સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. આશુરા ના દિન મુમિનીન ને ખિતાબ કરીને ફર્માયું કે એ હુસૈન ની મોહબ્બત ના કરનાર લોગો! ખમસત અતહાર ની મોહબ્બત ના કરનાર લોગો! એક એક ઈમામ તાકે તૈયબુલ અસ્ર અને દોઆત મુતલકીન, ખાસ્સતન ૫૧, ૫૨ અને ૫૩ માં દાઈ ની મોહબ્બત કરનાર લોગો! મમલૂકે આલે મોહમ્મદ, હુસૈન નો દાઈ, એની મોહબ્બત ના કરનાર લોગો.

આ મોહબ્બત ના સબબ ઈમામ ના શિયા ને જે શફાઅત નસીબ થાય છે. ઈમામ બાકિર ફરમાવે છે કે મુમિનીન હમે તમારી શફાઅત કરીશું અને ઈમામ મન્સૂર ફરમાવે છે કે ખુદા ના ખ્વાસ્તા ગુનાહો ના સબબ હમારા શિયા માં સી કોઈને આગ માં નાખવામાં આવશે તો, આપ આસ્તીન ઉલટાવીને ફરમાવે છે કે મેં આ હાથ નાખીને એહને આગ માં સી બચાવી લઈશ. જો મેં આ મીસલ અમલ ના કરું તો મેં તમારો ઈમામ નહિ.

ઈમામ શિયા ને વધામણી આપતા ફરમાવે છે કે જ્યારે મુમિનીન ને ગળે દમ આવસે તો એહને મોહબ્બત ના સબબ જન્નત નસીબ થાસે અને પંજેતન જન્નત માં એહના રિફકાઅ હશે.

જ્યારે યઝીદ વાલી થયો ત્યારે ઘણા લોગો એને બૈઅત આપવાને જાતા. થોડા શિયા ઈમામ હુસૈન અ.સ. ના નઝદીક આયા કે હમે ઈરાદો કીધો છે કે આપના દર પર જઈએ. આ સુની ને ઈમામ હુસૈન આપના કમરા ના અંદર પધારા અને બે રકઅત નમાઝ પઢીને યે સગલા ના હક્ક માં દોઆ ફરમાવી.

સૈયદના તાહેર ફખરુદ્દીન ત.ઉ.શ. દોઆ ફરમાવી કે જે મીસલ લૈલતુલ કદર અફઝલે હાલ માં એહયા કરવાની ખુદા યારી આપે છે એજ મીસલ આશુરા નો દિન અફઝલે હાલ માં નિદા કરવાની ખુદા યારી આપે.

મૌલાનલ મીનઆમ ત.ઉ.શ. યે આજના દિન માં ૭ દઆએમત જે ૭ નોતોકાઅ પર મસલ છે, યે ૭ દઆએમત ને ઈમામ હુસૈન ની ઝિકર સાથે વસલ કરીને બયાન ફરમાયુ .

સગલા અવલિયા ની ઝિકર થાય છે . સગલા ઈમામ ઈમામ મગર હુસૈન જેવા કોઈ ઈમામ છે કે જે યે પોતાની જીવ ઝાત ને ખુદા ની રાહમાં ખર્ચી નાખી અને અવ્વલીન અને આખેરીન નું દેન અદા કીધું. સૈયદના કુત્બુદ્દીન રી.અ. બયાન કરે છે કે સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ફરમાવતા હતા કે હુસૈન ના સાથે એહલે બૈત ભી દેન અદા કરવામાં શામિલ છે . રસુલુલ્લાહ સ.અ. એ આપના શેહ્ઝાદા ઈબ્રાહીમ ને હુસૈન પર ફિદા કીધા એહની ઝિકર ફરમાવી.

દોઆતો ના નામ ની તસ્બીહ નું બયાન ફરમાયુ, અને ૫૧ માં, ૫૨ માં અને ૫૩ માં દાઈ ની ઝિકર ફરમાવી.

૫૧ માં દાઈ, શાનાત નું ઝુહૂર કે ઝુહૂર ની શાનાત એમ કહીએ તો બજાહ છે. જેમ મૌલાના અલી ફારિસે મિમ્બર અને મૈદાન એમ આપના દાઈ. આપ એ અઝીમ ઉસ શાન રિસાલતો લખી છે. સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન ફરમાવે છે કે કુરઆન ના ફૂયૂઝ એમાં સમાવી દીધા છે. ઝખીરો બનાવીને ગયા છે .

૫૨ માં દાઈ, સૈયદના તાહેર સૈફુદ્દીન રી.અ. ના વારિસમાં અજબ નૂર ની તજલ્લી હતી. ઈમામ હુસૈન ની ઝિકર કરે તો આંખો સી આંસુ રવાં થઇ જાઈ, પુરદર્દ મંઝર નઝર આવે. આપનો ઝમાન ગોયા કે સુલેમાન નબી ની શાહી મીસલ હતો, આપ જલાલ ના સાહેબ હતા.

યે આકા ના વારિસ, સૈયદના ખુઝૈમા કુત્બુદ્દીન રી.અ., ૫૩ માં દાઈ ૫૦ વરસ લગ બુરહાનુદ્દીન આકા ના માઝૂન અને મનસૂસ રહ્યા. આપનો એહેદ બે વરસ રહ્યો છે. આપ નો એક દિન એક વરસ ની મીસલ હતો અને એક વરસ એક દૌર જેટલો, યે આપની શાન હતી. આપ ફતેહ મુબીન ની તમહીદ કરીને ગયા છે. એ મીસલ આપ ની ઘની શાનાત ની ઝિકર ફરમાવી. તે બાદ ઝોહર અને અસર ની નમાઝ થઇ.