક હાંસિલ કરીએ છે.

 

તજદીદ (તાઝગી)  મોહર્રમ નો મકસદ ભાગ ૨ (સીજીલ્લ ના આવતા અંકમાં શાએ થાસે ઇન્શાઅલ્લાહ)