અશરા મુબારકા ૧૪૪૧ હિ. પ્રોગ્રામ: મુંબઈ, હ્યુસ્ટન, લંડન અને આલમે ઈમાન માં રીલે

હુદાત કિરામ એ એક નાદિર અને મુબારક રસમ કીધી કે હર નવું વર્ષ આપણે ઇમામ હુસૈન સ.અ. ની ઝિકર અને નોહા સી શરુ કરીયે છે. અને ઇમામ હુસૈન સ.અ. ની ઝિકર ના તુફૈલ માં આલે મોહમ્મદ ના ઇલ્મ ની બરકત દસ દિન લગ હાસિલ કરીયે છે. ઇમામુઝ ઝમાન ના દાઈ ના હાથ પર આ બરકત હાસિલ કરવું ઘણી મોટી નેમત છે. એ બરકત આપણા અઝમ ને આવતા સાલ વાસ્તે મઝબૂત કરે છે અને આખેરત માં આપણા દરજાત ને બલંદ કરે છે.

અલ-દાઈ અલ-અજલ અલ-ફાતેમી સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ૧૪૪૧ હિ. માં અશરા મુબારકા ની વાઅઝ મુંબઈ, દારુસ સકીના માં અક્દ ફરમાવશે, ઇન્શાઅલ્લાહ.

સૈયદના ત.ઉ.શ. એ કરમ અને એહસાન ફરમાવી ને અશરા મુબારકા ના પહેલા ત્રણ દિન ની આપની  વાઅઝ આલમે ઈમાન માં રીલે કરવાની રઝા ફરમાવી છે.સૈયદના ત.ઉ.શ.વાઅઝ મુબારક વાસ્તે બપોરે ૪ વાગ્યે તખ્તે ઈમામી પર જલવાનુમાં થશે. વાઅઝ બાદ આપ મગરિબ અને ઇશા ની નમાઝ પઢાવશે, અને નમાઝ બાદ નિયાઝ નું જમન થશે ઇન્શાઅલ્લાહ. આશુરા ના દિન (૯ સબટેમ્બર) ના બારા માં જાણકારી આઇન્દા આપવા માં આવશે. વાઅઝ મુબારક ની રિકોર્ડિંગ લાઈવ રીલે ના બાદ સુનવા વાસ્તે ઉપલબ્ધ હશે.

સૈયદના ત.ઉ.શ.  એ કરમ અને એહસાન ફરમાવી ને શેહઝાદા ડૉ. અઝીઝ ભાઈસાહેબ કુત્બુદ્દીન ને હ્યુસ્ટન (અમેરિકા) માં અશરા મુબારકા ની વાઅઝ ની ખિદમત વાસ્તે રઝા ફરમાવી છે. શેહઝાદા અઝીઝ ભાઈસાહેબ ની વાઅઝ મોહર્રમુલ હરામ ની ૫ મી તારીખ સી રીલે કરવા માં આવશે ઇન્શાઅલ્લાહ.વાઅઝ મુબારક બપોરે ૫:૪૫ વાગ્યે (સેન્ટ્રલ સ્ટેન્ડર્ડ ટાઈમ) શરુ થશે. તે બાદ મગરિબ અને ઇશા ની નમાઝ થશે અને નિયાઝ નું જમન થશે ઇન્શાઅલ્લાહ. આશુરા ના દિન ના નિઝામ ની ખબર નઝદીક માં કરવા માં આવશે (૯ સબટેમ્બર). વાઅઝ મુબારક ની રિકોર્ડિંગ લાઈવ રીલે ના બાદ સુનવા વાસ્તે ઉપલબ્ધ હશે. ઝિયાદા જાણકારી વાસ્તે જૂઝર ભાઈ હાજી ને ([email protected], +1-832-315-5152) પર સંપર્ક કરે.

સૈયદના ત.ઉ.શ. એ કરમ અને એહસાન ફરમાવી ને ડૉ. મોઈઝ ભાઈસાહેબ મોહયિદ્દીન ને અશરા મુબારકા ની વાઅઝ ની ખિદમત વાસ્તે લંડન માં રઝા ફરમાવી છે. વાઅઝ ની મજલિસ સાંજે ૬ વાગ્યે શરુ થશે, તે બાદ મગરિબ અને ઇશા ની નમાઝ થશે અને નિયાઝ નું જમન થશે ઇન્શાઅલ્લાહ.આશુરા ના દિન (૯ સબટેમ્બર) ના નિઝામ ની ખબર નઝદીક માં કરવા માં આવશે. ઝિયાદા જાણકારી વાસ્તે કુસઈ ભાઈ જાફરજી ને ([email protected]m, 07459 203951)પર સંપર્ક કરે. પ્રોગ્રામ ની જાણકારી વાસ્તે jamaat.london/ashara-mubaraka-1441hપર ક્લિક કરે.

ઇમામ હુસૈન સ.અ. ના દાઈ સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. ની મજલિસ માં હાઝિર થઇ ને મુમિનીન બરકાત હાસિલ કરે. સૈયદના ત.ઉ.શ મુમિનીન ને વાઅઝ માં હાઝિર થાવા વાસ્તે રગબત દિલાવે છે. જે સગલા મુંબઈ, હ્યુસ્ટન યા લંડન માં વાઅઝ માં હાઝિર ન થઇ સકતા હોઈ, એ સગલાં મોહર્રમુલ હરામ ની ૫ મી તારીખ સી શેહઝાદા ડૉ. અઝીઝ ભાઈસાહેબ કુત્બુદ્દીન ની વાઅઝ નું રીલે યૂટ્યૂબ પર દેખી શકે છે. વાઅઝ મુબારક ની રિકોર્ડિંગ લાઈવ રીલે ના બાદ સુનવા વાસ્તે ઉપલબ્ધ હશે અને એ રિકોર્ડિંગ એક મુદ્દત તક યૂટ્યૂબ પર મુકવા માં આવશે.