આકા મૌલા સૈયદના તાહેર ફખરુદ્દીન એ મુમિનીન ને એમ ખિતાબ ફરમાવ્યો કે એ ફાતેમતુઝ ઝાહરા ની મોહબ્બત ના કરનાર લોગો. ફાતેમા ના કિબ્લાગાહ મોહમ્મદ ની ઉમ્મત ખાસ્સા. ફાતેમા ના શોહર કુદસી જોહર અલીયુલ મુર્તઝા ના શીઆ ખોલોસા. ફાતેમા ના બે શેહઝાદા હસન અને હુસૈન ની મોહબ્બત ના કરનાર. આ પંજતન ની તસબીહ ફજેર અને સાંજ માં ના કરનાર તમે સગલા છો.

પંજતન ના અઝીમ મકામ ની મૌલાના એ ઝિકર ફરમાવી જે સૈયદના હાતિમ “તોહફતુલ કુલૂબ” ના  કિતાબ માં બયાન ફરમાવે છે. રસૂલુલ્લાહ પંજતન ની શાન બયાન કરે છે. ખુદા એ ફાતેમા નું નૂર કિંદીલ ની મિસલ અર્શ ના કુર્ત પર પેદા કીધું. એના સબબ ઝમીન આસમાન રોશન થઇ ગયા. એના સબબ ફાતેમા નું નામ ઝાહરા છે.

મૌલાના એ આ આયત ની ઝિકર ફરમાવી: રસૂલુલ્લાહ ને ખુદા ફરમાવે છે કે - કહો કે મેં એ હિદાયત દીધી એનું કોઈ અજર (બદલો) નથી માંગતો, ફકત ઈતનુંજ કે મારા કરાબત ના લોગો ની મોહબ્બત કરજો. પછી વાઝેહ કરી ને ફરમાવે છે કે એ સગલા કોણ કે અલી, ફાતેમા અને ફાતેમા ના ફરઝંદો - અઈમ્મત ફાતેમીયીન ની મુરાદ છે.

આકા મૌલા એ ફાતેમા ની ચાદર નો મોજીઝો બયાન ફરમાવ્યો. ફાતેમા ની ચાદર શું કે ફાતેમા ની દાવત. ઇમામ કેહકૃત તકીયત માં સિધારા મગર ફાતેમી દાવત કાયમ છે. ઇમામત ના સૂરજ ના નૂર ને દોઆત જે ચંદરમા જેમ છે, એ સગલા નૂર ની તલક્કી કરી ને મુમિનીન તરફ પહોંચાવી રહ્યા છે. દાઈ ફાતેમી દાઈ છે. મૌલાના એ એક ઝિકર બયાન કીધી કે એક અન્ગ્રેઝ મુઅર્રિખ (ઇતિહાસકાર) એ દાવત ને એક દુશ્મન ને જવાબ દીધો કે ફાતેમીયીન નું નામ બાકી છે તો, સૈયદના તાહેર સૈફુદ્દીન તરફ ઈશારો કરીને કહ્યું, આ સાહેબ ના સબબ.

દાઈ ની શાન અને ફઝલ એમ આપું છે કે ગોયા ઇમામ માં ગણાય છે. દાઈ ની મોહબ્બત કરે તો ઇમામ ની અને પંજતન ની મોહબ્બત કબૂલ થાય છે. મોહબ્બત છે તો જન્નત છે. મૌલાના એ ઝિયાદીલ અસ્વદ ની ઝિકર ફરમાવી જેને બાકિર ઇમામ એ ફરમાવ્યું કે દીન નથી મગર મોહબ્બત.

મૌલાના એ ફરમાવ્યું કે અપને આ મજલિસ માં હુસૈન ની મોહબ્બત ખેંચી ને લાવે છે. તે બાદ આપ એ મૌલાતોના ફાતેમા કયામત ના દિન હુસૈન પર રોસે એની ઝિકર ફરમાવી.

મૌલાતોના ફાતેમા ની શાન ની ઝિકરો મૌલાના એ ફરમાવી.

રસૂલુલ્લાહ ફાતેમા ને બોસો દેતા, આપ ની ખુશ્બુ સૂંઘતા અને ફરમાવતા કે મને ફાતેમા માં સી જન્નત ની ખુશ્બુ આવે છે કેમકે આપની વિલાદત જન્નત ના તુફફાહ (સેબ) સી થઇ છે. આપ લૈલતુલ કદર ના મમસુલા છે. મૌલાતોના ફાતેમા ની મોટા માં મોટી ફઝીલત શું કે રસૂલુલ્લાહ ફરમાવે છે કે એ ફાતેમા તમારા પર મારો જાન કુરબાન. આપ આલમીન ના બૈરાઓ ની સૈયેદા છો.

મૌલાના અલી અને મૌલાતોના ફાતેમા ની શાદી ની ઝિકર ફરમાવી. સૈયદના ઈદ્રીસ ઇમાદુદ્દીન ફરમાવે છે કે આ શાદી રુહાનીયત માં અને જિસ્માનીયત માં થઇ છે. આસમાન માં થઇ તે પછી ઝમીન માં થઇ. ઈબ્ને હજર, જે દુશ્મન છે, એ આ શાદી ની ઝિકર કરી ને કહે છે કે રસૂલુલ્લાહ એ ફરમાવ્યું કે મેં ખુશ કેમ ન થાઉ જ્યારે કે આ શાદી ના સબબ મારી ઉમ્મત ના મરદો અને બૈરાઓ ને આગ સી આઝાદગી છે.

મૌલાના એ ફરમાવ્યું કે પંજતન ના નામ ખુદા ના નામ સી મુશ્તક છે.

સૈયદના ઈદ્રીસ નું મૌલાતોના ફાતેમા ના નામો નું આલા બયાન ફરમાવ્યું.

સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન એ ૧૪૨૨ હિ. માં અમેરિકા માં અશરા કીધા એમાં આ ઝિકર ફરમાવી થી, એ બયાન માં સી નાદિર જુમલાઓ ફરમાયા.

ફાતેમા ના આસમાન માં બે નામ અને ઝમીન માં ચાર નામ.

આપ ના સી ઝિયાદા કરીબતર છે એ શું, બાબ અને હુજ્જત, દાઈ અને માઝૂન.

એક વજેહ માં ઇમામ અને હુજ્જત ફાતેમા ના નામ છે. ઇમામ ફાતેમી. અને ઇમામ ના હુજ્જત ભી ફાતેમી. કેમકે હુજ્જત ભી પછી ઇમામ બનશે.

દાઈ કોન કે ફાતેમી દાઈ, ફાતેમા ના નામ. ફાતેમા ને ઓળખાવનાર કોન, ફાતેમા ની દાવત કોન કાયમ કરે છે કે દાઇલ મુત્લક. અને એને મુવાઝરત, એની ખિદમત કોન કરે છે દાઈ ના સાથે કે માઝૂન. તો દાઈ અને માઝૂન બંને ઝમીન માં ફાતેમા ના નામો છે. દાઈ અને માઝૂન એમ બતાવે છે કે હમે કોન કે ઇમામ અને હુજ્જત ના તાબેએ ફરમાન. એ બંને ના હમે ખિદમતગુઝાર  છે. એ બેવે ની દાવત તૈયેબીયા ફાતેમીયા કાયમ ના કરનાર દાઈ અને માઝૂન છે.

પછી મૌલાના એ એમ ફરમાવ્યું કે બુરહાનુદ્દીન આકા ના માઝૂન કોન હતા? તમે સગલા જાનો છો ને? બાવાજીસાહેબ સૈયદના કુતબુદ્દીન. દાઈ એ ખુદ ની ઝિકર, સાથે એના માઝૂન ની સુ શાન સી ઝિકર ફરમાવી. સૂરજ ચમકતા હોઈ, આંખ પર પટ્ટો બાંધે, દેખતા હોઈ અને અંધા થઇ જાય.

માઝૂન ની દાવતુસ સતર માં શાન ઘણી બલંદ છે. એની ઝિકર ફરમાવી. માઝૂન અલ મુતલક નો રૂતબો છે. દાઈ નો પૂરે પૂરો ભરોસો એના પર છે.

સૈયદના હાતિમ બયાન ફરમાવે છે કે દાઈ બાવા અને માઝૂન માં ના મહેલ માં છે. રૂહાની માં બાવા ને બેફરમાન થાય તો એના પર લાનત છે. લાનત ની માઅના દૂર થાવાની છે. માઝૂન દાઈ ના શરીક છે.

કિતનાક દાવત ના કિતાબો માં માઝૂન ના આલા રુતબા ની ઝિકરો છે એમાં સી થોડી ઝિકરોં મૌલાના એ ફરમાવી. માઝૂન હમેશા સાચ્ચું બોલે, એના ફાયદા માં હોઈ યા નુકસાન માં.

સૈયદના તાહેર સૈફુદ્દીન એક વસીલા માં ફરમાવે છે કે મૌત ની વકત મુમિન ને કોઈ ફિકર નથી કેમ કે પંજેતન, ઇમામુઝ ઝમાન ના દીદાર, એના દાઈ અને એના માઝૂન ના દીદાર એ સગલા ને થાય છે.

સતર ની દાવત માં ખાસ કરીને ફીતનત ના વકત માં દાઈ ની ખિદમત માઝૂન કરે છે. ફિરકાઓ થયા, એવા વકત માં માઝૂન એ એવી શાન સી અમલ કીધું, હક ના દાઈ ના મરતબા ને ઓળખાયા, અહમ ઝિમ્મેદારી છે, અને માઝૂન ના કૌલ ને મુમિનીન ને સચાયો છે. દાઈ ની હિફાઝત અને હિમાયત કીધી. ઘણી તકલીફો સહી.

માઝૂન ઉદ દાવત - મૌલાના ખત્તાબ, મૌલાના અલી બિન હુસૈન, મૌલાના મોહમ્મદ બિન તાહેર (આપ સગલા એ અબ્દુલ મજીદ પર હુજ્જત કીધી), સૈયદના અલી બિન મોહમ્મદ, સૈયદના અલી બિન હનઝલા (અહવરી ની ફિતનત). સૈયદના ઈદ્રીસ (જાફર ની ફિતનત), સૈયદના શેખ આદમ (સુલૈમાન ની ફિતનત થઇ તે વકત ઘણી ખિદમત કીધી અને ઘણી તકલીફો સહી), સૈયદના ઇસ્માઇલ બદરુદ્દીન ના ઝમાન માં સૈયેદી નજમ ખાન માઝૂનુદ દાવત (હુજૂમીયા ની ફિતનત). સૈયેદી નજમ ખાન ની ઝિકર માં સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન ફરમાવે છે કે દાઈ એ ઈમ્તિહાન ના વાસ્તે આપ સી માઝૂન નો રુતબો લઇ લીધો. સૈયદના અબ્દુત તૈયેબ ઝકીયુદ્દીન (મજદુ ની ફિતનત માં ખિદમત કીધી). સૈયેદી હેબતુલ્લાહ જમાલુદ્દીન એ સૈયદના અબ્દુલ કાદિર નજમુદ્દીન વાસ્તે કાગઝ માં લખું કે અલ મન્સૂસો અલૈહે મિરારન - આપ પર વારંવાર નસ્સ થઇ છે. સૈયદના તાહેર સૈફુદ્દીન એ આ કાગઝ કોર્ટ માં સબૂત ના તૌર પર પેશ કીધો.

સૈયદના મોહમ્મદ બુરહાનુદીન એ બયાન ફરમાવ્યું. એજ વાત કિફાયત છે કે માઝૂન હક પર છે.

અપને હક પર છે એ સાબિત છે. પણ બીજી રીત સી ભી સાબિત થઈ જાય છે કે અપના ખિલાફ ના લોગો બાતિલ ની વાત કરે છે. ફોઝોલા ના બારા માં જેવી તેવી વાતો કરે છે. નસ્સ બદલાઈ એમ વાતો કરવાની શું ઝરૂરત હતી? બયાન તો છે કે નસ્સ તાઈદ સી થાય. કિતાબુલ ઈલ્મ માં નામ લખું છે. કાયમ કરે છે તો સાચ્ચુ બોલે છે કે નહિ દાઈ. બીજા લોગો નો હાલત છે. બાતિલ ની વાત સી વાઝેહ છે કે અપના મુખાલેફીન બાતિલ ના લોગો છે. હક ની વાત સી સાબિત છે કે હક ના લોગો અપને છે. એ બાતિલ ની વાત કરે. સગલું વાઝેહ છે. બરાબર સમજી જાય કે શું હક છે અને શું બાતિલ  છે.

મૌલાના એ ફરમાવ્યું કે મમલૂકો આલે મોહમ્મદ ને કોઈ એ એક સવાલ કીધો. સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન ના ઝમાન માં મરાતિબ ના બારા માં શરમ મૂકી ને વાતો કરે લોગો. પૂછું એમ કે ખબર કેમ પઢે કે કોણ, બરાબર કહે છે? કોઈ આલિમ કહે તો કોનું માનિયે? મેં કહ્યું કે મીસાક ના ખિલાફ વાત કરે તો સુનવાની ઝરૂરત નથી. મીસાક તો દાઈ લે છે. માઝૂન નું નામ લે છે. કોની વાત સુનવી જોઈએ? સમજવું ઘણું મુશ્કિલ નથી.

ખુદા કુરાન મજીદ માં ફરમાવે છે કે મરાતિબ તો ખુદા એ આપા છે. તમે એનો કેમ હસદ કરો છો?

મૌલાના એ હસદ ના બારા માં એક હિકાયત ફરમાવી.

સૈયદના એ ફરમાવ્યું કે બાવાજીસાહેબ સૈયદના કુતબુદ્દીન ની અઝીમ શાન હતી. ઘર માં ભી લોગો હતા જે હસદ કરતા હતા. દુશ્મનો એ ઘણી દુશ્મની કીધી મગર શાન સી અમલ કરતા. ફોઝોલા નો આ મકામ છે.

મૌલાના એ આ આયત પેઢી :

ولقد آتيناك سبعا من المثاني والقرآن العظيم

રસૂલુલ્લાહ ને ખુદા ફરમાવે છે કે હમે તમને સબએ મસાની (સૂરતુલ હમ્દ) અને કુરાને અઝીમ આપા.

સૂરતુલ હમ્દ ને સૂરતુલ વલાયત ભી કહે છે. વલાયત શું કે તાઅત. ખુદા એ ઇમામ ની તાઅત રસૂલ ની તાઅત સાથે જોડી દીધી. એ મુફતરઝુત તાઅત છે. એની તાઅત ફરીઝત છે. સબએ મસાની કોણ કે અઈમ્મત ના સાતરા.

મૌલાના એ બરકત વાસ્તે ઇમામો ની તસબીહ કીધી અને ઇમામો ની ઝિકરો ફરમાવી. ઇસ્માઇલ ઇમામ ની ઝિકર માં ફરમાવ્યું કે અપને ઇસ્માઇલી સી ઓળખાઈએ છે કેમકે અપને એમ માનીયે છે કે નસ્સ બદલાઈ નહિ. બીજા શીઆ માને છે કે ઇસ્માઇલ ગુઝરી ગયા તો મૂસા કાઝિમ પર નસ્સ કીધી. કોર્ટ માં ભી કહ્યું છે. ઇસ્માઇલ ઇમામ પર નસ્સ માં માનીયે છે એના સબબ અપને દાઉદી બોહરા કેહવાઈ છે. સૈયદના કુતબુદ્દીન પર નસ્સ થઇ. કોર્ટ માં કહ્યું કે નસ્સ પાછી ખેંચાઈ નહિ.

નામ લખું હુવુ છે. કિતાબુલ ઈલ્મ માં લખાયું છે કે કોણ કયા મકામ માં આવનાર છે. ઇમામ દાઈ શું કોઈ વાર ખોટું બોલે? ખોટી વાત બતાવે? નઉઝોબિલ્લાહ.

મૌએઝત ના બયાન માં ફરમાવ્યું કે એક જુમલો કહું છું કે હક ના દાઈ ની તાઅત કરજો. એમાં સગલુ સમાઈ ગયું છે.

હમ્દ સલવાત અને દોઆ ના બાદ મૌલાના એ ઇમામ હુસૈન ની શહાદત પઢી અને તે બાદ મૌલાતોના ફાતેમા ની પુર દર્દ શહાદત પર વાઝ તમામ કીધી. મુમિનીન ઘણા રોયા અને ઘણો માતમ કીધો.