بسم الله الرحمن الرحيم

إِنَّ الْمُسْلِمِينَ وَالْمُسْلِمَاتِ وَالْمُؤْمِنِينَ وَالْمُؤْمِنَاتِ وَالْقَانِتِينَ وَالْقَانِتَاتِ وَالصَّادِقِينَ وَالصَّادِقَاتِ وَالصَّابِرِينَ وَالصَّابِرَاتِ وَالْخَاشِعِينَ وَالْخَاشِعَاتِ وَالْمُتَصَدِّقِينَ وَالْمُتَصَدِّقَاتِ وَالصَّائِمِينَ وَالصَّائِمَاتِ وَالْحَافِظِينَ فُرُوجَهُمْ وَالْحَافِظَاتِ وَالذَّاكِرِينَ اللَّهَ كَثِيرًا وَالذَّاكِرَاتِ أَعَدَّ اللَّهُ لَهُم مَّغْفِرَةً وَأَجْرًا عَظِيمًا

૨૨ મી શાબાનુલ કરીમ મૌલાતોના હુર્રતુલ મલેકા અરવા બિન્તે અહમદ રી.અ. ના ઉર્સ નો મુબારક દિન છે. આપની શાન અઝીમ છે અને આલા મંઝેલત છે. આપની સિયાસત માં ઘણી  મહારત હતી જેના સબબ આપ “બિલ્કીસુસ સુગરા” સી ઓળખાતા હતા (છોટા બિલ્કીસ, કે જે સબા ના મલેકા હતા). મૌલાતોના હુર્રતુલ મલેકા યમન ના સુલૈહી ખાનદાન માં સી હતા અને આપ એ મમલકત પર દસ વર્ષ હુકુમ કીધો. આપણું ઈલ્મ મશહૂર હતું અને આપ અજબ શાન ના મલેકા હતા. સગલી ચીઝ પર આપની મુરાકબત (દેખરેખ) હતી. આપ એ લશ્કર ની કિયાદત કિતનાક આયાન ને સોંપી અને સગલા પર આપ નઝર રાખતા હતા. મુસ્તનસિર ઇમામ સ.અ. એ મૌલાતોના હુર્રતુલ મલેકા ને હુજ્જત ના આલા રુતબા માં કાયમ ફરમાયાં અને યમનની દાવત આપને સોંપી. આપ આલેમા હતા અને દાવત ના ઘણા હુદૂદ ને સબક પઢાવતા હતા. આમિર ઇમામ ના ફરમાન સી મૌલાતોના હુર્રતુલ મલેકા એ દોઆત મુત્લકીન નો સિલસિલો કાયમ  કીધો. આપ દોઆત મુત્લકીન ના મા સાહેબા સી ઓળખાઈ છે.

મૌલાતોના હુર્રતુલ મલેકા નો મિસાલ સિતારા ની મિસલ ચમકે છે. આપ એ દીન અને દુનિયા બેવે માં ઘણો આલા મંઝેલત હાસિલ કીધો. મુમિનાત વાસ્તે એક મિસાલ કાયમ કરી દીધો.

સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ફરમાવતા હતા કે મેં મારા મવાલી કિરામ ના ઇરશાદાત ના મુતાબિક મારી ઝિંદગી ગુઝારું છું. ૨૦ મી સદી ના શરુ માં મૌલાના તાહેર સૈફુદ્દીન એ મુમિનાત ને રગબત દિલાવી કે ઈલ્મ તલબ કરે. આપ હંમેશા ઘર માં જે મુમિનાત ની ઝિમ્મેદારી છે એની અહમ્મિયત ની ઝિકર કરતા અને એના સાથે ઘર ના બહાર ભી મુમિનાત ને કામ કરવાને પ્રોત્સાહિત કરતા. એમ ફરમાવતા કે ખયાલ રાખજો કે લિહાઝ જળવાઈ. આપ એ દીકરીઓ વાસ્તે સ્કૂલો કાયમ કીધી. અને મા બાપ ને દીકરીઓ ની તાલીમ વાસ્તે હિદાયત આપી. ખુદ ના ફરઝંદો ને ભી રગબત દિલાવી કે દીન નું ઈલ્મ અને એના સાથે દુનિયા નું ઈલ્મ ભી તલબ કરે. સૈયદના કુત્બુદ્દીન ના અકીલત - ઉમ્મુલ મુમિનીન સકીના આઈસાહેબા - સૈયદના તાહેર સૈફુદ્દીન ના ભાઈસાહેબ રાસુલ હુદૂદ સૈયદી ઈબ્રાહીમ ભાઈસાહેબ ઝૈનુદ્દીન ના શેહઝાદી, આપ સૈફી મહેલ માં પહેલા દીકરી હતા કે જે સૈયદના તાહેર સૈફુદ્દીન ની રઝા સી કથીદ્રલ હાઈ સ્કૂલ માં પઢતા હતા અને પછી કોલેજ માં બી.એડ. ની ડિગ્રી લઇ ને સ્કૂલ ના પ્રિન્સિપલ હતા. સૈયદના તાહેર સૈફુદ્દીન એ દીકરીઓ ને જામેઆ સૈફીયા માં ભી દાખિલ કીધા. સૈયદના તાહેર સૈફુદ્દીન ના ગોલ્ડન જ્યુબિલી ના મૌકે પર આપ એ દાવત ના નૌજવાન દીકરાઓ વાસ્તે એક સંસ્થા “શબાબુલ ઈદિઝ ઝહબી” કાયમ કીધી અને દીકરીઓ વાસ્તે “બુનૈયાતુલ ઈદિઝ ઝહબી” કાયમ કીધી.

સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. આપના બાવાજીસાહેબ ની ઇક્તિદા કરતા હુવા દીકરીઓ ને તાલીમ વાસ્તે પ્રોત્સાહિત કરતા રહ્યા. આપ ઘણા મુમિનાત ને રઝા ફરમાવતા કે ઈસ્કૂલ અને કોલેજ માં પઢે અને ડિગ્રી હાંસિલ કરે અને પછી કામ ભી કરે અને સાથે તાકીદ ફરમાવતા કે મા બાપ નું સગલા સી અહમ કામ શું છે કે ફરઝંદો ની બરાબર ધ્યાન સી તરબીયત કરે. જ્યારે સૈયદના બુરહાનુદ્દીન એ કોલેજ જાનાર દીકરાઓ વાસ્તે સંસ્થા કાયમ કીધી તોલોબાઉલ કુલ્લીયાતિલ મુમિનીન, આપ એ સાથે સાથે કોલેજ જાનાર દીકરીઓ વાસ્તે ભી સંસ્થા કાયમ કીધી તાલેબાતુલ કુલ્લીયાતિલ મુમિનાત. એજ મિસલ આપ એ “બુરહાની વિમેન્સ એસોસિએશન” ભી કાયમ કીધી.

સૈયદના ખુઝૈમાં કુત્બુદ્દીન રી.અ. જ્યારે સૈયદના બુરહાનુદ્દીન રી.અ. ના માઝૂન હતા અને દાઈ થયા પછી ભી, આપ હંમેશા મુમિનાત ને તાલીમ માં અને દાવત ની ખિદમતો વાસ્તે પ્રોત્સાહિત કરતા. ખુદ ના ઘર માં અમલ ફરમાવી ને મિસાલ કાયમ કીધો. આપના શેહઝાદીઓ ની તરબીયત કીધી અને આલે મોહમ્મદ ના ઉલૂમ પઢાયા અને સાથે દુનિયા ની મશહૂર યુનિવર્સીટીઓ માં ઉંચી ડિગ્રીઓ લેવાને મોકળા. આપ ફરમાવતા કે સગલું એ નીયત સી કે દાવત ની ખિદમત કરિયે. સૈયદના કુત્બુદ્દીન એ આપના ગોલ્ડન જ્યુબિલી માં જે સ્કોલરશિપ નો પ્રોગ્રામ શરુ કીધો એમાં દીકરીઓ ના તાલીમ વાસ્તે ઘણી તાકીદ ફરમાવી.

૫૧, ૫૨ અને ૫૩ માં દાઈ ના વારિસ સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આપ આ સાબિક દોઆતો ની ઇક્તિદા કરે છે. ગયા વર્ષ વાઅઝ માં અને મુંબઈ માં માર્ચ ૨૦૧૭ માં પ્રેસ કોન્ફરન્સ માં આપ મૌલા એ મૌલાતોના હુર્રતુલ મલેકા ની ઝિકર ફરમાવી અને ફરમાવ્યું કે હમારા સમાજ માં બૈરાઓ ની તરક્કી મહદૂદ નથી.

એ જુમલો દાઉદી બોહરા કૌમ ના દીકરીઓ અને બૈરાઓ નો હોંસલો ઝિયાદા કરે છે. મુમિનાત જે હાંસિલ કરી શકે છે એ મહદૂદ નથી. મૌલાતોના હુર્રતુલ મલેકા એ દાવત માં આલા રુતબો હાંસિલ કીધો અને એક પૂરી મમલકત પર હુકુમ કીધો.