અલ દાઈ અલ ફાતેમી સૈયદના તાહેર ફખરુદ્દીન ઇમામ હુસૈન ની અઝા  ની બીજી મજલિસ માં મુમિનીન ને ખિતાબ કરી ને ફરમાવ્યું કે એ એહલે બૈતુન નુબુવ્વત ના સફીના માં સવાર ના થાનાર લોગો. મોહમ્મદ, અલી, ફાતેમા, હસન અને હુસૈન, ખમસત અતહાર, સફીનતુન નજાત, હક ની દાવત ના કાયમ ના કરનાર એ સગલા છે. જે એને તાબે થાય, એના સફીના માં સવાર થાય એ નજાત હાસિલ કરે છે. જે ન થાય એ સગલા દીન અને દુનિયા બંને માં ખોટિયા છે. અપને સફીના માં સવાર ના થાનાર છે. કઈ રાહ પર કે એમ અકીદો રાખી ને કે હર ઝમાન માં પંજતન ના વારિસ ઇમામુઝ ઝમાન મૌજૂદ છે.

સફીના માં સવાર થવા ની માના શું છે કે એની મોહબ્બત. એની મોહબ્બત કરે તો નજાત થાય.

અપને આ સફીનતુન નજાત માં સવાર સુકામ છે કે હુસૈન ની દોઆ ના સબબ. અવ્વલીન આખેરીન ના દેન અદા કરનાર હુસૈન છે. રસૂલુલ્લાહ ને ઇમામ હુસૈન એ વાદો કીધો હતો કે આપ  દેન અદા કરશે એ ઝિકર મૌલાના ત.ઉ.શ. એ ફરમાવી.

મૌલાના એ ઝિકર ફરમાવી કે હુસૈન ની ઝાત સફીનતુન નજાત છે, કરબલા માં ખુશ્કી માં સફીનુ ચલાવ્યું. હુસૈન ના દાઈ સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન ફરમાવે છે, ફુલકુલ હુસૈને બે કરબલા….

હુસૈન ઇમામ બીજી તારીખ મોહર્રમુલ હરામ ની કરબલા પહોંચા. મૌલાના એ ફરમાવ્યું કે  આજ અપને હર રોઝ હુસૈન ની મજલિસ માં જમે થઈએ છે, હુસૈન ને યાદ કરવાને. દિલ સી એમ વિચાર કરજો કે હુસૈન સાથે કરબલા માં છે. ફિદા થવાને આવીએ છે, ઝિકર કરવાને, આંખો સી આંસુ રવા કરવાને.

તે બાદ મૌલાનલ મન્નાન  એ ફરમાવ્યું કે કુરાને મજીદ માં અમસાલ (ઉદાહરણ) બયાન કીધા છે કુરાન માં. સફીના નું મસલ (માના) શું છે કે દાવત. દાવત ના કરનાર સાહેબ એની ઝાત દાવત છે. એ સફીનતુન નજાત છે.

પેદાઈશ નો સબબ શું એ અપને જાણીએ છે. અફઝલ હાલત માં પાછું વલવાના વાસ્તે આ પેદાઈશ થઇ છે. એના વાસ્તે આ દુનિયા માં હક ની દાવત કાયમ થાય છે. એ દાવત ને જે જવાબ દે, સફીના માં સવાર થાય તે કુદુસ ના કાંઠે પહોંચી જશે..

રસાઈલ ઈખ્વાનુસ સફા માં સી એક જઝીરા ની નાદિર હિકાયત બયાન ફરમાવી.

બીજી મજલિસ નૂહ નબી ની ઝિકર ની મજલિસ છે. મૌલાના એ  નૂહ નબી ની ઝિકર ફરમાવી. 

સફીના ને ફુલ્ક ભી કહે છે. ફુલકુન નજાત. કુરાને મજીદ માં ફુલ્ક ૨૧ જગા છે. સફીના ૪ વાર છે.

ફુલ્ક માં ૩ હરફ (અક્ષર) છે. ૩ ફસલ બયાન મૌલાના ત.ઉ.શ. એ બયાન ફરમાવી.

પહેલી ફસલ: નૂહ ના દૌર ની ઝિકર ફરમાવી. કુરાન માં ખુદા નૂહ નબી ને ફરમાવે છે : واصنع الفلك باعيننا

એમાં જે કૌમ એ જવાબ ન દીધો, તૂફાન આવ્યું, સગલા ગરક થયા (ડૂબી ગયા). મગર નૂહ અને સફીના ના લોગો ને ખુદા એ  બચાવી દીધા.

નૂહ એ પોતાના વસી ને કાયમ કીધા. એ સફીના ની શાન માં છે.

બીજી ફસલ

રસૂલુલ્લાહ સ.અ.વ. ફરમાવે છે: مثل اهل بيتي فيكم كسفينة نوح من ركبها نجا ومن تخلف عنها غرق.  

મારા એહલે બૈત તમારા દરમિયાન નૂહ ના સફીના ની મિસલ છે. જે એના સાથે થશે  એ નજાત હાસિલ કરશે. અને જે એના સી તખલ્લુફ કરશે પાછળ રેહશે એ ગરક થઇ જશે. બંને ચીઝ ફરમાવી દીધી કે સાથે નહિ થાઓ તો ગરક થઇ જશો. વાઝેહ કરી ને બતાવ્યું.

રસૂલુલ્લાહ ના મેહરાબ અને મિમ્બર ના વારિસ અમીરુલ મુમિનીન નો હક છીની લીધો. તૂફાન પછી તૂફાન ઇમામ હસન, હુસૈન અને ઝૈનુલ આબેદીન ના ઝમાન માં તૂફાન આયા પણ દાવત કાયમ છે.

તીજી ફસલ

આલે મોહમ્મદ ના દોઆત નજાત ના સફીના છે.

દોઆત ઇમામ ની દાવત ને કાયમ કરે છે. ઇમામુઝ ઝમાન ના નઝદીક દોઆત ની ઇતની કુર્બત છે, “બે આઅયોનેના”, અને ઇમામ ની  તાઈદ ની સવારી એની  તરફ  જારિયા છે, “વ વહયેના”.

સૈયદના તાહેર સૈફુદ્દીન ફરમાવતા મેં સેંકડો મુમિનીન ને કુદુસ ના કાંઠે પહોંચાવી ને આવ્યો છું, અને તમને સાથે લઇ ને ચાલુ છું. આજે મમલુકો આલે મોહમ્મદ એનો વારિસ તમને સગલા ને કહું છું, આ હક્ક ની દાવત છે સફીનતુન નજાત છે, તમે જવાબ દીધો છે, વલ્લાહે ઈલલ જન્નતે ઇન્શાઅલ્લાહ, કુદુસ ના કાંઠે તમે પહોંચનાર છો.

મૌલાના એ ફરમાવ્યું કે મુમિન મીસાક આપે તો સમજી ને કે મારી જાન ની નજાત વાસ્તે દાવત માં દાખિલ થાઉ છું. કોઈ ક્લબ છે સમાજ છે એના વાસ્તે નહિ. તમારી જાન ની નજાત વાસ્તે.

કિતના મુશ્કિલ વકતો માં હક ની દાવત ને દોઆત એ સંભાળી છે.

બુરહાનુદ્દીન આકા ના ઝમાન માં બિદઅત ની ફિતનતો થાવાની શુરુ થઇ. ઓલમા ઉસ સૂ (બદ ઓલમા) ગલત તસવ્વુરો આપવા લાગા. કહે કે ઝાહિર અને બાતિન અલગ. મીસાક માં કસમ અપાય છે કે ઝાહિર અને બાતિન જુદુ તો નહિ કરો. ઓલમા ઉસ સૂ (બદ ઓલમા), કાલુ પાણી પિલાવે. કહે ઝાહિર માં છે બાતિન માં નહિ. આ સગલી વાતો હમે સુની છે. કહે ઝાહિર માં છે માઝૂન, બાતિન માં અલગ છે.

બુરહાનુદ્દીન આકા ના વફાત પછી ની ઝિકર ફરમાવી.  બાવાજીસાહેબ અજબ શાન, દાવત ના સફીના ના કપ્તાન ની શાન, મૌજ જીતના ભી હોઈ, નજમુદ્દીન મૌલા ના વારિસ મૌલાના કુત્બુદ્દીન -  દારુસ સકીના તશરીફ લાયા. જે સગલા મુમિનીન એ જવાબ દીધો, બુરહાનુદ્દીન આકા ના મનસૂસ ને મૌલા માના એ સફીનતુન નજાત માં સવાર થયા. કુદુસ ના કાંઠે પહોંચા અને પહોંચનાર છે. એવા મુશ્કિલ વકત માં ધરધરતા વકત માં સફીનતુન નજાત ને મૌલાના કુત્બુદ્દીન એ ચલાવ્યું. હક ના સાહેબ છે, દુશ્મન ગાળી દે તો શું ફરક પડે છે? લાનત બોલાવે એને ખુદા સખ્ત અઝાબ કરે. એના ઉપર એનો વબાલ આવે.

મૌલાના કુત્બુદ્દીન ની અજબ સબર અને હિમ્મત ની શાન. ચો તરફ સી ઘેરાયા છે, હુસૈન ના દાઈ ની શાન દેખો. કોઈ ની પરવા નથી. પરવા છે તો હક ની છે.

52 માં દાઈ એ સૈયદના ફખરુદ્દીન નો મીસાક લીધો તેના શુકુર માં 53 માં દાઈ એ 52 માં દાઈ ની શુકુર ની ઝિયાફત કીધી. ઝિયાફત માં સૈયદના બુરહાનુદ્દીન ની ગાદી ના પાછળ એક સફીનુ મુકું અને સૈયદના કુત્બુદ્દીન એ પૂર ખુલૂસ તકરીર માં અરઝ કીધી કે “મેં આપનો ગુલામ, મેં ફિદા છું. મારા ફરઝંદો, ફરઝંદો ના ફરઝંદો આપ પર ફિદા છે.”

મૌલાનલ મન્નાન એ મુમિનીન ને મૌએઝત ના નાદિર જુમલાઓ ફરમાવ્યા.

ઝિંદગી દીન ના મુતાબિક ગુઝારે એમ સમજાયું, દીન ફકત ઝિંદગી નો એક હિસ્સો યા કમ્પાર્ટમેન્ટ નથી - ફકત લૈલતુલ કદર યા આશુરા માં સામાજિક કારણો વાસ્તે આવી ગયા એમ નહિ. બલ્કે ઝિંદગી ગુઝારવા નો રસ્તો છે. ઝિંદગી ગુઝારવાનો તરીકો છે.

હમ્દ અને સલવાત અને દોઆ ના કલેમાત ના બાદ નોહા ના બયાન માં હુસૈન એ ખુશ્કી માં સફીનુ ચલાવ્યું એની ઝિકર ફરમાવી અને અલી અસગર ની પુર દર્દ શહાદત પઢી ને આકા હુસૈન ની શહાદત પર વાઅઝ તમામ કીધી.