આશુરા ની રાત નું અમલ: આશુરા ની રાતે તવસ્સુલ ની નમાઝ બાદ મુમિનીન “અલ્લાહુમ્મા અંતા સેકતી” ની દોઆ પઢે. નમાઝ બાદ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન રી.અ. નું આશુરા ની રાત નું આ બયાન સુને.  આશુરા ની તમામ રાત મુમિનીન બંદગી માં ગુઝારે. બિહોરી ની નમાઝ, અને ખાસ્સતન નિસફુલ લૈલ ની નમાઝ પઢે - તે સાથે આરામ ભી લે તાકે આશુરા ના દિન બરકાત લેવાની તાકત રહે.

આશુરા ની રાતે સૈયદી માઝૂન સાહેબ મગરિબ ની નમાઝ બાદ રાતે ૭:૩૦ વાગ્યે માતમ ની મજલિસ માં તશરીફ લાવશે અને બયાન ફરમાવશે. બયાન મુબારક યુટ્યુબ પર લાઈવ રીલે કરવા માં આવશે અને એની રિકોર્ડિંગ ભી મુકવા માં આવશે.

આશુરા ના દિન મુમિનીન લાગન કરે. લાગન રોઝા ની મિસલ છે - તમામ દિન ભૂખા અને પ્યાસા રહે, મગર નિયત લાગન ની લે, યાને કે ઈમામ હુસૈન અને આપના એહલે બૈત અને અસહાબ ની ભૂખ અને પ્યાસ યાદ કરી ને લાગન કરે. છોટા ફરઝંદો ને બપોરે થોડું કઈ ખાવાનું રોટી યા બિસ્કિટ આપે તાકે એને માતમ કરવાની તાકત રહે. મુમિનીન મજલિસ ની અદબ મુતાબિક અમલ કરે, અને તમામ દિન હુસૈન ના ગમ માં મશગૂલ રહે. મુમિનીનયા હુસૈનની તસબીહ આપના નામ ના અદદ મુતાબિક ૧૨૮વાર કરે અનેયા અલીની તસબીહ ૧૧૦ વાર કરે.

  • વબા ના હાલાત ને ધ્યાન માં રાખીને સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. એ કરમ અને એહસાન ફરમાવીને ૧૪૪૧ હિ. માં આપ મૌલા એ દારુસ સકીના માં આશુરા ના દિન જે વાઅઝ ફરમાવી હતી એ વાઅઝ મુબારક અને મક્તલ નું બયાન યુટ્યુબ પર મુકવાની રઝા ફરમાવી છે તાકે સગલી જગ્યા મુમિનીન એના વખત મુતાબિક દેખી શકે. સૈયદના તાહેર ફખરુદ્દીન ની ૧૪૪૧ હિ. ની નવમી વાઅઝ (૧ કલાક અને ૪૨ મિનિટ)

  • ઝવાલ બાદ ઝોહોર ની નમાઝ સુન્નત અને નાફેલત સાથે  પઢે. ઝોહોર ની નાફેલત બાદ ઇમામ હુસૈન ની તકર્રૂબ ની નમાઝ, સૈયદના તાહેર સૈફુદ્દીન, સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન અને સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન ની તવસ્સુલ ની નમાઝ, અને દાઇલ અસ્ર ની તૂલુલ ઉમર ની નમાઝ પઢે. એ નમાઝ ની નિયતો વાસ્તેયહાઁ ક્લિક કરો.

اصلي صلوة الصلوات على داعي الائمةِ الفاطميين سيدنا طاهرٍ سيفِ الدين وداعي الائمةِ الفاطميين سيدنا محمدٍ برهان الدين و داعي الائمةِ الفاطميين سيدنا خزيمة قطب الدين و التوسلِ بِهم الى اللهِ تعالى ركعتين لله

اصلي صلوة الصلوات والدعاء لداعي الائمة الفاطميين سيدنا طاهر فخر الدين والتوسل به الى الله تعالى ركعتين لله

  • સૈયદી મુકાસિર સાહેબ હુસૈન ભાઈસાહેબ બુરહાનુદ્દીન તવસ્સુલ ની નમાઝ બાદ બપોરે ૧:૧૫ વાગ્યે વસીલો લેશે. વસીલો યુટ્યુબ પર લાઈવ રીલે કરવામાં આવશે અને એની રિકોર્ડિંગ પછી ભી દેખી શકાશે. 

  • વસીલા બાદ અસર નું સુન્નત અને ફરઝ પઢે.
  • સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. નું ૧૪૪૧ હિ. નું મક્તલ નું બયાન (૧ કલાક ૫૯ મિનિટ)

  • મુમિનીન મુમિનાત ઓનલાઇન વાઅઝ દેખતી વખત અદબ નું ધ્યાન રાખે - જેમ મજલિસ માં હાજર થઈને અદબ રાખે તેમ. આ મૌલાના ની અઝીમ નેઅમત છે કે વબા ના હાલાત માં આ મિસલ ઓનલાઇન વાઅઝ દેખવાની રઝા મુબારક ફરમાવી છે.  
  • મગરિબ “યા મોહસિનો કદ્દ જાઅકલ મુસી” અને “અલ્લાહુમ્મા યા મોઅતિયસ સુઆલાત” ની દોઆ ઈફ્તાર કરવા પહેલા પઢે (પી.ડી.એફ. સફા નં. ૩૮)