આકા મૌલા સૈયદના તાહેર ફખરુદ્દીન એ મુમિનીન ને ખિતાબ ફરમાવ્યો કે એ ઈબ્રાહીમ ખલીલુલ્લાહ ની મિલ્લત ના લોગો! ઇબ્રાહીમ ના બે શેહઝાદા મોહમ્મદ અને અલી ની દાવત ને જવાબ ના દેનાર. મુમિનીન  ઈબ્રાહિમ સ.અ. ની મિલ્લત પર, મોહમ્મદ સ.અ. ના દીન અને અલી સ.અ. ની વલાયત બરાબર ક્યારે કેહવાઈ કે જ્યારે એમ અકીદો રાખીએ કે ઈબ્રાહીમ, મોહમ્મદ અને અલી ની નસલ માં, હર ઝમાન માં એક ઇમામ હાઝિર અને મૌજૂદ છે. ઈબ્રાહીમ ની શાન અઝીમ પણ રસૂલુલ્લાહ નો મકામ તો નિરાલોજ છે, મૌલાના એ ફરમાવ્યું.

મૌલાના એ ઝિકર ફરમાવી કે ઈબ્રાહીમ સ.અ. મુસ્તકર ઇમામ છે કે જે નાતિકીયત સી ઝાહિર થયા. ઈબ્રાહીમ એ ૨ નેહેર કીધી. મુસ્તકર ઇમામ ઈસ્માઈલ મખફી માં રહે છે, પણ માલિક તો એ છે. અને ઝાહેર માં મુસ્તવદા ઈમામ ઇસહાક, મમલૂક છે.

ખુદા એ આલે ઈબ્રાહીમ ને મુલ્કે અઝીમ આપું. આલે મોહમ્મદ ની શાન નિરાલી છે.

મુસ્તવદઈન અંબિયા એના વારિસ ને કાયમ કરે તો મુસ્તકર ઇમામ સી રઝા મંગાવે. ઈમામ ની રઝા આવે પછી નસ્સ કરે. દોઆત ને એમ શરફ આપું કે તાઈદ ઇલ્હામ સી, રૂહાનીયત સી, આપ ના જાંનશીન કોને કાઈમ કરે તે ઈમામ બતાવશે. દોઆત ને ઇમામ ની ગાદી પાર બેઠવાનું શરફ આપું અને દોઆત ને આલે મોહમ્મદ માં શામિલ કરી દીધા.

સૈયદના કુત્બુદ્દીન એ ઝિકર કીધી કે, સૈયદના તાહેર સૈફુદ્દીન ફરમાવતા કે શું દુનિયા ના કોઈ બાદશાહ એના રઈયત (પ્રજા) ને કહે કે તમે હમારા થકી છો? તો આ ઇમામ, જેનો મકામ કિતનો આલા, મુમિન ને કહે છે કે તમે હમારા થકી છો.

મૌલાનલ મન્નાન એ જુમોઆ ના દિન ના ફઝાઈલ બયાન ફરમાવ્યા અને તે દિન શું અમલ કરવું જોઈએ  એ ઝિકર ફરમાવી. જુમોઆ ના દિન સલવાત ઝિયાદા પઢે. કમ માં કમ ૧૦૦૦ વાર તો પઢે. રસૂલુલ્લાહ સ.અ. બતાયુ છે કેમ સલવાત પઢવી જોઈએ, મોહમ્મદ અને આલે મોહમ્મદ પર સાથે સલવાત પઢે. અક્સર મુસ્લિમીન મોહમ્મદ પર સલવાત પઢીને પછી રુકી જાય છે. રસુલુલ્લાહ એ બતાયું કે મગરિબ ની 3 રકઅત પઢે. પછી કોઈ ફકત એક રકઅત પઢે તો ગણાઈ નહીં. રસૂલુલ્લાહ પર કોઈ સલવાત પઢે તો રસૂલુલ્લાહ એના વાસ્તે દોઆ ફરમાવે છે, જે મિસલ ખુદા ફરમાવે છે કે તમે મને યાદ કરસો તો મેં તમને યાદ કરીસ.

તે બાદ હૂઝૂર આલા એ ફરમાવ્યું કે સલવાત ની માના સમજી ને પઢે કે નસ્સ બ-નસ્સ મોહમ્મદ અલી ફાતેમા ની નસલ માં ઇમામ બાદ ઇમામ, હુસૈન ની નસલ માં કયામત ના દિન લગ સિલસિલો જારિયા રેહનાર છે. એ મિસલ દોઆત નો સિલસિલો જારિયા રેહશે તાકે ઇમામ ઝુહૂર કરે યા કયામત આવે.

મૌલાનલ મનનાન એ ઈબ્રાહીમ સ.અ. ની મજલિસ માં આ આયત ની તિલાવત કરી ને એની માઅના બયાન ફરમાવી

وَإِذٰ قَالَ إِبٰرَاهِيمُ رَبِّ أَرِنِي كَيٰفَ تُحٰيِي الٰمَوٰتَىٰ"

ઈબ્રાહીમ એ ખુદા ને અરઝ કીધી કે તું મૌતા (મૃત) ને ઝિંદા કેમ કરે છે એ મને બતાવ.

ઈબ્રાહીમ ની ઝિકર માં ફરમાવ્યું કે આપ બુત પરસ્ત લોગો સાથે શાન સી હુજ્જત કીધી, હર નબી હુજ્જત કાઈમ કરે છે.

સૈયદના એ હુજ્જત કાઈમ કરવાની ઝિકર માં રસૂલુલ્લાહ ની ઝિકર કીધી. રસૂલુલ્લાહ ના દાઈ સૈયદના કુત્બુદ્દીન ની શાન ની ભી ઝિકર કીધી. જે વકત બુરહાનુદ્દીન આકા વફાત થયા, તે વક્ત આપ એ મુખાલેફીન ને ફરમાવ્યું, કે આવો હુજ્જત કરો, હમે તૈયાર છે. મસ્જિદ માં સગલા ના દરમિયાન હુજ્જત કરવાને. મગર કહા કોઈ આવે. દુશ્મનો પહેલા સી જાને છે કે હુજ્જત કરશું તો સગલુ જુઠ જાહેર થઇ જશે.

તે બાદ મૌલાના એ ફરમાવ્યું કે મમલૂકો આલે મોહમ્મદ દાવત ના અર્શ પર મુસ્તવી થયા પછી કાગઝ લખીને દોબારા હુજ્જત વાસ્તે બુલાયા કે મસ્જિદ માં આવો, સગલા દેખે તેમ, કેમ નહિ આવતા. પછી કહે છે કે કોર્ટ માં ગયા. કોર્ટ માં હઝાર ના કરીબ સવાલો થયા. લોગો કહે છે કે સામને આવતા ગભરાઈ છે. બુઝુર્ગો કહે છે ખુદા ના હાથ ઘણા લાંબા છે. કોઈ ભાગી ને જઈ શકતું નથી.

મૌલાના ત.ઉ.શ. એ  "وَإِذٰ قَالَ إِبٰرَاهِيمُ رَبِّ أَرِنِي كَيٰفَ تُحٰيِي الٰمَوٰتَىٰ" ની ૪ ફસલ બયાન ફરમાવી અને પછી એની હકીકી માના બયાન ફરમાવી.

આકા મૌલા એ સૈયદના હાતિમ અને સૈયદના અલી બિન મોહમ્મદ બિન અલ-વલીદ ની ઝિકર કરતા હુઆ ફરમાવ્યું કે સૈયદના અલી બિન મોહમ્મદ મલાએકત કરતા વધી ને છે. સૈયદના તાહેર સૈફુદ્દીન અને સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન આ ઝિકર માં તાકીદ સી વારંવાર ફરમાવ્યું છે કે સૈયદના હાતિમ નો ઈરાદો હતો કે સૈયદના અલી બિન મોહમ્મદ બિન અલ-વલીદ ને કાયમ કરે, નસ્સ ન્હોતી કીધી, ઈરાદો હતો, નસ્સ તો આપના ફરઝંદ સૈયદના અલી બિન હાતિમ પર કીધી.

ઇમામ ની તાઇદ ઇલ્હામ સી નસ્સ થાય. એક વખ્ત નસ્સ થાય પછી બદલાઈ નહિ. નાસ જે એના મિસલ હોઈ એને કાયમ કરે. દોઆત ના નામો કિતાબુલ ઈલ્મ મૌલાના અલી સ.અ. એ લખી દીધા છે. એનો સિલસિલો મુદ્દખર (નક્કી થયેલો) છે. કોર્ટ માં ભી એમ કહ્યું, તાઇદ અને ઇલ્હામ આવે એ સાચ્ચુંજ હોઈ. એમાં ફરક ન જ પડે. સચ્ચાઈ કેમ બદલાઈ? સચ્ચાઈ બદલાઈ તો એ સચ્ચાઈ નથી. હક ની વાત તો એક જ હોઈ. હક ની દાવત એક હોઈ. આજે મુખાલેફીન એવી વાતો કરે છે, તસવ્વુર બદલી નાખી, કહે છે નસ્સ બદલાઈ.

દોઆત મુમિનીન ની હિદાયત વાસ્તે અમલ કરે છે. હમેશા ની ઝિંદગી મિલે તે ખાતિર. અને મૌતા (મૃત) ને ઝાહિર માં ભી ઝિંદા કરે છે જેમ સૈયદના કુત્બુદ્દીન ના મોજીઝા સી ઉજ્જેન માં એક ફરઝંદ ત્રીજા માળા સી પડી ને ગુઝરી ગયા હતા, એને આપના મોજીઝા સી પાછી ઝિંદગી મળી. ડૉક્ટર એ ભી કહ્યું કે મેં શહાદત દઉ છું, આ ફરઝંદ ગુઝરી ગયા હતા.

હક ના દાઈ મૌલાના ફખરુદ્દીન જલાલ સી ફર્માવ્યુ કે મુખાલેફીન લોગો ને ડરાવે છે ગભરાવે છે. જો હક પર હોઈ તો ફિકર શું છે. કઈ ચીઝ નો ગભરાટ છે કે બધા એના સોસાયટી ના લોકો એને મૂકી દેશે? એ તો દુનિયા ની વાત છે. દીન ની વાત નથી. લા ઈકરાહા ફિદ દીન. દીન માં કોઈ ઝબરદસ્તી નથી.

મૌલાના એ ફરમાવ્યું કે ખુદા કઈ નેમત આપે તો શુકુર કરવાને ઝિકર કરો. ઝિકર કરવું એ શુકુર છે.

મૌલાના એ ગુઝિશ્તા સાલ ની સફરો ની ઝિકર ફરમાવી. ઇન્દોર, દુબઇ, ની સફર ની ઝિકર કીધી. દિલ્હી માં તકરીબ કોન્ફરન્સ અક્દ કીધી હતી, જેમાં દલાઈ લામા આયા હતા. દલાઈ લામા એ કહ્યું કે તમે જે કરો છો એ ઇસ્લામ વાસ્તે અચ્છુ છે અને હર સાલ કરતા રેહજો.

સંસ્થાઓ જારી છે. ખિદમત ના અમલો કરે છે એની ઝિકર ફરમાવી અને સગલા ખિદમત ગુઝારો વાસ્તે ઘણી દોઆ ફરમાવી.

મૌલાનલ મિનઆમ એ હમ્દ અને સલવાત ના પછી અબ્બાસ અલમદાર અ.સ. ની શહાદત ની પુર દર્દ ઝિકર ફરમાવી અને ઇમામ હુસૈન ની શહાદત ની ઝિકર પર વાઅઝ તમામ કીધી.