અપના હુદાત કીરામ એ નેઅમલ રસમ કીધી છે કે અપને આકા હુસૈન સ.અ. ની ઝિકર પર નવું સાલ શરુ કરીએ છે, ઈમામ હુસૈન ની ઝિકર ના તુફૈલ માં આલે મોહમ્મદ ના ઇલ્મ ની બરકાત અશરાહ મુબરકા ના દસ દિન માં નસીબ થાય છે. આ નેઅમત ઈમામ ઉઝ ઝમાન સ.અ. ના દાઈ સાથે નસીબ થાય તે ઘની મોટી નેઅમત છે, યે નેઅમત સી જાન ની રોશની ઝ્યાદા થાય છે, આખેરત માં દરજાત બલંદ થાય છે.

૧૪૪૦ હિ. ના સાલ માં સુલતાન અલ વાએઝીન અલ દાઈ અલ અજલ અલ ફાતેમી સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. અશરાહ મુબારકા માં મુંબઈ માં દારુસ સકીના માં વાઅઝ ફરમાવસે, ઇન્શાઅલ્લાહો તઆલા.

સૈયદનલ મિનઆમ એ કરમ ફરમાવી ને અશરાહ મુબારકા ૧૪૪૦ હિ. માં આપ મૌલા ની પેહલી ત્રણ વાઅઝ ને આલમે ઈમાન માં મુમિનીન વાસ્તે બ્રોડકાસ્ટ – રીલે કરવાની રઝા ફરમાવી છે.

મુમિનીન ના કારોબાર નો વખ્ત અને ફરઝંદો ની સ્કૂલ નો વખ્ત મદ્દે નઝર રાખતા હુઆ સૈયદના ફખરુદ્દીન ત.ઉ.શ. એ ઈર્શાદ ફરમાવ્યું છે કે વાઅઝ સાંજ ના વખ્ત થાય. તારીખ ૨ જી મોહર્રમુલ હરામ સી ૯ મી તારીખ (૧૨ થી ૨૦ સપ્ટેમ્બર) વાઅઝ ની મજલીસ સાંજે ૪ વાગે શરુ થાસે અને તે બાદ મગરિબ ની નમાઝ અને નિયાઝ નું જમણ થાસે ઇન્શાઅલ્લાહો તઆલા. આશુરા ના દિન (૨૦ મી સપ્ટેમ્બર) વાઅઝ ના ટાઈમનું એલાન આઇન્દા કરવામાં આવશે. સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. ની પેહલી ત્રણ વાઅઝ નું (૨ જી, ૩ જી અને ૪ થી મોહર્રમુલ હરામ – ૧૨, ૧૩ અને ૧૪ મી સપ્ટેમ્બર) આલમે ઈમાન માં સાંજે ૪:૩૦ સી ૬:૩૦ વાગ્યા સુધી યુ-ટ્યુબ ના ઝરિયા સી લાઈવ રીલે થાસે ઇન્શાઅલ્લાહો તઆલા, તે બાદ ભી વાઅઝ સુનવાને રેકોર્ડીંગ રાખવામાં આવશે.

અલ દાઈ અલ ફાતેમી સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. યે કરમ ફરમાવીને અમેરિકા માં બોસ્ટન શહર માં ખિદમત હુસૈનીયાહ વાસ્તે શેહ્ઝાદા ડૉક્ટર અઝીઝ ભાઈસાહેબ કુત્બુદ્દીન ને ફરમાન કીધું છે. (https://bostonjamaat.org/)

અલ દાઈ અલ ફાતેમી સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. યે લંડન માં અશરાહ મુબારકા ની ખિદમત વાસ્તે ડોક્ટર મોઈઝ ભાઈસાહેબ ને ફરમાન કીધું છે, ઇન્શાઅલ્લાહો તઆલા. (https://www.jamaat.london/)

મુમિનીન અશરાહ મુબારકા માં આકા મૌલા ત.ઉ.શ. ના સાથે બરકાત હાંસિલ કરે. મૌલાનલ મન્નાન નું એમ ઈર્શાદ મુનીર છે કે મુમિનીન કોશિશ કરે કે મજલીસ માં હાઝીર થઈને આ દિનો માં બરકાત નો ઝખીરો કરે. જે લોગો મુંબઈ, લંડન યા બોસ્ટન મજલીસ માં હઝીર નથી થઇ શકતા યે સગલા મૌલાના ત.ઉ.શ. ની પેહલી ત્રણ વાઅઝ યુ-ટ્યુબ પર દેખી શકે છે. પાંચ મી મોહર્રમુલ હરામ સી કે આશુરા તક, સૈયદના તાહેર ફખરુદ્દીન યે રઝા મુબારક ફરમાવી છે કે શેહ્ઝાદા અબ્દેઅલી ભાઈસાહેબ સૈફુદ્દીન ની વાઅઝ બોસ્ટન સી યુ-ટ્યુબ પર લાઈવ રીલે થાય, તે દેખે.

લાઈવ બ્રોડકાસ્ટ ના બાદ ભી તમામ અશરાહ મુબારકા માં રિપ્લે વાસ્તે વાઅઝ નું રેકોર્ડીંગ યુ-ટ્યુબ પર મુકવામાં આવશે.

જે મુમિનીન ને અશરાહ મુબારકા ની વાઅઝ સુનવા વાસ્તે મુંબઈ આવવાનો શૌખ હોઈ યે સગલા વાસ્તે દારુસ સકીના ના નઝદીક ઉતારા નો બંદોબસ્ત કરી આપવામાં આવશે. મુમિનીન [email protected] પર ઈ-મેલ લખી ને ખબર કરે અને ઝ્યાદા માલૂમાત હાંસિલ કરે.