લહુ દાવતુલ હક, હક ની દાવત ખુદા વાસ્તે છે, એ આયત પઢી ને સૈયદના તાહેર ફખરુદ્દીન આકા એ મોહર્રામુલ હરામ ની તીજી તારીખ બયાન શુરુ ફરમાવ્યું.

વાઅઝ માં ઈમામુઝ ઝમાન ના દાઈ એ અજબ શાન સી આલે મોહમ્મદ ના ઇલ્મ ની નેહેરો જારી કીધી. આપ એ એમ ફરમાવ્યું કે સફીનતુન નજાત ની ઝિકર ફરમાવી અને એમ ફરમાવ્યું કે સફીનતુન નજાત હક્ક ની દાવત પર મસલ છે (હક્ક ની દાવત નો પ્રતીક છે). જે ખુદા ના અવલીયા ની વલાયત રાખે તે હક્ક ની દાવત ના સફીના માં સવાર છે.

 જે સફીના માં સવાર થાય એ દરિયા માં ગરક થાવાથી બચી જશે, તે મિસલ અવલીયા ઉલ્લાહ ની વલાયત રાખનાર હય્યુલા ના દરિયા માં ગરક થાવાથી બચી જશે અને નજાત હાંસિલ કરે છે. સફીના ના કપ્તાન કુદુસ ના કાંઠે પોહ્ન્ચાવાની ઝમાનત લઇ છે. 

સૈયદના તાહેર સૈફુદીન કસીદા માં ફરમાવે છે કે ઈમામ ની દાવત હમારા વાસ્તે ફૂલકુન (સફીના) નજાત છે. જે દુશ્મનો ના મૌજ ને ચીરતા હુઆ ચલતું જાઈ છે.

બુરહાનુદ્દીન મૌલા ને યાદ કીધા આને આપ જે જઝબા થી ફરમાવતા કે, “મેં સેંકડો ને કુદુસ ના કાંઠે પોહ્ન્ચાવી ચૂકો છું, અને વહાં સી ખબર ભી આવી ગઈ.” આજે એના વારસ એ યેજ શાન સી ફરમાવ્યું કે, આજ મમલૂકે આલે મોહમ્મદ, સફીના નો કપ્તાન મેં છું, અને મેં મુમિનીન તમને કુદુસ ના કાંઠે પોહ્ન્ચાવી દઈશ. ખુદા ના કસમ ખાઈ ને ફરમાવ્યું, વલ્લાહે ઈલલ જન્નતે ઇન્શાઅલ્લાહ.

હર અમલ માં ખુદા અને ખુદા ના વલી ઈમામુઝ ઝમાન સી યારી તલબ કરીએ છે. સૈયદના કુત્બુદ્દીન રી.અ. સૈયદના તાહેર સૈફુદ્દીન ના ઝમાન માં વાઅઝ વાસ્તે પધારે અને બયાનો તકરીરો શરુ કરે તો આપ એ આમ પઢવાનું શરુ કીધું કે, “વ-બેહી વ-બેવલિય્યેહી વ-બેદાઈહે નસ્તઈનો ફી જમીઇલ ઉમૂર” પેહલે આમ પઢવાની આદત નોહતી. સૈયદના તાહેર સૈફુદ્દીન આ સુની ને ઘણા ખુશ થતા. સૈયદના ફખરુદ્દીન એ ફરમાવ્યું કે આ સૈયદના કુત્બુદ્દીન ની હસનત છે. સૈયદના એ ફરમાવ્યું કે મુમિનીન હર રોઝ ૧૧૦ વકત “ઇય્યાક નાઅબોદો વ ઇય્યાક નસતઈન” ની તસ્બીહ કરે ખુદા સી યારી તલબ કરે.

છટ્ઠા દાઈ સૈયદના અલી બિન હનઝલા, ના કિતાબ સિમતુલ હકાઇક માં સી હકાઇક ના અસરાર અજબ શાન સી ફરમાયા. એ કિતાબ કસીદા ની શાકેલત પર છે જેમાં પાંચ સૌ કરતા વધારે અબ્યાત આપ ને હિફ્ઝ છે. એમાં મબદા, યાની પૈદાઇશ ની ઝિકર છે અને મઆદ, યાની આખેરત તરફ વળવાની ઝિકર છે.

દોઆતો ના સબબ અપને હક્ક ની હકીકત જાણી શકીએ છે. ઈમામ પરદે થયા તો દોઆતો એ હકાઈક ના અસરાર ને લખી દીધા છે. વો આલમ અને વહાં ની દાવત ની ઝિકર ફરમાવી અને એમ ફરમાવ્યું કે આ આલમ માં ભી એક દાવત કાઇમ છે અને કયામત ના દિન તક દાએમાં રેહશે.

સાયન્સ માં ઘણું રીસર્ચ થઇ રહ્યું છે. વૈજ્ઞાનિકો એક હદ સુધી જાણે છે થીયરી ભી બનાવે છે મિસાલ તરીકે બીગ બેંગ થીયરી, મગર ખુદાએ યે શું કામ બનાયું તે એ લોગોને ખબર નથી જે અહમ સવાલ છે. આ સગલું ઇલ્મ આપણા અવલીયા જાને છે. હર ઝમાનમાં એક સાહેબ છે જેના તરફ ફરિશ્તા ના આલમ નું ફૈઝ પોહ્ન્ચે છે. એના સબબ એ ફરિશ્તા ના આલમ ની વાત બતાવે છે.

દૌરુલ કશ્ફ અને દૌરુસ સતર ની ઘની ઝીકરો ફરમાવી એમાં પહેલા નબી આદમ અ.સ. ની ઝિકર કીધી, ઇબ્લીસ ની ફીતનત ના સબબ, આદમ ના દીકરા કાબીલ એ પોતાના ભાઈ અને આદમ ના વસી હાબીલ ને કતલ કરી નાખા. આ સતર ના દૌર ની શરૂઆત જ આ મીસલ થાઈ છે. આ દૌર માં ફીતનત ના લોગો ખૈર ના લોગો પર ગાલીબ હોઈ છે.

નૂહ અ.સ. નો દીકરો ભી સફીના માં સવાર ના થયો. નૂહ એ ખુદા ને અરઝ કીધી કે મારા ફર્ઝંદ ને બચાવી લે, ત્યારે ખુદા ફરમાવે છે, કે તે તમારા થકી નથી.

યાકુબ નબી ના ઝમાન માં અને યુસુફ નબી ના ભાઈઓ એ ફીતનત કીધી એ ઝિકર થઇ.  અય્યુબ નબી ની ઝિકર થઇ.

અનબીયા, અઈમ્મત અને દોઆત ના ઝમાન માં દુશ્મનો નો ગલેબો રહ્યો. ઘણા થોડા અરસા દૌરાન અમાન રહ્યું.

હાકિમ ઈમામ સ.અ. ના ઝમાન માં દરૂઝ નિકલા મુસ્તાન્સીર ઈમામ (સ.અ.) ના ઝમાન માં મેહનત હતી   અને મુસ્તાઅલી ઈમામ સ.અ. ના ઝમાનમાં નીઝાર ની ફીતનતો થઇ.

દોઆત માં સૈયદના હાતિમ, સૈયદના દાઉદ બિન કુતુબશાહ, સૈયદના શેખઆદમ સફીયુદ્દીન ના ઝમાન માં દાઈ ના ઘરના કરાબત ના લોગો એ ફીતનત કીધી. સૈયદના કુત્બુદ્દીન ને શહીદ કીધા અને સૈયદના ફીરખાન શુજાઉદ્દીન ને દોઢ વરસ કૈદ કરીને દરબદર ફિરાયા. સૈયદના અબ્દુલકાદીર નજમુદ્દીન ના ઝમાન માં નસ્સ ના ઇનકાર ના કરનારાઓ એ દાવત માં રહી ને અંદરખાને મુમિનીન ને હક સી બેહ્કાવાની કોશીશ કરી.

સૈયદના તાહેર સૈફુદ્દીન ના ઝમાન માં દુશ્મની કીધી, આપની કોર્ટ માં ઝબાની થઇ અને ખુદા એ આપ ને ફતેહ મુબીન આપી.

બાવાજી સાહેબ કુત્બુદ્દીન મૌલા ના ઝમાનમાં દાવત ના સફીના ને ઘનો મોટો મૌજ લાગો. મગર આપ હક ના સાહેબ, સાબિત ઉલ જાશ, એ બુરહાનુદ્દીન મૌલા ના વફાત ના વખ્ત જે તૂફાન આયુ, ફસાદ થયુ એની ઝિકર ફરમાવી. આપનો જલાલ અને ઇત્મીનાન ની ઝીકરો ફરમાવી. એમ ફરમાવ્યું કે છો તરફ તૂફાન હતો પણ આપને મુમિનીન ની ફિકર હતી. જે મીસલ સાબિક દોઆતો એ મેહનતો સહીને દાવત સંભાળી, તેજ મીસલ આપ એ ભી મેહનતો સહીને દાવત ને સંભાળી.

સૈયદના ફખરુદ્દીન એ શિખામણ આપતા ફરમાવ્યું કે અકલમંદ કૌન કેહવાઈ કે જે મૌત ની હકીકત સામને રાખે અને મૌત ની ઝિકર કરે અને આખેરત વાસ્તે તૈયારી કરે.

મૌલાના અલી સ.અ. ફરમાવે છે કે દુનિયા ગુઝરગાહ છે, મૌત ખુદા ની મિન્નત અને એહસાન છે. મૌત હમેશા ની ઝીંદગી નો સબબ બને છે, મૌલાના એ મિસાલ આપી કે અગર તમે વેપાર ના કામ વાસ્તે બહારગામમાં હોટલ માં ઉતરો તો હોટલ ના રૂમ ની સજાવટ માં મશગૂલ રહો કે જે કામ વાસ્તે આયા છો એના પર ધ્યાન આપો. જે ખુદા એ મોહલત આપી છે એને તમે આખેરત કમાવા માં વાપરો, દુનિયા ના પાછળ નહિ.

તે બાદ દોઆ ના લાકિંમત જવાહિર બખ્શા, ખુદા નો હમ્દ અને સલવાત પઢીને મૌલાના અલી અસગર અને ઈમામ હુસૈન ની શહાદત પર વાઅઝ તમામ થઇ.