“દાવત આબાદ છે” - સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની અશરા મુબારકા ૧૪૪૧ હિ. ની પહેલી વાઅઝ: સૈયદના ત.ઉ.શ. એ માઝૂનુદ દાવતિલ ગર્રા અને મુકાસિરો દાવતિલ હક્કિલ મુબીન ને  કાયમ ફરમાવ્યા


મુમિનીન વાસ્તે આ નવા વર્ષ ના શરુ માં બરકાત મુઝાઅફા થઇ. ગુના ગુન થઇ ગઈ જ્યારે કે દાઈ અલ-અસ્રે વલ હીન સૈયદના વ મૌલાના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આકા એ અશરા મુબારકા ૧૪૪૧ હિ. ની પહેલી વાઅઝ માં આપના માઝૂન અને મુકાસિર ને કાયમ ફરમાવ્યા.

સૈયદના એ ઝિકર ફરમાવી કે બુરહાનુદ્દીન આકા ના વફાત બાદ સૈયદના કુત્બુદ્દીન એ નસ્સ ની હુજ્જત સાબિત કીધી અને હક્ક ની વાત કરીને દુશ્મનો ના હુમલા સી દાવત ની હિમાયત કીધી. સૈયદના એ ફરમાવ્યું કે સૈયદના કુત્બુદ્દીન નો ઈરાદો હતો કે આપ મરાતિબ ને આપના ઝમાન માં કાયમ કરે મગર એ ઇમકાન ન થયું.

સૈયદના એ અજબ જોશ માં ફરમાવ્યું કે દાઈ ઇમામુઝ ઝમાન ના ફૈઝ અને તાઈદ સી મોઅય્યદ છે અને આજ ની વાઅઝ ની મજલિસ માં, હુસૈન ની મજલિસ માં માઝૂન ના રુતબા આલીયા માં આપના ભાઈ સૈયદી માઝૂન સાહેબ અબ્દેઅલી ભાઈસાહેબ સૈફુદ્દીન અતાલલ્લાહો બકાઅહુશ શરીફ ને કાયમ ફરમાવ્યા અને મુકાસિર ના રુતબા સામીયા માં આપના ભાઈ સૈયદી મુકાસિર સાહેબ હુસૈન ભાઈસાહેબ બુરહાનુદ્દીન અતાલલ્લાહો બકાઅહુશ શરીફ ને કાયમ ફરમાવ્યા. સૈયદના એ બંને સાહેબો ને વસીયત ફરમાવી કે જેમ સૈયદના કુત્બુદ્દીન એ હક્ક ની તસવ્વુર આપી છે એ મિસલ દાવત ની ખિદમત ઇખલાસ સાથે કરે.

જ્યારે આ બંને સાહેબો ને મૌલાનલ મિનઆમ ત.ઉ.શ. એ કાયમ કીધા ત્યારે દારુસ સકીના માં, ઈવાને ફાતેમી માં ખુશી ના નારાઓ ગુંજી ઉઠા અને હઝારો મુમિનીન ખુશ નસીબ હતા કે આ મીકાત ની બહા બેહજત માં વાઅઝ ના લાઈવ રીલે ના ઝરીયા સી શામિલ  થયા. આ મૌકે પર એમ વાઝેહ થઇ ગયું કે સૈયદના ત.ઉ.શ. નો કૌલ “હક્ક ની દાવત તો આબાદ છે” ઇયાનન હક્ક છે.

સૈયદના એ હસદ સી મુમિનીન ને ચેતાયા. આપ એ ફરમાવ્યું કે મોઈઝ ઇમામ સ.અ. એ ઇરશાદ ફરમાવ્યું છે કે હસદ નું અસલ શું છે કે ખુદા તઆલા સી નારાઝગી અને એમ ફરમાવ્યું કે આ મોટા માં મોટી બીમારી છે. સૈયદના એ વો  સગલા ની ઝિકર કીધી કે જે સગલા એ સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન ના હસદ અને અદાવત માં સૈયદના બુરહાનુદ્દીન પર દસ્ત દરાઝી કીધી.

સૈયદના ત.ઉ.શ. એ અશરા મુબારકા ૧૪૪૧ હિ. ની પહેલી વાઅઝ માં જે સગલા આપની હઝરત માં મૌજૂદ હતા અને જે સગલા ઇન્ટરનેટ ના ઝરીયા સી શામિલ થયા, એને રસુલુલ્લાહ ની ઉમ્મત, મૌલાના અલી ના શીઆ, મૌલાતોના ફાતેમા ની મોહબ્બત કરનાર અને ઇમામ હસન અને ઇમામ હુસૈન ની મારેફત ના કરનાર કહી ને ખિતાબ ફરમાવ્યો.

સૈયદના એ પંજતન પાક ની આલા શાન ની ઝિકર ફરમાવી અને આદમ નબી એ પંજતન પાક નો વસીલો લીધો એ ઝિકર ફરમાવી. આપ એ બયાન ફરમાવ્યું કે હર ઝમાન માં એક રેહનુમાં  અને રેહબર હોવાજ જોવે કે જે ઉમ્મત ને  હિદાયત દે. એમ અદલ ના ખિલાફ કેહવાઈ કે પંજતન પાક ના પછી આવનાર ઝમાનાઓ માં  મુમિનીન ની હિદાયત વાસ્તે કોઈ ન હોઈ. તો હુસૈન ઇમામ ના બાદ હર ઝમાન માં એક ઇમામ છે અને સતર ના ઝમાન માં દોઆત નો સિલસિલો ગૈર મુનકતે જારી છે કે જે સિલસિલા ના ૫૪ માં દાઈ આજે સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. છે.

સૈયદના એ ફરમાવ્યું કે અશરા મુબારકા ના દિનો માં મલાએકત જે સગલા હુસૈન ની મજલિસ માં હાઝિર થાય છે એની ગિનતી કરે છે. ફકત એજ નહિ, બલ્કે એ સગલા ના આંખો સી લા-કીમતી આંસુ જમે કરે છે. આ આંસુ જે હુસૈન ઇમામ શહીદે કરબલા ની ઝિકર માં નીકળે છે એ કયામત ના દિન આપણા દરજાત ને બલંદ કરશે.

વાઅઝ માં "إن كلمة الله هي العليا" ની આયત ની માના બયાન કરતા હુવા ૭ વજેહ બયાન ફરમાવ્યા જેમાં સાતમો વજેહ એ કે ખુદા ના કલેમા ઇમામ ના સતર માં દાઈ છે. સૈયદના એ ફરમાવ્યું કે મરાતિબ મુદ્દખર છે - કિતાબુલ ઈલ્મ માં લખેલા છે.

સૈયદના એ વાઅઝ ના ખિતામ માં અજબ રિક્કત ના સાથે હુસૈન ઇમામ સ.અ. ની શહાદત પઢી અને મુમિનીન મુમિનાત અને ફરઝંદો એ જોશ માં માતમ કીધો.