રજબ ના મુબારક મહિના માં, કે જે મૌલાના અલી સ.અ. ના વિલાદત ના મહિના છે, હમને ખુશી છે કે યાકૂતતો દાવતિલ હક્ક શેહઝાદી ડૉ. બઝત તાહેરા બાઈસાહેબા ની તકરીર “અદલ અને ઇન્સાફ નો હુકુમ: મૌલાના અલી સ.અ. ની આલા મિસાલ” નું ઓડિયો રિકોર્ડિંગ પેશ કરીયે છે. ફેબ્રુઆરી ૨૦૧૯ વેક ફોરેસ્ટ યુનિવર્સિટી, વિન્સ્ટન સલેમ, નોર્થ કેરોલાઇના, અમેરિકા માં, વેક ફોરેસ્ટ યુનિવર્સિટી અને ઓક્સફર્ડ કેરેક્ટર પ્રોજેક્ટ એ એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ અક્દ કીધી. એ કોન્ફરન્સ માં શેહઝાદી ડૉ. તાહેરા બાઈસાહેબા એ આ તકરીર કીધી હતી.

આ કોન્ફરન્સ માં ઘણા મશહૂર પ્રોફેસરો એ ભાગ લીધો. તારીખ, ફલસફત અને અલગ અલગ મઝહબો માં હુકૂમત અને સિયાદત (નેતૃત્વ) ના બારા માં ગુફ્તગુ કીધી.