જે મુમિનીન મુંબઈ, હ્યુસ્ટન ય લંડન માં વાઅઝ વાસ્તે હાઝિર ન થઇ સકતા હોઈ તો પોતાના બિલાદ માં જમે થઇ ને વાઅઝ સુને અને નિયાઝ નું જમન કરે. તમારા બિલાદ માં બીજા મુમિનીન સાથે કોન્ટેક્ટ કરવાને [email protected] પર ઈ-મેલ કરે.

જહાં મુનાસિબ હસે વહાઁ કોન્ટેક્ટ નંબર વેબસાઈટ પર પેશ કરવા માં આવશે. અગર દસ દિન જમે થાવું મુમકીન ન હોઈ તો કમ સી કમ છેલ્લા ૩ દિન જમે થાય.

મુમિનીન “યા સૈયેદુશ શોહદાઈ” અને “ફુલકુલ હુસૈન” ના મરસીયા અશરા મુબારકા ના દિનો માં હર રોઝ તિલાવત કરે - પૂરા મરસિયા ન પઢાઈ તો થોડી અબયાત પઢવાની કોશિશ કરે. મુમિનીન “યા હુસૈન” ની તસબીહ આપના નામ ના અદદ મુતાબિક ૧૨૮ વાર કરે (જેમ અલી ના નામ ના અદદ ૧૧૦ છે) - કે જે બરકત વનતો નુસખો સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. એ બતાવ્યો છે.

 

 

હ્યુસ્ટન