અલ દાઈ અલ ફાતેમી સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ઇમામ હુસૈન ની અઝા ની પહેલી મજલિસ માં મુમિનીન ને ખિતાબ કરી ને ફરમાયું કે એ અલ્લાહ ના ઈબાદ મુમિનીન અને પંજતન પાક ની મારેફત કરનાર અને વસીલો લેનાર લોગો. જેમ નબી આદમ એ પંજેતન નો વાસીલો લીધો. જિવારે આદમ નબી સી ખતા થઇ તો આદમ એ કલેમાત (પંજતન) નો વસીલો લીધો અને ખુદા એ આદમ પર તૌબા પસાર કીધી.

ખુદા એ રસૂલુલ્લાહ ના શેહઝાદાઓ અઈમ્મત તાહેરીન ની મારેફત અને તાઅત રાખનાર લોગો અપને કીધા છે. અઈમ્મત તાહેરીન ની શાનાત ની ઝિકર માં સૈયદનલ કાઝિન નોમાન કિતાબ મજાલિસ વલ મુસાયરાત માં ફરમાવે છે કે આપ એ મોઈઝ ઇમામ ને સુના. આપ ફરમાવે છે કે સૈયદુલ મુરસલીન ના ફરઝંદો હમે છે. હમારા હક નો ઇન્કાર ન કરે મગર જે દુશ્મન હોઈ. આલમીન પર હમને તફઝીલ આપી છે. ખુદા હમારી ઝિકર આદમ ને પૈદા કીધા એના પહેલા કીધી છે. હમારા સિવા આ ફઝલ નો કોન દાવો કરી શકે? આ મિસલ ઇમામ ના કલેમાત ની તફસીર સી ઝિકર કીધી.

આપના વારિસ ઇમામુઝ ઝમાન તૈયેબુલ અસરે વલ અવાન આ ઝમીન ની પીઠ પર હાઝિર અને મૌજૂદ છે. એમ અકીદા રાખનાર છે. ઇમામુઝ ઝમાન કોન કે જેના વાસ્તે આ આલમ પૈદા કીધું. ઇમામુઝ ઝમાન ની મારેફત કોન કરાવે છે કે આપના દોઆત મુતલકીન. ૫૧, ૫૨  અને ૫૩ માં દાઈ મલએ આલા ની તરફ ઇમામુઝ ઝમાન ની તરફ દાવત કરી ને ગુઝરા. દોઆત બતાવતા રહ્યા કે મૌલલ ખલાઈક ઇમામુઝ ઝમાન છે. દોઆત મુતલકીન નો જિતનો શુકુર કરીયે ઈતનું કમ છે.

હક ની દાવત ને જે એ જવાબ દીધો એને અમીરુલ મુમિનીન મૌલાના અલી બિશારત સુનાવે છે. એના સબબ અકીદો મઝબૂત થાય છે અને મોહબ્બત ઝિયાદા થાય છે. અલી ફરમાવે છે કે રસૂલુલ્લાહ વફાત ન થયા મગર તમારા સી ખુશ હતા. જો તમારા માં સી કોઈ ન હોતે તો બીસરા લોગો ને તૈયેબાતુર રિઝ્ક હાસિલ ન થતે. દુનિયા માં એના વાસ્તે નસીબ છે મગર આખેરત માં એનો કોઈ નસીબ નથી. શીઅતો અલીયિન હોમુલ ફાઇઝૂન. શીઆ ની જીત શું કામ છે કે હુસૈન ની દોઆ, સજદા માં દોઆ કીધી એના ના સબબ.

રસૂલુલ્લાહ એ મૌલાતોના ફાતેમા ને હુસૈન ઇમામ ની શહાદત ની ખબર સુનાવી, કે જે વકત હુસૈન શહીદ થશે તિવારે મેં નહીં હોઉં તમે નહીં હોઉં અને અલી ભી નહીં હોય. તો ફાતેમા એ પૂછુ કે મારા ફરઝંદ હુસૈન પર કોન રોસે? રસૂલુલ્લાહ એ ફરમાયું કે મારી ઉમ્મત ના મરદો અને બૈરો સગલા હુસૈન પર હમેશા રોસે. એહલે બૈત ની મુસીબત યાદ કરી ને રોસે. હર સાલ માતમ નવો અને હજી ઝિયાદા કરસે. કયામત ના દિન જે મુમિના બૈરો હુસૈન પર રોયા હસે એની શફાઅત તમે કરજો. જે મર્દ હુસૈન પર રોયા હસે એની શફાઅત મેં કરીસ. હર આંખ જે હુસૈન પર રોઈ હસે એ અર્શ ના સાચા માં અમાન માં હસે.

હુસૈન ઇમામ ના દાઈ એ  આઝુરદા થઇ ને ફરમાયું કે તમે આ મુસીબત યાદ કરી ને આંખો સી આંસુ બહાવી લો. સુ યાદ કરી ને રોસો, આંસુ નિકાલસો? 3 દિન ની ભૂખ અને પ્યાસ યાદ કરસો, અબ્બાસ અલમદાર ના 2 હાથ કાટા એ યાદ કરસો, અલી અકબર ના સીના માં સી બરછી નિકાલી એ યાદ કરસો, અલી અસગર ના ગલા માં તીર લાગસે એ યાદ કરસો કે નહિ? સૈયેદુશ શોહદા ઇમામ હુસૈન ને સજદા માં શિમર એ ઝબેહ કરી લીધા અને આપના માથા મુબારક ને ભાલા ની નોક પર ચઢાયા અને બદન એ અતહર પર ઘોડાઓ દોડાવ્યા.

હુસૈન નો દાઈ તમને પૂછું છું કે તમે મારા સાથે આંસુ નિકાલસો કે નહિ? આંસુ નિકાલસો તો મેં ઇમામુઝ ઝમાન ને અરઝ કરીસ કે આ મુમિન ને જન્નત માં દાખિલ કરસો કે નહિ?

માતમ ની ફલસફત જાનો કે એક આંસુ ના બદલે આઠ જન્નત મિલે છે. આંસુ નું પાની, પાની નું મસલ ઈલ્મ. આલે મોહમ્મદ ના ઈલ્મ ની બરકાત હુસૈન ના તુફેલ માં મિલી જાય છે. દોઆત મુતલકીન એ રસમ કીધી કે હુસૈન ની ઝિકર સાથે આલે મોહમ્મદ ના ઈલ્મ ની ઝિકર થાય. મુમિનીન ના નુફૂસ ની તરફ નૂર પહોંચે. નવો સાલ શુરુ થાય અને બરકત મિલે એના સબબ સિરાતે મુસ્તકીમ પર સાબિત રહે. આ દોઆત નું એહસાન છે કે નઝદીક કરી ને સામને બુલાવી ને ઇલ્મ આપે છે.

إن في خلق السماوات والارض واختلاف الليل والنهار لايات لاولي الالباب

 ની આયત ની માના બયાન કીધી જેમાં આસ્માનો અને ઝમીન ની ખિલકત નું બયાન છે. અકલમંદ લોગો ને ખિતાબ છે કે જે આ ખુદા ની ખિલકત માં તફક્કુર કરે છે (સોચે છે) કે જે પૈદા કીધું છે એ બાતિલ નથી (નિરર્થ નથી). પેદાઈશ ના બારા માં કુરાને મજીદ માં ઘની આયતો છે. જેમાં ઝાહિર માં ઇખ્તિલાફ છે. કોઈ આયત માં ચાર દિન માં આસમાન ઝમીન બનાયા અને બીજી આયત માં બે દિન માં બનાયા. કુરાન માં ઇખ્તિલાફ કેમ હોઈ? તો હુદાત કિરામ માના બયાન કરી ને વાઝેહ કરે છે. દાવત ના કિતાબોમાં ખઝાનાઓ છે જેમાં હકીકત ના અસરાર લખા હુવા છે. સૈયેદનલ મોઅય્યદ ફરમાવે છે કે રસૂલુલ્લાહ ફરમાવે છે કે ખુદા ની ખીલ્કત ના બારા માં તફક્કુર (સોચવું) એક વરસ ની ઈબાદત કરતા ખૈર છે. સાઝવાર છે કે માઅના સમજી ને ઈબાદત કરે. ખુદા એ અકલ આપી છે. કેવી અકલ કે જે આસમાન ઝમીન ના બારામાં ખ્યાલ કરી સકે. યહાઁ બેઠી ને વો આલમ ની ની વાત સોચે, એના ખયાલ માં લઇ આવે. પેદાઈશ ના બારા માં સોચે કે ખુદા એ રમત માં પૈદા નથી કીધા.

દુનિયા ના લોગો પૈદાઈશ અને ઉત્ક્રાંતિ ના બારામાં અલગ અલગ થિયરી બનાવે છે. બાઇબલ માં એ થી અલગ ઝિકર છે. તો એને સમજ નથી પડતી કે શું સાચું માને, ગૂંચવણ માં તાકે છેલ્લે ખુદા ને માનવું મૂકી દે છે. અપના મવાલી બતાવે છે. હક ની વાત, અસરાર ની વાત જે બીજી કોઈ જગા નહિ મિલે. જે હક ની દાવત ને જવાબ દેસે એનાજ આ નેમત છે.

ઈદાહે વલ બયાન ના કિતાબ માં સૈયદના હુસૈન ફરમાવે છે:

ખુદા એ ખલ્ક (પેદાઈશ) પેદા કીધા, સુકામ? એમ સવાલ કરે કોઈ. અગર ખુદા ની કઈ હાજત, ઝરૂરત વાસ્તે હોઈ, તો રૂબૂબિયત માં ફરક પડી જાય. ખુદા ને સુ હાજત હોઈ? હાજત ન હોઈ, તો રમત માં? એમ તો નથી, ખુદા ખુદ ના ફરમાવે છે. કોઈ કહેશે કે એહસાન તફદ્દુલ કીધું, એના વાસ્તે પેદા કીધા. તો સૈયદના એ ફરમાયું કે ઘના લોગો એવા કે જે બેફર્માની કરશે, અઝાબ ના મુસ્તહીક (લાયક) થાશે, તો એહસાન સુ થયું? કોઈ કેહસે કે હિકમત વાસ્તે પેદા કીધા ખલ્ક ને, તો પેદા કરી ને પાછા અદમ સુકામ કરે છે? પછી આ સગલા સવાલો ના જવાબ ફરમાવે છે.

એમાં બયાન ફરમાવે છે કે અરબી માં ખલ્ક ની માના એમ કે કોઈ વસ્તુ હોઈ એમાં સી કઈ બીજું બનાવું. જેમ લાકડા માં સી કુરસી બનાવવી. મગર ઇબદા નો જે લફઝ છે એની માના સુ કે લા મિન શય પેદા કરવું. કોઈ ભી ચીજ હતું જ નહિ કે જે માં સી પેદા કીધા. ઇબદા નું આલમ, રૂહાની સૂરતો ખુદા એ બનાવી. એ જાનવું મુમકિન જ નથી  કે કીવી રીતે બની. ખલ્ક સી મુરાદ આ તબીઅત, દુનિયા ના આલમ ની છે, જે આશિર મુદબ્બિર એ હય્યુલા અને સૂરત સી બનાવ્યું.

બીજા એક મસલત માં આ આયત ની ઝિકર ફરમાવી : تبارك الله احسن الخالقين""

એમાં બયાન કીધું કે ઝાહિર માં આ આયત ની માના લો તો શિર્ક થઇ જાય, કે ઘના પેદા ના કરનાર માં સી ખુદા બેહતર માં બેહતર છે. એના જવાબ માં ફરમાવે છે, એવો જવાબ કે જેના સી શિફા થાય. આપ ફરમાવે છે કે યહાઁ મુરાદ જિસ્માની પેદાઈશ ની નથી. બલ્કે દીન ની પેદાઈશ ની ઝિકર છે. દીની ખલ્ક ની માના સુ કે જાન માં હકીકત ના અસરાર અને તસવ્વુર નક્શ કરે, સુરત નૂરાનિયા બને જેને હમેશા ની બકા મિલે. જે એ અમલ કરે, યાની બીજા ના જાન ને તૈયાર કરે એને ખાલિક કેહવાઈ. હર રૂહાની અને જિસ્માની હદ ખાલિક છે. એના દૂન ના સાહેબ ને પેદા ના કરનાર છે. મુમિન ના ખાલિક માઝૂન છે, માઝૂન ના ખાલિક દાઈ છે. અહસનુલ ખાલિકીન કોન કે અકલે અવ્વલ. જે બરકત ના અસલ છે. દીની તરતીબ માં સગલા કરતા સાબિક એ છે.

કુરાન માં ખુદા ફરમાવે છે: " ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها" આદમ ના પહેલા ના દૌર ના આખરી ઇમામ જે આદમ ના બાવા છે, મુસ્તકર ઇમામ છે, એ દૌરુસ સતર વાસ્તે આદમ ને મુસ્તવદા બનાવે છે.

રસૂલુલ્લાહ ની હદીસ છે: ખુદા એ આદમ ને પોતાની સુરત પર બનાયા. ઝાહિર ની માના કેમ હોઈ? તાવીલ ની માના અપના હુદાત બયાન કરે છે.

ખિલકત ની 7 ફસલ બયાન ફરમાવી મુખ્તસર માં:

  1. આદમ ઉલ કુલ્લી. પહેલા ઇમામ જે આ ઝમીન ની પીઠ પર પૈદા થયા.   
  2. દૌરુસ સતર ના પહેલા નાતિક આદમ.
  3. મોહમ્મદ રસૂલુલ્લાહ. આપ આદમ ઉદ દૌર છે.
  4. મૌલાના અલી. આપ નાતિક ના વસી છે.
  5. ઇમામ. સાદિક ઇમામ મોજીઝો બતાવે છે એમા આપ પંજતન ની સુરત માં ઝાહિર થાય છે.
  6. દાઈ અલ સતર. સૈયદના તાહેર સૈફુદ્દીન ફરમાવે છે: ઇમામુઝ ઝમાન ના નાસૂત દાઈ છે. ઇમામ ની સુરત પર છે.
  7. મુમિન. ખુદા ના અવલિયા ની જે હિદાયત લઇ ને તાબે થાય એની ભી એ મિસલ નૂરાની સુરત બની જાય છે.

સૈયદના એ મૌએઝત ના કલામ ફરમાયા. મુમિનીન ખૈર ના કામ કરે, સાચ્ચું બોલે, બુઝુર્ગો ના નેક વતીરત (સીરત) પર ચાલે. પછી સુરત નૂરાનિયા બને છે અને  અવલિયા એને પોતાના સાથે કરી દે છે. એના ઝુમરા માં પહોંચાવે છે.

તે બાદ સૈયદના એ હમ્દ ની ઇબારત પઢી. હુસૈન ઇમામ મોહર્રમુલ હરામ ની બીજી તારીખ કરબલા પહોંચા એ ઝિકર ફરમાવી અને ઇમામ હુસૈન ની શહાદત પર વાઅઝ મુબારક તમામ ફરમાવી.