આકા મૌલા સૈયદના ફખરુદ્દીન એ મુમિનીન ને ખિતાબ કરી ને ફરમાવ્યું કે એ અલ્લાહ ના ઈબાદ મુમિનીન, અલ્લાહ સુબહાનહુ ની નેમત પર શુકુર કરનાર લોગો. એ નેમત ઉઝમા કોન છે કે મોહમ્મદ અને આપ ની ઇતરત. હર ઝમાન માં એક નેમત ઉઝમા, એક ઇમામ હાઝિર અને મૌજૂદ છે જેના તુફેલ માં દુનિયા અને આખેરત ની નેમત સગલા ને મળે છે. જે વકત ઇમામુઝ ઝમાન પરદા માં છે, કેહફુત તકીયત માં છે, તો એ નેમત મુમિનીન ને એના દોઆત મુત્લકીન ના હાથ પર મળતી રહે છે. ઈમાન ના લોગો ને ખાસ નેમત શું મળે છે કે હકીકત ના અસરાર પઢવું નસીબ થાય છે.

આલે મોહમ્મદ ના આલિમ દાઈ છે. રસૂલુલ્લાહ સ.અ.વ. ફરમાવે છે :

"تعلموا من عالم اهل بيتي…"

આલિમે અહલે બૈત સી સીખો યા જે આલિમે અહલે બૈત સી સીખા હોઈ એના સી સીખો તો આગ સી બચી જશો.

આજે મૂસા અને ઈસા ની મજલિસ માં મૌલાનલ મિનઆમ એ ફરમાવ્યું કે તૌરાત માં મૂસા નબી એ દોઆતો ની સિફત દેખી, તેમ કુરાને માં ભી દોઆતો ની ઝિકર છે. કુરાને કુલ ઇમામુઝ ઝમાન છે અને દોઆતો આ કુરાન ની સુરતો છે. સગલી સુરતો કુરાન માં જ છે. અમીરુલ મુમિનીન ફરમાવે છે કે મેં બોલતો કિતાબ છું. એ મિસલ હર ઝમાન માં આપના શેહઝાદા ઇમામુઝ ઝમાન  કુરાને નાતિક છે.

હુસૈન ની ઝિકર કરવા માં, જેમ કુરાન પઢવા માં સવાબ છે, એમ સવાબ છે અને જેમ કુરાન પઢવા માં શિફા છે એમ ઇમામ હુસૈન ની ઝિકર કરવા માં શિફા અને રેહમત છે.

મૌલાનલ મન્નાન એ કુરાને મજીદ ની આ આયત ની તિલાવત કીધી :

"وما بكم من نعمة فمن الله"   

અને આપ મૌલા એ ફરમાવ્યું કે મૌલાના કુત્બુદ્દીન ને સૈયદના તાહેર સૈફુદ્દીન એ આ આયત ઇનાયત ફરમાવી. આ 53 મી આયત છે. ઈશારો કરી ને બતાવ્યું કે શું શાન માં આવનાર છે.

મૌલાના ત.ઉ.શ. એ ફરમાવ્યું કે આ સગલી નેમતો હુસૈન અને હુસૈન ના દાઈ ની તુફેલ માં મળે છે. આ દારુસ સકીના મૌલાના કુત્બુદ્દીન નું મહલ છે. આપ ઇમામ ની મારેફત કરાવનાર છે. આપ ની નેમતો માં અપને પલા છે, બાવાજીસાહેબ ની નેમતો યાદ કરું છું, શુકુર કરું છું. આપ તખત પર જલવા અફરોઝ થાતા, અજબ શાન સી ઈલ્મ નશર કરતા. મુમિનીન ને નેમતો સી નવાઝતા, લા કિંમત દોઆ ના કલેમાત ફરમાવતા. ખુદા તઆલા બાવાજીસાહેબ ને અફઝલુલ જઝા આપજો.

મૌલાના ત.ઉ.શ.  એ, અમીરુલ મુમિનીન એ જે શીઆ વાસ્તે બિશારત આપી કે કયામત ના દિન સગલા ને કબર માં સી નિકાલવા માં આવશે ત્યારે અર્શ ના સાયા માં શીઆ માએદત માં સી જમતા હશે અને બીજા સગલા હિસાબ માં હશે, એ ઝિકર ફરમાવી. આલે મોહમ્મદ ના મવાઇદ ઈલ્મ ની નેમત છે.

ખુદા ની નેમત મળે તો શુકુર કરે. શુકુર કરવા થી નેમત ઝિયાદા થાય છે. ખુદા એ નેમત આપી હોઈ તો બીજા નું ભલુ ચાહે અને એને ભી નેમત માં સી હિસ્સો આપે. એ મજરા માં મૌલાના ત.ઉ.શ. એ ઈખ્વાનુસ સફા માં સી મજુસી (પારસી) અને યહૂદી ની હિકાયત બયાન ફરમાવી જેમા બીજા નું ખૈર કરવાની શિખામણ છે.

રસૂલુલ્લાહ સ.અ.વ. ફરમાવે છે કે સગલા ઇન્સાન ખુદા ના ફરઝંદો છે. ખુદા કોને પસંદ કરે છે કે જે શખ્સ ઈબાદુલ્લાહ ને ઝિયાદા માં ઝિયાદા નફો કરે. ખુદા એ નેમત આપી છે તો એના ઘમંડ માં ન આવી જાય.

મૌલાના ત.ઉ.શ. એ નેમત નો શુકુર વાજિબ છે એના બારા માં બીજી હિકાયત બયાન કીધી, જેમાં ખુદા તઆલા એક અબ્રસ (જેને સફેદી ની બીમારી હોઈ) અકરા (જેના માથા ના વાળ ન હોઈ) અને આમા (જેને દેખાતું ન હોઈ) ને નેમત આપી અને પછી એ સગલા નું ઈમ્તેહાન કીધું. જે એ શુકુર કીધો એની નેમત બાકી રહી.

મૌલાના કુત્બુદ્દીન ફરમાવતા કે શુકુર માં ઝિંદગી ગુઝારે. નાના માં નાની વાત પાર શુકુર કરે. નેમત ના ધની ની શાન છે, ખુદા કહે છે કે શુકુર કરસો તો નેમત હજી ઝિયાદા આપીશ.

તે બાદ મૌલાના ત.ઉ.શ. એ ફરમાવ્યું કે માએદત ના પાંચ હરફ છે અને પાંચ ફસલ બયાન ફરમાવી.

પહેલી ફસલ માં મૂસા ની ઝીકર માં ફરમાવ્યું કે મૂસા ની દોઆ સી બનુ ઈસરાઇલ પર મન અને સલવા ઉતરુ. મન યાની મીઠાસ અને સલવા એક પરિન્દું છે. એની ઝાહિર અને તાવીલ ની માના બયાન કીધી. મન અને સલવા શું કે હક નું ઈલ્મ, એ ખુદા નું એહસાન છે અને ઇલ્મ ના સબબ સુકૂન છે.

બીજી ફસલ માં ઈસા ની ઝિકર માં ફરમાવ્યું કે ઈસા ના મા સાહેબા મરિયમ પર માએદત ઉતરુ. ઈસા એ દોઆ કીધી અને આપના હવારિયીન પર માએદત ઉતરુ, એ ઝિકર ફરમાવી.

ત્રીજી ફસલ માં પંજતન પાક સ.અ. ની ઝિકર કીધી. એમાં અનઝિર અશીરતકલ અકરબીન ની ઝિકર ફરમાવી કે જેમાં રસૂલુલ્લાહ સ.અ.વ. એ બનુ અબ્દુલ મુત્તલિબ ના ૪૦ અશ્ખાસ ને એક રાંગ અને એક દૂધ ની કદેહ પર સેરાબ કરી દીધા. તે બાદ અમીરુલ મુમિનીન ફૂફા માં હઝારો લોગો ને જમાડતા એની ઝિકર ફરમાવી.

હુસૈન ઇમામ કરબલા માં 3 દિન ભૂખા પ્યાસા શહાદત ઈખ્તિયાર કરે છે તાકે કયામત ના દિન લગ મુમિન ને માએદત ની બરકત મળતી રહે.  

ચોથી ફસલ માં મૌલાતોના ફાતેમા પર માએદત ઉતરુ એની ઝિકર ફરમાવી.

પાંચમી ફસલ માં તૈયેબ ઇમામ ની ઝિકર ફરમાવી. તૈયેબ ઇમામ ના નામ માં પંજતન ની બરકત છે. તૈયેબ ઇમામ પરદા માં છે એના આસમાન સી દોઆત પર માએદત ઉતારે છે. દોઆતો નું એહસાન છે. ઇમામ તાઈદ ફૂયુઝ એના દાઈ ની તરફ મોકલે છે. એ સગલા દોઆત એની બરકત મુમિનીન ની તરફ પહોંચાવે છે. દોઆતો એ શાન ની રસમ કીધી છે. અશરા મુબારકા માં આલે મોહમ્મદ ના ઈલ્મ ની રોઝી મુમિનીન ને મળે છે અને ઇમામ ના તાઈદ ની બરકત મુમિનીન ને પહોંચાવે છે. આલે મોહમ્મદ ની રોઝી દોઆતો નું એહસાન છે. એમાં ચંદ દોઆતો ની ઝિકર મૌલાના ત.ઉ.શ. એ ફરમાવી.

સૈયદના ઇસ્માઇલ બદરુદ્દીન રી.અ. એ તલબતુલ ઈલ્મ ને રહેવાનો,  જમાડવાનો ઇન્તેઝામ કીધો અને ઈલ્મ પઢાયુ. એ સુન્નત શુરુ કીધી. એના વારિસ સૈયદના અબ્દેઅલી સૈફુદ્દીન રી.અ. એ બાર હઝાર લોગો ને દુકાળ ની વકત સૂરત માં રાખા, દરસે સૈફી કાયમ કીધી.

સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. એ જામેઆ સૈફીયા બનાવી.

સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન અને આપના વારિસ સૈયદના કુત્બુદ્દીન અશરા માં મુમિનીન ને નિયાઝ જમાડતા.

મૌલાના ત.ઉ.શ. એ ફરમાવ્યું કે મુમિન ને જમાડે, દાઈ ને જમાડે, ઇમામ ને જમાડે તાકે રસૂલુલ્લાહ સ.અ.વ. ને જમાડે. અવલિયા ને જમાડે એમાં ઘણું ઝ્યાદા સવાબ છે. રસૂલુલ્લાહ સ.અ.વ. ને તાઇફ માં દ્રાક્ષ ના ૧૮ દાણા અરઝ કીધા એના સબબ એની નસલ માં ૧૮ દોઆત થયા.

જમતી વકત ખુદા ની નેમત છે એમ સોચો અને શુકુર કરો અને ઇસરાફ ન કરો. જમન ને ઝાએ (જમન નો બગાડ) ન કરો, એ મિસલ સગલી ચીઝો માં ખયાલ રાખે. કદર કરે. ફરઝંદો ની એમ તરબીયત કરો, એ મિસલ શિખામણ ના કલામ ફરમાયા.

મૌલાના ત.ઉ.શ. એ હમ્દ અને સલવાત ના પછી દોઆઓ ફરમાવી કે દીન દુનિયા ની રોઝી સાથે ખુદા હક ના ઈલ્મ ની નેમત આપે. આલે મોહમ્મદ નું ઈલ્મ હમેશા ની ઝિંદગી આપે છે. 

મૌલાના ત.ઉ.શ. એ હસન ઇમામ ના 2 શેહઝાદા કાસિમ અ.સ. અને અબ્દુલ્લાહ અ.સ. ની પુર દર્દ શહાદત પઢી અને ઇમામ હુસૈન સ.અ. ની શહાદત પર વાઅઝ તમામ કીધી.