મુમિનીનઆકુરાનેમજીદઉંચાકરીનેકહુંછું, ખુદાનાકસમઅપનેજન્નતમાંપહોંચનારછે” - સૈયદનાતાહેરફખરુદ્દીનત... નીઅશરામુબારકાનીબીજીવાઅઝ

કુરાને મજીદ ખુદા તઆલા ના કલામ છે, તો કુરાન ના કસમ ખાવું સગલા કરતા ઉંચા કસમ છે. તો આજે સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ કુરાને મજીદ ના કસમ ખાઈ ને મુમિનીન ને ફરમાવ્યું કે “મુમિનીન આ કુરાને મજીદ ઉંચા કરીને કહું છું, ખુદા ના કસમ અપને જન્નત માં પહોંચનાર છે.” આ મંઝર દેખીને મુમિનીન ને એક નૂરાની મંઝર યાદ આવી ગયો જ્યારે સૈયદના કુત્બુદ્દીન રી.અ. એ પાંચ વર્ષ પહેલા કુરાને મજીદ ઉંચા કરીને મુમિનીન ને ફરમાવ્યું કે આપ સૈયદના બુરહાનુદ્દીન મૌલા ના મંસૂસ છે.

આજે અશરા મુબારકા ૧૪૪૧ હિ. ની બીજી વાઅઝ માં સૈયદના ત.ઉ.શ. એ અજબ શાન સી મુમિનીન ને દાવત ની તારીખ, હઝારો વર્ષ ની તારીખ ની ઝલક બતાવી. અને સફીનતુન નજાત ની હકીકી માના બતાવી.

“નૂહ નું સફીનુ”, એ કિસ્સો સગલા જાને છે. જેમાં નૂહ નબી અ.સ. એ એક સફીનુ બનાવ્યું  અને ઝાહિર ના લોગો જે કહે છે કે હૈવાન ના હર જીન્સ માં સી એક એક જોડાં ને એમાં સવાર કીધા. એ સફીનુ એક મોટા તૂફાન ના અંદર ચાલુ અને જૂદી પહાડ પર રુકું. અને તે બાદ આપ એ દુનિયા ના અંદર એ હૈવાન ના જીન્સ ને પાછા વસાવ્યા. આ મશહૂર રિવાયત છે મગર એને ઝાહિર માં અકલમંદ કેમ કબૂલ કરે? સૈયદના એ ફરમાવ્યું કે એમ તો ગોયા નામુમકિન છે કે નૂહ નબી એવું સફીનુ બનાવે જેમાં હૈવાન ના હર જીન્સ માં સી એક એક જોડું વસી શકે. તો આ કૌલ સહી કેમ થાય? અને એ સહી તો છેજ કેમકે ખુદા નો કૌલ છે. તો એની માના, એનું તાવીલ હોવું વાજીબ છે. એ શું કે નૂહ નબી ને સફીનુ બનાવાનો હુકુમ થયો, એની માના શું કે આપ આપ ના વસી ને કાયમ કરે. તો આ સફીના ની માના છે. તૂફાન શું કે વસી ના હસદ કરનાર ની ફિતનત છે. તો જે સફીના માં સવાર થયા યાની શું કે જે સગલા એ વસી ને માના એ સગલા જીતી ગયા અને બીસરા સગલા ગરક થઇ ગયા, ડૂબી ગયા.

હજી સૈયદના એ ફરમાવ્યું કે આ મિસલ ની ફિતનત ફકત નૂહ ના ઝમાન માં નથી થઇ. બલ્કે નૂહ-અદ-દૌર રસુલુલ્લાહ ના ઝમાન માં ભી થઇ. ગદીરે ખુમ માં રસુલુલ્લાહ એ નસ્સ કીધી તે બાદ જે સગલા એ અમીરુલ મુમિનીન ને “મૌલા” કહી ને મુબારકબાદી અરઝ કીધી એજ સગલા એ પછી મૌલાના અલી ની દુશ્મની કીધી - ઈકરાર ના બાદ ઇન્કાર કીધો.

સૈયદના એ જઝબા સી ફરમાવ્યું કે સફીનતુન નજાત હમેશા જારી રહ્યું છે અને રેહશે. ગરચે કિતના ભી ફિતનત ના મૌજ આવે. આપ એ મિસાલ ફરમાવ્યો કે હુસૈન ઇમામ મૌલાના અલી ઝૈનુલ આબેદીન ને કરબલા સાથે લઇ ને પધારા. જે સગલા ઇમામત નું નૂર બુઝાવા ચાહતા થા એ નૂર બુઝાવી ન શક્યા. જે તલવાર હુસૈન ઇમામ પર ચલાવી એજ તલવાર આપ ના મંસૂસ ઇમામ અલી ઝૈનુલ આબેદીન પર ચલાવી શકતા હતા પણ તેમ ન કરી શક્યા.

મૌલાના ત.ઉ.શ. એ ફરમાવ્યું કે ત્રીજા દાઈલ મુત્લક સૈયદના હાતિમ ના ઝમાન માં સૈયદના ઝોએબ નો પોતો હસન બિન મોહમ્મદ એ દુશ્મની કીધી. લઈન જાફર ની ફિતનત સબબ મોટી મુસીબતો અને મુશ્કિલો આવી. અને સૈયદના દાઉદ બિન કુતુબશાહ રી.અ. ના ઝમાન માં સુલૈમાન એ સૈયદના દાઉદ બિન કુતુબશાહ નો પેહલા ઈકરાર કીધો પણ  તે બાદ ખુદ દાવો કરી ફિતનત શરુ કીધી. સૈયદના ત.ઉ.શ. એ ફરમાવ્યું કે આજે જે સગલા એ કુત્બુદ્દીન મૌલા ની દુશ્મની કીધી એ સગલા ભી પહેલા આપ ને સૈયદના બુરહાનુદ્દીન રી.અ. ના મંસૂસ માનતા થા, સજદા દેતા, અને એમ ફરમાવ્યું કે આ ઈબ્લીસિયત નથી તો શું છે? ઈકરાર ના બાદ ઇન્કાર કીધો. તેમ હર ઝમાન માં ફિતનત થાતી આવી છે. આદમ નબી અ.સ. ના ઝમાન સી આપણા ઝમાન લગ. શાકેલત એમ બને છે કે હર ઝમાન માં જે સગલા હસદ ની આગ માં જલતા હોઈ છે એ સગલા હક્ક ના ધણી ની દુશ્મની કરે છે. અને સફીનતુન નજાત ને ડુબાવાની ગોઠવણો કરે છે. મગર સફીનતુન નજાત, અવલિયાઉલ્લાહ નો સિલસિલો તો સાબિત છે દાઈમ છે. સૈયદના એ ફરમાવ્યું કે “હક્ક ના દરવાઝા હમેશા ખુલા હુવા છે.” જે સગલા ફિતનત ના અમવાજ માં ડૂબી ગયા છે એના વાસ્તે મૌલાના એ દોઆ ફરમાવી કે પાછા સગલા સફીનતુન નજાત માં સવાર થઇને નજાત હાસિલ કરી લે.

સૈયદના એ બયાન માં પછી ઇરશાદ ફરમાવ્યું કે અકલ ના સબબ મખલૂકાત ના દરમિયાન ઇન્સાન ની મીઝત છે. અકલ ના સબબ ઇન્સાન એવી ચીઝો પર આગાહ થઇ શકે છે જે બીજા મખલૂકાત આગાહ નહિ થઇ શકતા. અકલ ના સબબ ઇન્સાન એમ સમજી શકે છે કે આ દુનિયા ની ઝિંદગી હમેશા ની નથી. મૌત તો આવનાર છે. તો અકલ વાપરે, ઈલ્મ પઢે, અને જે સગલા કહે છે કે સવાલ કરવું કુફુર છે એના સી દૂર થાય. સૈયદના એ મિસાલ ફરમાવ્યો કે એક મશીન ચાલતું ન હોઈ તો એની કીમત એના લોખંડ બરાબર છે. અગર દુનિયા માં ઇન્સાન નો હોવાનો મકસદ ફકત ખાવા પીવાનો હોતે તો ખુદા એટલીજ સમજ આપતે. ખુદા એ અકલ ની કૂવત આપી તાકે ઇન્સાન અકલ વાપરીને ઈખ્તિયાર કરી શકે.

આપણી ખુશ નસીબી છે કે આપણે સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ને તાબે થયા છે. જે સાહેબ ની મોહબ્બત ના સબબ આપણે સફીનતુન નજાત માં સવાર છે. નજાત આપણા વાસ્તે છે.

 

સૈયદના એ શહાદત નું બયાન સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. ના મરસિયા “ફુલકુલ હુસૈને બે કરબલા” સી શરુ ફરમાવ્યું અને મૌલાના અલી અસગર અને ઇમામ હુસૈન ની શહાદત પઢી.